Saturday, April 11, 2015

ક્ષમાનું મહત્વ

Bharatbhai R Pandya આ કારણે તુલસી દાસે કહ્યુ છે કે " ક્ષમા બડનકો ચાહીયે, છોટનકો ઉત્પાત , કહાં વિષ્ણુ કો ઘટી ગયો જો ભ્રુગુ મારી લાત. " આનો અર્થ એ 6 કે " નાના માણસો તો ભૂલો કરવાના જ, પણ મોટાઓએ મોટુ દિલ રાખી તેમને ક્ષમા કરી દેવી જોઇએ. ક્ષમા કેવી રીતે કરવી ? તો તેમણે એક પ્રસંગ પણ વર્ણવ્યો છે , કે એકવાર ભ્રુગુ ઋષિ વિષ્ણુ ભગવાનને મળવા ગયા , પણ વિષ્ણુ ભગવાન તો તપમાં બેઠા હતા, અને તેમણે ભ્રુગુ ઋષિની કોઇ નોંધ લીધી નહીં અને ભ્રુગુ ઋષિ ઘર બહાર બેસી રહ્યા. ભ્રુગુ ઋષિ એટલે ગુસ્સાનો સાગર, તે તો ભારે ગુસ્સામાં આવી ગયા અને વિષ્ણુ પાસે જઈ ગાળો બોલ્યા " તારી બેનનો વિષ્ણુ મારે તારી , હું અહીં બહાર બેઠો છું અને તું મને આવકાર પણ આપતો નથી ? આમ કહી ભ્રુગુ ઋષિએ વિષ્ણુ ભગવાનને જોરથી લાત મારી . તપ ભંગ થયો, પણ વિષ્ણુ ભગવાન ગુસ્સે ન થયા , શાંતિથી ભ્રુગુને આવકાર આપ્યો અને તેમની વાતો સાંભળી. . આમ મોટુ દિલ રાખવાથી વિષ્ણુ ભગવાન ની કિંમત ક્યાંય ઘટી ન ગઈ , ઉલ્ટી વધી , ન ગમતી કોમેંટ કોઇ કરે તો સ્પોર્ટીવલિ sportively તે સાંભળી લો, કદાચ તમારા ફાયદાની કે ક્ષતિ સુધારવાની કોઇ વાત હશે અને તે તક જડપી લો અને જે સુધારવાનુ હોય , તે સુધારી આગળ ચાલો.

No comments:

Post a Comment