હું એ સમયે ભરુચમાં હતો ,એકવાર ખેરાળુના બાપુ હાયવે થઈને ભરુચ આવેલા, લોકોની એવી ભીડ હતી કે અમારે પ્રાઈમમિનિસ્ટર જેવો બન્દોબસ્ત ગોઠવવો પડેલો. એટલામાં ભરુચ સીટીના અમારા જમાદાર મીર્જા આવ્યા તેમને મારા માને વાની તકલીફ હતી તેની જાણ હતી એટલે એતો ફુંક મારેલી પાણીની બાટલી આપી ગયેલા, જો કે એ પાણીથી કાંઈ ફાયદો થયો જ નહીં, પરંતુ ભારતીય જનતાના વહેમ અને ગાડરીયા પ્રવાહનું એક વરવુ સ્વરુપ જોવા મળ્યુ.
હાયવે પર જયેન્દ્રપુરી આર્ટ્સ કોલેજ હતી , તેના અતંત વિશાળ મેદાનમાં હજારો માણસો પોતાનાહાથમાં જે વાસણ , ડબ્બા વિગેરે આવે તે લઈને બાપુની ફુંક મરાવવા આવી ગયેલા ! મેં તો મારા આક્હા ડીવીઝનમાંથી ફોજદારો, ઈંસ્પેક્ટરોને બોલાવી પોતે બન્દોબસ્ત કરેલો !અમને થયું આના કરતાં ભરુચને પાણીનો પુરવઠો આપતી ટાંકી ને જ ફુંક મરાવી લઈએ, બધાના રોગ, રડીયા તાવ તડીયા દુર થઈ જાય અને બધા જ દાક્તરો નવરા થઈ જાય ! પરંતુ તેમ ન થયુ અને ફુંક મારવા વાળા બાપુને જ જન જાગ્રુતિની ફુંક લાગી ગઈ અને તે જ નવરા થઈ ગયા. !

પણ એક વાત માટે તેને ક્રેડીટ આપવી જોઇએ, ગુજરાતને ખુણે ખાંચરેથી બસ સેવાઓ ખેરાળુ માટે ચાલુ થઈ ગઈ, ઘણી તો હજી સુધી ચાલે છે સુરતના આંતરીયાળ કસબા નિઝરની બસ તો હજી ચાલે છે ! , તેને બાપુની ફુંક હજી લાગી નથી!