Current topics in Sociology, History, English Literature, Books
Tuesday, January 27, 2015
This is a bill of a studio of Bharuch. The year was 1972.It shows how cheap were the services during those days. When you have some bills keep them, some times your third or 4th generation will read them ! and envy you !
Bharatbhai R Pandyaલીબર્ટી ડેરીની આગળ જતા એક નેશનલ ડેરી આવતી , તેની બે આઈટમો અમને બહુ ગમતી એક તો રગડા જેવી ચા અને ફાલુદો ! રગડા જેવી ચા સુરત રેલ્વે સ્ટેશને પણ મળતી અને અમે સૈયદપુરાથી ચાલતા ચાલતા રાતે 10-11 વાગે તુરાવા મહોલ્લામાં થી નીકળી રામપુરા થઈ સ્ટેશને જતા, દુનિયા ભરના વિષયો ચર્ચતા, હવે એવી વાતો કરવા મળતી નથી !ચા પણ કેવી ? રગડા જેવી અને આખો મોટો કપ ભરેલો રહેતો, ચા પીઈને ગમે ત્યાં મુકી દેતા, પછી હોટલનો માણસ આવી લઈ જતો ! એ જમાનો હતો ! 2. લીબર્ટી ડેરીના ફાલુદા વખણાતા , અમે કોલેજમાં હતા ત્યારે બે રુપીયામાં મોટો ગ્લાસ મલાઈ અને આઈસ્ક્રીમ નાંખેલો ફાલુદો મળતો ,રવિવારની સાંજે તે પ્રોગ્રામ થતો અને ગ્લાસ એટલો મોટો રહેતો કે રાતે ઘરનું ખાવાનુ ખવાતુ નહીં. તેનો માલિક અમને ઓળખે, કારણ દરેક અઠવાડીયે અમે કાયમી ઘરાક હતા. એક વાર મોજમાં ને મોજમાં બેસી ગયા અને ફાલુદો ખાઈ પણ લીધો, પછી ખીસ્સામાં હાથ નાંખ્યો તો કાંઈ નીકળ્યુ નહીં, અમે બે જ મિત્રો હતા , એટલે એ મેમણ શેઠે કહ્યુ , " કંઈ નહીં આવતે અઠવાડીયે આપજો ! ચોક બજારના ટ્રાફીક પોઈંટપર હું ઘણી વાર દારુવાળા સાહેબની સાથે ઉભો રહેતો, આમ તો ભાગળ પર પણ ઉભો રહેતો, એટલે ત્ર્યાંના દુકાનદારો મને ઓળખે, ,બહુ જુના તો આજે પણ ઓળખે છે ! એમ લીબર્ટી ડેરીના માલિકનો દિકરો પણ ઓળખે, લગભગ એકાદ વર્ષ પર મને ક્રોસ થયેલો, મેં પુછ્યુ. ધંધો કેમ ચાલે છે ? તો વાત ચીતમાં કહે, " સાહેબ બધુ જુગારમાં પપ્પા હારી ગયેલા, એટલે હોટલ કાઢી નાંખી.. અને લીબર્ટી ડેરીનો એ ફાલુદો ઇતિહાસના અંધારામાં અલોપ થઈ ગયો.
A.w. PathanHa, hu tarsu chhu e falooda mate, National dairy wala paase hato e pan bandh thayi gaya. Vijay dairy wala paase ek vakhat lidho ,parantu maza nahi aavi.See Translation
No comments:
Post a Comment