Friday, January 23, 2015

Review of the book " Ambedkar Oshoni Ankhe "

પુસ્તક : આંબેડકર ઓશોની આંખે

મૂળ લેખક : આચાર્ય સ્વામી ધ્યાન સંદેશ ભાલેકર

અનુવાદક : કાંતિભાઈ મકવાણા , નડીયાદ મોબાઈલ નં 7383987058

મૂળ લેખકના અન્ય પુસ્તકો 1.  Dr. आंबेडकर और ओशो  2। बुद्ध कांतिके उद्घोष  3 अंबेडकरवादका यथार्थ  4।  Osho on Buddha

આગામી પ્રકાશનો 1. बुद्धकी कहानी – ओशोकी जुबानी  2। भारत :  मनुसे ओशो तक  3।  गांधी, मार्क्स  और अंबेडकर  4 ओशो चे धर्म संगर  ( मराठी ). 5 Discover Your Buddha  6. Religion and Revolution  7. Osho on Osho   8.Christianity, Communism and  Buddhism   9. The Supreme Buddha

પુસ્તકની કિંમત : રૂ. 250=00 વત્તા 20 કુરીયર વી.પી. = 270

પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ ટેલી નં 07922139353 , 079 22132921

 Email: info@navbharatonline.com Web : www.navbharatonline.com

                પુસ્તકની અનુક્રમણિકા ધ્યાન ખેંચે એવી છે

ફુલે, શાહુ અને આંબેડકર : માનવીય વિચારની શ્રુંખલા નો વિકાસ 2. ડો. આંબેડકરનું આંદોલન અને ઓશો 3 ,હિન્દુ સમાજ અને ઓશો 4. અછૂતોની સમસ્યાઓ અને ઓશો 5. ક્રાંતિની વૈજ્ઞાનિક પ્રક્રિયા . બીજો ખંડ 6. જગતના ધર્મો અને બુદ્ધ 7. બૌદ્ધોના અધિકારમાં 8. બુદ્ધત્વ એ જ સર્વસ્વ 9. ચેતવણી 10. ધર્મપરિવર્તનની આલોચના શા માટે? અને છેલ્લે સંદર્ભ સૂચિ  “ ધર્મની દેવડી દુજતું દોજખ “ પ્રકરણમાં અનુવાદકે આંબેડકરની જીવન આહલેક આલેખી 5000 વર્ષથી ગુલામીના નરકાગારમાં સબડતા સમગ્ર દલિત સમાજને માનવ અધિકારો આપવા આંબેડકરે ધૂણી ધખાવી જે સંઘર્ષ કર્યો તેની જલક આપી છે. ...ગાંધીએ આંબેડકર અને ખાસ કરીને દલિતોના હિતો વિરુધ્ધ પૂના જેલમાં ( તા, 20.9.1932 થી તા, 24.9.1932 ) ઉપવાસ આદરી દલિત જાણતા સાથે જે છેતર પીંડી કરી તેનો આછેરો હેવાલ આપ્યો છે. દલિતોની અત્યારની પેઢીને તો આ પૂના કરાર “ શું હતા તેનો કશોય ખ્યાલ જ નથી લાગતો. તેમણે ઈતિહાસના આ કલંકિત પ્રકરણ માઠી ઘણું શીખવા જેવુ છે. .... શમબુક, દ્રોણાચાર્યની ઘટનાઓ એકત્રીત કરી લેખક/ અનુવાદકે સદીઓથી સવારનો શુદ્રો સામે જે બેશરમીથી વર્તી રહ્યા છે . તેમાં ઋષિઓ જે બહુધા બ્રાહ્મણો જ હતા તેમની સાથે ભગવાનો પણ આ શુદ્ર – વાઈમાનશ્યામા સામેલ થઈ ગયાની આંખ ઉઘાડનારી વાત તેઓ હિમ્મત પૂર્વક જણાવે છે.

 તમામ લખાણોની પૂના:ઉક્તિ શક્ય નથી. તેનાથી વાંચકોની ઉત્તેજના ઠંડી થઈ જવાનો ડર રહે છે . આથી વાંચનનો રસ જળવાઈ રહે તે રીતે અવલોકન લખવાનું રહે છે.ગાંધીના પૂના જેલમાં ઉપવાસ : ગાંધીની ટીકા કરતાં ઓશોએ કહ્યું, “ તેમણે આંબેડકર તેમજ દેશના વિશાળ દલિત સમુદાય સાથે અત્યંત ધૃષ્ટતા પુર્વકનો વિશ્વાસઘાત કર્યો છે. આ તમામ બાબતો જાણવા છતાં ડો. આંબેડકરે ગાંધીને જીવતદાન આપી દીધું. તેમણે પોતાની પુરેપુરી કોમને ભાવિની બલિવેદી પર હોમી દઈને એક લેભાગુ “ મહાત્માને પ્રાંદાન અર્પી દીધું. ડો. આંબેડકર અને આ દેશના 1. ધર્મની દેવડી એ દુજતું દોઝખ 2. મૂળ હિન્દી લેખકનું મંતવ્ય પ્રકરણો : પ્રથમ ખંડ માં મહાત્મા દલિતોએ આપેલી આ કેટલી મહાન કુરબાની હતી ! કેટલો કલ્પનામાં પણ ના આવે એવો મહા ત્યાગ હતો ? એકલવ્ય અને દ્રોણ : દ્રોણાચાર્યે તો એકલવ્યને ધનુર્વિધ્યાં શીખવવાનો ઇનકાર કરી દીધો હતો., છતાં આ દ્રોણ કયા મોએ એકલવ્ય પાસે “ ગુરુદક્ષિણા “ માંગવા ગયા હતા ? વિધ્યા તો તેમણે આપી જ ના હતી. દ્રોણને તદ્દન બેશરમ માણસ તરીકે ઓશો નવાજે છે. બીજું, દ્રોણ તો કૌરવોને પક્ષે રહીને લડ્યા હતા , તેને નીતિ-અનીતિ વચ્ચે કોઈ ભેદ જ દેખાતો ના હતો  શંબુક: બ્રાહ્મણોએ હાલના મીડીયાની જેમ એવી હવા ફેલાવી હતી કે વર્ણાશ્રમના નિયમોની વિરુધ્ધ જઈને ( અરે કયો વર્ણાશ્રમ  ? શુદ્રોને તો તમે હિન્દુ જ ગણતાં ન હતા , તે ગમે તે દેવને પૂજે તમને શો ફેર પડતો હતો ? ) શંબુક નામના ભક્તે રામની ભક્તિ કરી હતી ,પછી કોઈ બ્રાહમણનો પુત્ર અકાળે મરણ પામ્યો , એટ્લે બ્રાહ્મણો લઈ પડ્યા કે એક શુદ્રે રામની ભક્તિ કરી એ કારણે બ્રાહ્મણનો પુત્ર મરણ પામ્યો ! આ વાત તેમણે રામને જણાવી અને રામે તે માની લીધી અને શમબુકની હત્યા કરી નાંખી. અને તરત બ્રાહ્મણના મરેલા પુત્રને સજીવન કર્યો ! બ્રાહ્મણો આવી ખોટમ ખોટ તિકડમબાજી જમાનાથી કરતાં આવ્યા છે. અહીં મૂળ સવાલ એ છે કે રામ જેવાએ આ બ્રાહ્મણોની આ અંધશ્રધ્ધા વાળી વાત માની તો લીધી પણ તેને અનુસરી એક નિર્દોષની હત્યા કરી નાંખી. રામે પોતાની જ ભક્તિ કરનારને માર્યો અને એક છોકરાના મરણ ને એ ભક્તિ સાથે જોડી દઈ પોતાની વિવેક બુધ્ધિ નો પરિચય પણ આપી દીધો . એ પણ અંધશ્રધ્ધા અને વહેમોથી ભરપૂર હતા ? શંબુકનો કસૂર શો હતો ? કે ભગવાને પોતે એવા નિર્દોષની હત્યા કરવા પોતે હથિયાર ઉગામવું પડે ? બીજું, રામે શિક્ષા કરવા કોઈ પુરાવા જોયા જ ન હતા, બ્રાહ્મણોએ કહ્યું અને રામે માની લીધું ! બ્રાહ્મણોની ઈર્ષા, અદેખાઈ કે ચડમણી હત્યા કરવા માટે પૂરતા હતા ! શિરચ્છેદ કરી નાખવો જોઈતો હતો, પરંતુ રામે એવું તો કાઇ કર્યું નથી અને વગર વાંકે સીતાને વનમાં હાંકી કાઢી ! આવો હતો રામ રાજ્યનો ન્યાય ! અને તેથી સવર્ણોને રામ રાજ્ય બહુ ગમે છે અને એક આદર્શ તરીકે તેને આમ જનતા સમક્ષ રજૂ કરે છે જેથી સ્ત્રીઓ અને શુદ્રોસાથે અન્યાય, અને જુલમ કાયદેસરરીતે શિરચ્છેદ ગુજારી શકાય અને શુદ્રો તેમજ સ્ત્રીઓ આ પ્રચારમાં મૂર્ખાઈ પૂર્વક સામેલ પણ થઈ જાય છે .મીડીયાને આ રામ રાજ બહુ ગમે છે . બત્રીસ લક્ષણા માયાની વાત : લેખક જણાવે છે કે ભણેલા, વેદભ્યાસ કરેલા બ્રાહ્મણ , , લશ્કરમાં રહીને તલવાર વીંજતા કોઈ ક્ષત્રીય કે દેશ વિદેશમાં જઈ વેપાર કરતો કોઈ વાણિયો બત્રીસ લક્ષણો દેખાયો જ નહી ? રાજાના મહેલમાં પણ કોઈ બત્રીસ લક્ષણો નહોતો ? કે ગામ બહાર કાઢી મૂકેલા ક્ષુદ્રને જ બલિદાનનો બકરો બનાવી દેવા તેને બત્રીસ લક્ષણાનું વિશેષણ વળગાડી દીધું ? એટ્લે જ આંબેડકરે કહ્યું છે કે “બલિદાન સિંહનું નહી પણ બકરાનું જ અપાય છે “  પૂના કરારમાં ગાંધીએ દલિતોને બલિદાનના બકરા બનાવ્યા, તેમણે મુસ્લીમો કે શીખોના અલગ મતદાર મંડળો વિરુધ્ધ ઉપવાસ ન કર્યા, કારણ એ જાણતા હતા કે એ લોકો તેના મરણની ઐસી તૈસી કરશે અને પોતે મરવું પડશે, પોતે તો સવર્ણોને બ્રીટીશરોની જગ્યાએ રાજ ગાદીપર ગોઠવવા માંગતા હતા એ ઉદ્દેશ્ય હવામાં ઊડી જશે એટ્લે પોચી જમીન પર ધુબકા મારવાનું તેમણે પસંદ કર્યું હતું. એકવાર માયાનું માથું વધેરાયું અને પૂના કરાર થયા એટ્લે હિન્દુઓનો ઉદ્દેશ્ય પાર પડી ગયો અને બધુ ભૂલી જવામાં પોતાની સલામતી લાગી એટ્લે હિન્દુઓ સીફત પૂર્વક પોતાની ફરજો ભૂલી ગયા. . “ ગરજ સરી કે વૈદ વેરી “ જેવો ન્યાય આ દેશમાં જમાનાથી તોળાતો આવ્યો છે . આ એક જબરજસ્ત કાવતરું હતું જેમાં ગાંધીએ ખલનાયકનો ભાગ ભજવ્યો અને જાણે હિન્દુઓને મહાન આપત્તિમાથી ઉગારી હોય એવો પ્રચાર બ્રાહ્મણ –મીડીયાએ કર્યો અને આંબેડકર જેણે મહાન ભોગ આપ્યો તેમને ખલનાયક તરીકે આ મીડીયાએ ચીતર્યા. આને સતયુગ કહેવાય કે અસતયુગ કહેવાય ? જુલમીઓ પોતાના કુકર્મોને ધર્મનો રંગ ચઢાવી તેને ધાર્મિકતા માં ખપાવે છે, આવા ષડયંત્રમાં બ્રાહ્મણોના વર્ચસ્વ વાળું મીડીયા હમેશા સામેલ રહે છે.

 આ પુસ્તક કે અન્યત્ર લેખકો કબીર, રઈદાસ ,નાનક વિગેરેના મંતવ્યો રજૂ કરે છે, પરંતુ તેમના ભજનો, સાખીઓ આમ જનતા સમજી શકેલી કે નહી તે એક મોટો પ્રશ્ન ઊભો રહે છે. તેમની રચનાઓમાં રહેલા આક્રોશને શુદ્ર-અતિશૂદ્ર જનતા સમજી જ શકી ન હતી ,નાનક સિવાય કોઈ સુધારકને તેમના અનુયાયીઓએ વળતો પ્રત્યુત્તર ( રીસ્પોન્સ ) આપ્યો લાગતો નથી. નાનકના અનુયાયીઓએ તો હિન્દુ ધર્મથી અલગ એક સ્વમાની ધર્મની સ્થાપના જ કરી લીધી , અને જતે દિવસે એ ધર્મ એટલો મજબૂત બની ગયો કે તેના રાજાઓ દેશી અને વિદેશી રાજાઓ સામે લડવા લાગ્યા , અને 1930માં ગાંધીની પણ કોઈ તાકાત ન હતી કે શીખોના અલગ મતદાર મંડળો વિરુધ્ધ ઉપવાસ કરે, જો ગાંધી એ શીખો કે મુસલમાનો વિરુધ્ધ ઉપવાસ કર્યા હોત , તો તેમણે મરવાનો વારો આવત એ નક્કી હતું અને ગાંધી સવર્ણોને રાજગાદી અપાવ્યા સિવાય મરવા માંગતા પણ ન હતા, તે જ્યારે ઉપવાસ કરતાં ત્યારે ઉપવાસ છોડવાની તૈયારી પણ રાખતા જ હતા
જેથી મરવાની નોબત આવે નહી.

 યુરોપમાં જેમ બન્યું તેમ વોલ્ટર , રૂસો વિગેરી સીધા લખાણો દ્વારા જનસંપર્ક કર્યો અને ક્રાંતિની જ્યોત સળગાવવામાં તેઓ સફળ

થયા રાશીયામાં પણ છેલ્લે છેલ્લે આવા સીધા લખાણો દ્વારા જન આક્રોશ પેદા કરવામાં લેખકો અને કવિઓ તેમજ નેતાઓ સફળ થયા. ઓશો વેગેરે આજે કબીર , રઈદાસ વિગેરેના દુહાઓ અને શાખીઓ ટાંકી તેમનો અર્થ સમજાવે છે, પરંતુ જે જમાનામાં તે લખાયેલા તે જમાનાના સામાન્ય લોકો તે સમજી શક્યા ન હતા અને પરિણામે વર્ણવ્યવસ્થા, જ્ઞાતિવાદ, બ્રાહ્મણવાદ વિરુધ્ધ કોઈ આંદોલન પેદા થયું ન હતું તેમની એ સાહિત્યિક રચનાઓ આજે પણ સમજવી ઘણી અઘરી છે. અનુવાદકે છેલ્લે કરસનદાસ લૂહારની એક પંક્તિ ટાંકી લખ્યું છે-----------

--------------- “ “ ધબકી રહેલા માણસો અમને ગમ્યા નથી, ----------------------------------
----------------- - પત્થર બનાવી પૂતળાઓ ખોડીએ છીએ -----------------------------------------------------------------------------------

--------------------લખી આંબેડકરની સાથે ઓશોની પણ જય બોલાવી છે., જે યોગ્ય અને વ્યાજબી લાગે છે. મૂળ લેખક ભાલેકરે ઓશોને વિદ્રોહી જ્વાળા મુખીનું વિશેષણ એનાયત કર્યું છે એનાથી આગળ ચાલી ઓશોને આગના દરિયાની ઉપમા પણ આપી છે. હિન્દુ સમાજ બાબતની થોડીક સુવર્ણ રજ જેવી ચિંતન કણિકાઓ યાદ રાખવા જેવી છે. કૌંસમાં જે પુસ્તકમાથી આ ઉતારા લીધા છે , તેમના નામ લખ્યા છે , જેથી ઊંડાણ થી વાંચનાર વાંચકને આગળ વાંચવું હોય, તો તે પુસ્તક વાંચી શકે.

 (1) ઓશો મહાભારતના યુધ્ધને આદર્શ યુધ્ધ માનતા નથી , કૃષ્ણને તેઓ એક ધાર્મિક પુરુષ પણ માનતા નથી કેમ કે તેમણે અર્જુન જે યુદ્ધ કરી માનવ સંહાર કરવા માગતો ન હતો તેને ઉશ્કેરી યુધ્ધ કરવા મજબૂર કર્યો અર્જુન નાહકનો કૃષ્ણના સકંજામાં ફસાઈ ગયો અને યુધ્ધ આદરી બેઠો. ઓશોએ ઇન્દ્ર,, મનું, રામ,પરસુરામ , ક્રુષ્ણ, દ્રોણાચાર્ય ,શંકરાચાર્યથી માંડી આધુનિક યુગના ગાંધી અને વિનોબા ભાવે સુધીના લોકનેતાઓ વિરુધ્ધ બંડ પોકાર્યું છે. ઓશો હંમેશા શંબુક અને એકલવ્યના તરફદાર રહ્યા છે. ( પૃષ્ટ 28- લેખક )

 (2) ઓશો બ્રાહ્મણ અને બ્રાહમણવાદના જોરદાર વિરોધી છે તેમના આવા ખુલ્લા વ્યક્તિત્વને કારણે સ્થાપિત વર્ગોએ તેમનો વિરોધ

કરી બહિષ્કાર કર્યો . અને તેમની વિરુધ્ધ અફવાઓનો વંટોળ ઊભો કર્યો. ( લેખક પૃ . 29 )

 (3) સમ્રાટ અશોકે ઈતિહાસમાં પ્રથમ વાર ન્યાયના હિતમાં અને શોષણ વિહીન સમાજ વ્યવસ્થાની સ્થાપના માટે બૌધ્ધ ધર્મના આદર્શો નો અંગીકાર કરવાનું એક ઉમદા ઐતિહાસીક કાર્ય કર્યું હતું.

 શાહુ મહારાજ : (4) તેમણે પોતાની હયાતી માં જ ધન અને સત્તાના મોહને ત્યજી દલિતોના ઉત્થાનનું બીડું જડપી લીધુ. ..... તેમણે અમાનવીય વેઠ પ્રથા બંધ કરી અને દલિતોને સમાનતા આપવાની અનેક યોજનાઓ અમલમાં મૂકી. , શિક્ષણમાં આરક્ષણ અમલમાં મૂક્યું અને પોતાના દરબારમાં અને રાજમા દલિતોને અનેક મહત્વના ઊંચા હોદ્દાઓ પર નિમ્યા.. દેશબરમાં આભડછેટ વિરુધ્ધનો ધારો ઘડનારા તેઓ પ્રથમ હતા. ( આ કારણે બ્રાહ્મણો શાહુ મહારાજના કટ્ટર વિરોધી બની ગયા આ વિષે શ્રી મકરંદ મહેતાની પુસ્તિકા “ ગુજરાતનાં દલિતો “ વાંચવા ભલામણ છે. શંકરાચાર્ય તો શાહુ મહારાજ વિરુધ્ધ બહુ લાવરા કરતો તેથી શાહુ મહારાજ પોતાને જેલમાં ઘાલી દેશે એવો ડર તેને રહેતો એટલો ગભરાઈ ગયેલો કે તેમના રાજમા પગ મૂકવાની પણ તેની હિંમત ન્હોતી. --- અવલો . પૃ 4) ગાંધીની સરખામણીમાં શાહુ મહારાજ સામાજિક ન્યાય બાબતે ક્યાય મુઠ્ઠી ઊંચેરા માનવી હતા . ગાંધી માત્ર પ્રચારથી મોટા બનેલા જ્યારે શાહુ મહારાજ કાર્યથી મહાન હતા. તેઓ કમીટેડ ક્રાંતિકારી હતા ગાંધી ની સામાજિક એકતા અને એખલાસ કાગળીયા અને ઉપરછલ્લા હતા.જાતિવાદ, જ્ઞાતિવાદનો આટલો ખુલ્લો વિરોધ કરવાનું સ્વપ્ન ગાંધીને કદિ આવ્યું પણ ન્હોતુ જ્યારે શાહુ મહારાજે તેનો અમલ પોતાના રાજમા કરી બતાવ્યો હતો. ( પૃ . 7 ) લેખકના થોડા વકતવ્યો ભાવિ પેઢીઓ માટે લખી રાખવા જરૂરી લાગે છે “.ક્રાંતિની એ મશાલને આજથી સો વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના કોલ્હાપુર રજવાડા ના મહારાજા શાહુ મહારાજે તેમના શાસન કાળ દરમિયાન રાજ્યના દલિતોથ્થાન માટે શિક્ષણ , આભડછેટ નિવારણ, અને અનામત અંગેના કાયદાઓ ઘડી , તેનો જાત અમલ કરીને જીવંત રાખી છે. વેઠ પ્રથા જેવી અમાનવીય પ્રથાને દફનાવી દેનાર તેઓ ભારતના સૌ પ્રથમ માનવતાવાદી રાજા હતા. “

 જ્યોતિબા ફુલે : ભારતીય સમાજના સામાજિક ક્રાંતિના અગ્રદૂત મહાત્મા ફુલે હતા. ........

 અંધશ્રધ્ધા અને વહેમોથી તરબતર હિન્દુ સમાજ : ભારતમાં દરેક મહા પુરુષને ( મહા પુરુષ શું શુદરો, અતિશૂદ્રો ને તો ખાસ– કવિ, અમલદાર, ફીલસૂફ તમામને ) તેમણે જ્ઞાતિની ઓળખ નું લેબલ ચોંટાડી દીધા છે. ) તેની જ્ઞાતિને ધોરણે જ ઓળખવાની અને મૂલવવાની અધમ નીતિ રીતિ બ્રાહ્મણોએ હિન્દુ જનતાના માનસમાં જમાનાથી ઘુસાડી દીધી છે અને તે કોઈ કાળે નીકળે એમ નથી. ત્યાં સુધી કે જે શુદ્રો છે અને જેમની વિરુધ્ધમાં આભડછેટ નામનો મહારોગ મનુએ “ મનુસ્મૃતિ”માં શરૂ કરેલો, તે શુદ્રો બ્રાહ્મણોએ પોતાના પૂર્વજો જોડે આદરેલી અન્યાયી નીતિરીતિ ભૂલી જઈ , દલિતોની સાથે આભડછેટ અપનાવવા લાગ્યા, વાસ્તવમાં દલિતો અને આભડછેટને કાઈ લાગતુ વળગતું નથી, કારણકે દલિતો હિન્દુ સમાજ વ્યવસ્થાનનો ભાગ કદિ હતા જ નહી અને જે આભડછેટ હતી એ તો શુદ્રો સામે હતી. પૂર્વા કાળમાં બ્રાહ્મણોની દરેક ચાલને લોકોએ ચૂપચાપ સાચી અને ખરી માની લીધી હતી. બ્રાહ્મણોને રાજાઓ ,, ક્ષત્રિયો અને વૈ શ્યો પણ જે માન સન્માન આપતા તે જોઈ દલિતો પણ બ્રાહ્મણોથી ડરતા થયા, અને તેમનાથી દૂર રહેતા થયા. .........આભડછેટ એ અંધશ્રધ્ધા અને વહેમી માનસનો એક ભાગ બની રહ્યો છે. એ આભડછેટ ગાંધીએ બહુ હોશીયારી પૂર્વક શૂદ્રોના ગળામાથી કાઢી નાંખી , જે જનતા હિન્દુ સમાજનો ભાગ જ ન હતી તેના ગળામાં પરોવી દીધી. દલિતોને અંગ્રેજ શાસનમાં હિન્દુ સમાજથી અળગા - outside the Hindu Fold - તરીકે જ ગણાવાયા હતા. ગાંધીએ પણ તેમણે સવર્ણો અને શુદ્રોની શાળાઓમાં પ્રવેશ અપાવવા કે તેમણે હિંદુના વસવાટોમાં દાખલ કરવા ઉપવાસ જેવુ કાઇ જ કર્યું ન હતું . ગાંધીની એક માત્ર એક પોલીસી હતી કે જે દલિતો અત્યારે હિન્દુ નથી તેમને કાઈને કઈ કરી મંદીરોના આંગણા સુધી લઈ જવા, અંદર લઈ જવાની જરૂર નથી , જેથી હિન્દુ હોવાનો સિક્કો તેમના કપાળે લાગી જાય , તેમણે બાકીના માનવ અધિકારો આપવાની મૂર્ખતા કરવા જેવી નથી. તેમને વ્યવસાયોમાં આઘાને આઘા અને નીચા વ્યવસાયોમાં ખોડાયેલા જ જ રાખવા અને છતાં હિન્દુ હોવાનો વહેમ તેમના મગજમાં ઘુસાડી દેવો જેથી તેઓ મુસલમાનો સાથે ભળી ન જાય , એકવાર તેમની ગણતરી હિન્દુ તરીકે થઈ જાય , વસ્તી ગણતરીના પત્રકોમાં કરોડો દલિતો હિન્દુ તરીકે ગણાય જાય કે તરત પછી હિન્દુઓની સંખ્યામાં જબર જસ્ત વધારો થઈ જશે, અને લોકશાહી સિધ્ધાત અનુસાર અખંડ હિંદુસ્તાનમાં શાસન દોરી તો હિન્દુઓના જ હાથમાં રહેશે એવું આયોજન ગાંધી કરવા લાગ્યા હતા. , પરંતુ મોહમ્મદ અલી જિન્ના નામના મુસ્લીમ નેતાએ ગાંધીની આ યોજનામાં ગાબડું પાડી અલગ પાકિસ્તાન માંગવા માંડ્યુ. કારણકે જીન્ના ગાંધી અને હિન્દુ નેતાઓનો જ્ઞાતિવાદ ઓળખી ગયા હતા અને જેમાં હિન્દુઓ ભારે બહુમતિમાં હોય તેમાં અન્યો ખાસ કરીને મુસ્લીમો માટે કોઈ સ્વમાન પૂર્વકની જિંદગી એ લોકો જીવવા દેશે નહી , કારણ હિન્દુઓના સર્વમાન્ય નેતા ગાંધી તો પોતાને હિન્દુ તરીકે ગણાવવામાં ગર્વ લેતા હતા અને તેનાથી આગળ વધી પોતાને સનાતની હિન્દુ એટ્લે અતિ રૂઢીચુસ્ત હિન્દુ હોવાનું છાપરે ચઢીને પોકારીને કહેતા હતા, તો તેમના વર્ચસ્વ વાળા દેશમાં મુસલમાનોમાટે કોઈ સ્થાન નહી જ હોય અને બીજી –ત્રીજા વર્ગના નાગરીકો તરીકેનું જીવન જીવવા મુસલમાનોને ફરજ પડાશે એવો ડર જીન્ના સહિત ઘણા મુસ્લીમ આગેવાનોને હતો જે ડર સ્વાતંત્ર્ય પછીની ઘટનાઓ જોતાં અને દલિતો સાથેનો હિન્દુઓનો વ્યવહાર જોતાં વ્યાજબી લાગે છે. આંબેડકર અહી જ થાપ ખાઈ ગયા લાગે છે, તેઓ પણ પોતાને હિન્દુ તરીકે જ ઓળખાવવા માંડેલા , આ તેમની ઐતિહાસિક ભૂલ હતી, તેમણે દલિતો શીખો, મુસલમાનો અને ખ્રીસ્તીઓની જેમ બિન-હિન્દુ છે એવો અભિગમ તેમણે અપનાવી તે પ્રમાણેની વ્યૂહરચના ઘડવી જોઈતી હતી, જે તેમણે ન ઘડી , અને દલિતોને વાઘ-વરુઓના ટોળાઓમાં એકલા છોડી મૂક્યા , પરિણણામે આજે દલિતોના ઘરો ને આગ લગાડાય છે, તેમની સ્ત્રીઓપર બળાત્કારો થાય છે,તેમની જોડે આભડછેટ રખાય અને તે પણ એવા લોકો , શુદ્રો જેમના પૂર્વજોને આ જ હિન્દુઓ મંદિરોમાં પ્રવેશવા દેતા નહી એવા શુદ્રો જેમનું નવું નામકરણ ઓબીસી તરીકે થયું છે તેવા ઑ થકી થાય છે, સરકારી નોકરીઓમાં તેમને ભારે અન્યાય થાય છે અને ડગલે ને પગલે તેઓ અન્ય જીતાયેલા દેશોમાથી પકડી લાવેલા ગુલામો જેવો વ્યવહાર થાય છે , બીજા અને ત્રીજા દરજ્જાના નાગરીક તરીકે ગણવાનો તો સવાલ જ પેદા થવા દેતા નથી , એવો વ્યવહાર સવર્ણ હિન્દુઓની દોસ્તી સાથે શુદ્રો પણ કરતાં થયા છે.

 ગાંધી અને ગાંધીવાદ : “ ગાંધી ઇચ્છતા હતા કે દેશમાં રેલગાડીઓ ન હોય, ટીવી ન હોય, ટેલીગ્રામ , વીજળી , મશીનો ન હોય. તેમના માટે દુનિયાને સમગ્ર ઇતિહાસ ( મારા માટે વિકાસ- અવલોક) ચરખા પાસે આવીને અટકી ગયો , અને ચરખાથી કોઈ કોમ જીવી શકતી નથી . તો મૈં એવી ટીકા કરી છે કે જ્યાં સુધી આ દેશ ગાંધીના ફાંસીના ફંદામાથી મુક્ત નહી થાય , ત્યાં સુધી તેનું કોઈ ભવિષ્ય નથી. “ ( ફીર અમૃતકી બુંદ પડી “ પૃ. 58 ) 21મી સદીમાં રામ માટે કોઈ જગ્યા નથી અને રામે એક ક્ષુદ્રના કાનમાં સીસું ઉકાળીને રેડી એટલા માટે મારી નાંખ્યો કે તેને વેદ મંત્ર સાંભળ્યા હતા . આ જ રામના રાજ્યને ગાંધી આ દેશમાં લાવવાનું જંખે છે. આટલી નિર્દયતા, અમાનવીયતા અને આવું થયા પછી પણ રામ આજે પણ ઈશ્વરનો અવતાર બનીને બેઠો છે. આજે પણ તમારો પૂજ્ય ભગવાન છે. હવે તેને જયરામજી ( ગુડબાય) કરો. ( ફીર અમૃતકી બુંદ પડી પૃ.. 94 )

 ગાંધી મૂળભૂત રીતે ભયંકર રીતે હિંસક માણસ હતા, પરંતુ તેને અહિંસા નામનું ઓઢણું ઓઢી પોતાની હિંસા ઢાંકી દીધી છે . ( પંડિત, પુરોહિત, રાજનેતા- માનવ આતમકે શોષક પા. 43 ગાંધી અને વિનોબા ભાવે સંતતિનિયમનની વિરુધ્ધમાં હતા , તેઓ કહેતા “ બ્રહ્મચર્ય પાળો “ કોઈ કહી શકે એમ છે કે ગાંધી એ કેટલા લોકોને બ્રહ્મચારી બનાવ્યા ? તેમનો અંગત સાચી પોતે એક છોકરીને લઈને ભાગી ગયો હતો ..... ( વાત આટલે અટકતી નથી ગાંધી જ્યારે પૂર્વ બંગાળના પ્રવાસે હતા ત્યારે પોતાની સગી ભત્રીજી સાથે સહ શયન કર્યું હતું અને દેશમાં મોટો મોટો હોબાળો થયો હતો, પરંતુ ગાંધીવાદી મીડીયાએ ગાંધીના આ પાપને સ્ખલન ની ઉપમા આપી બધુ દબાવી દીધું હતું. – અવલોકન ) બ્રહ્મચર્ય જેવુ શીર્ષાસન કરવું તદ્દન બેવકૂફી છે , ગમે એટલી કોશિશ કરો , જ્યાં સુધી વિજ્ઞાનનો સહારો ન હોય, તમે પ્રકૃતિના નિયમોની વિરુધ્ધ નહી જઈ શકો. ( ફીર અમૃતકી બુંદ પડી પૃ. 61 ) ગાંધી આઝાદી પહેલા છાપરે ચઢીને જાહેર કરતાં હતા કે દેશનો પ્રથમ રાષ્ટ્રપતિ દલિત હશે , મહિલા હશે. પરંતુ વડાપ્રધાન પડે જે વ્યક્તિને તેમણે મુકાવી, તે ન તો હરીજન હતી કે ન તે મહિલા હતી. તે વળી બ્રાહ્મણ જ હતો. આને કારણે પૂરેપુરી રાજ શક્તિ તે જ શોષકોના હાથમાં ચાલી ગઈ , જે સદીઓથી આ દેશમાં શોષણ અને દમણ કરતાં હતા. આ હોદ્દામાટે લાયક જે વ્યક્તિ હતી , તે આંબેડકરને તો આ જ ગાંધી અને નહેરુની કોંગ્રેસે ચૂટણીમાં હરાવ્યા હતા. જાણે બ્રાહ્મણ રાજ સ્થાપવા માટે આઝાદી ની લડત લડાઈ હતી એવી હાલત થઈ ગઈ. બ્રીટીશરોના હાથમાથી રાજ શક્તિ અગાઉના હિન્દુ રૂઢીચુસ્ત શોષકો અને જુલમીઓના હાથમાં ચાલી ગઈ. ભારત તો ગુલામ જ રહ્યું , માત્ર સવર્ણ જાતિઓની ગુલામી ગઈ અને તેમણે પોતાની ગુલામીની બેડીઓ શુદ્રો- અતિશૂદ્રો ના પાગોમાં પરોવી દીધી. , “ હૂઁ સત્ય બોલું છું ,એટ્લે એ જ્ઞાતિઓની દુખતી નસ દબાય છે. “હિન્દુ ધર્મ : જે ધર્મ તમને પોતાના મંદિરોમાં પ્રવેશવા દેતો નથી,, તેમના શાસ્ત્રો વાંચવા દેતો નથી ( વાંચો, તો ધગધગતું સીસું કાનમાં રેડી દેય છે , અને એવો દાખલો તો એ ધર્મના ભગવાને બેસાડયો છે ) એવા ધર્મના અંગ બની રહેવાની તમારે શી જરૂર છે ?... હિન્દુ ધર્મે સતી પ્રથાને નામે હજારો હિન્દુ વિધવા સ્ત્રીઓની હત્યા કરી ભગવાનની મૂર્તિઓની સામે નાચવાને બહાને મંદિરોમાં વેશ્યા પ્રવૃત્તિ ચલાવી , કોઈ પણ ન કરી શકે એવી આ ખરાબ બાબત છે ( પરુ 30 ) ..... હિન્દુ શાસ્ત્રો કહે છે સ્ત્રીઓની સાથે પશુઓ જેવો વ્યવહાર કરવો જોઈએ, અને છતાં પણ આ જ હિન્દુ સ્ત્રીઓ એ જ શાસ્ત્રોની પૂજા કરવાનું અને મંદિરોમાં જવાનું ચાલુ રાખે છે. . “ તમારા તમામ ધર્મો કારાગૃહો છે , તે તમારે જંજીરો છે , જો તમે વાસ્તવમાં ખરા માનવ અસ્તિત્વનો અને તેના આનંદનો આસ્વાદ લેવા માંગતા હો, તો , તમારે આ ધર્મો ત્યજી દેવા પડશે. સંસાર છોડવાની જરૂર નથી. માત્ર ધર્મો અને તેમના શાસ્ત્રો છોડવાની જરૂર છે ( પ્રેમ રસ ઓઢ ચદરીયા પૃષ્ટ 3 )બ્રાહ્મણ અને શુદ્ર વચ્ચે તફાવત શું છે ? તફાવત એટલો જ છે કે બ્રાહ્મણ વેદને જાણે છે ( બ્રાહ્મણોએ વેદની જાણકારી અનુસાર પોતાની અટકો રાખી છે , બે વેદ જાણનારો “ દ્વિવેદી”, ત્રણ વેદ જાણનારો “ ત્રિવેદીએ “ અને ચાર વેદ જાણનારો “ચતુર્વેદી “ તરીકે ઓળખાય છે , એવા લેબલો લગાડી રાખ્યા છે. ) શુદ્ર વેદ જાણતો હોત, તો આ વેદીયાઓ જોડે હરીફાઈ કરવા મંડત ! એટલા માટે શુદ્રોને વેદોથી આઘા રખાયા. અને વેદના શબ્દો સાંભળનારાને રામને હાથે જ મરાવી નાંખ્યો જેથી સમગ્ર દેશમાં વેદ શબ્દથી, જ શુદ્રો ડરી ડરીને ચાલવા લાગ્યા.” જો શુદ્રો વેદ જાણી જાત, તો બ્રાહ્મણોની પ્રતિષ્ઠા શું રહેત ? શુદ્ર પણ જો વેદ જાણી જાય, તો તે બ્રાહ્મણ બની જાય “... જો શાસ્ત્રને જાણવા એ જ બ્રાહમણ હોવાની લાયકાત હોય, . તો આંબેડકર “ સુપર બ્રાહ્મણ “ છે , તેથી તો દેશનું બંધારણ રચતી વખતે કેમ કોઈ બ્રાહમણને બોલાવાયો નહી અને આ “ સુપર બ્રાહ્મણ “ આંબેડકરને જ બોલાવાયા ? બ્રાહ્મણોમાં બંધારણીય કાયદા ( Constitutional Law ) ના જાણકારો કેમ ન હતા ?કારણ આંબેડકર તો વિધિશાસ્ત્રના પણ જાણકાર હતા. ગાંધી અવિભક્ત હિંદની સીફારસ કેમ કરતાં હતા ? તેના જવાબમાં ઓશો જણાવે છે કે “ ગાંધી ધાર્મિક હોવાનો ડોળ કરતાં હતા પરંતુ તે ધાર્મિક વ્યક્તિ ન હતા તેઓ હિન્દુ સંત હોવાનો ડોળ કરતાં હતા કારણ દેશમાં હિન્દુઓની બહુમતી હતી અને સંતોને હિન્દુ જનતા ઘણું માન સન્માન આપતી અને જ્યારે દેશનું શાસન હિન્દુઓ જ ચલાવવાના હોય, તો તેમના મતમાં બની જવામાં માલ હતો !. આમ અવિભક્ત હિંદમાં સર્વે સર્વા તો હિન્દુઓ જ રહેવાના હતા , તેમની જબરજસ્ત બહુમતી ( Brut Majority ) જોતાં હિન્દુઓના હાથમાથી કોઈ સત્તા છીનવી શકે એવી કોઈ શક્યતા જ ન હતી ગાંધીનું આ સીધું રાજકારણ હતું, તેના પર તો કોઈ ધ્યાન જ આપતા નથી. અને વિચારતા નથી કે ગાંધી “ધર્મ”નો દુરુપયોગ પોતાના મતલબી ઈરાદા પૂર્ણ કરવા કરી રહ્યા હતા. ( પૃષ્ટ 34 )

 પૂના કરાર : આંબેડકરનું કહેવું એવું હતું કે દલિતો જે દેશની વસ્તીના 25 % છે , તેમણે માટે મનુસ્મૃતિએ રચેલી ભ્રમજાળ ભેદી   સંસદ સુધી પહોંચવાનું અશક્ય બની રહેશે. તેથી એ ભ્રમજાળ , આ કઢંગી વર્ણવ્યવસ્થા કદિ બદલવા દેશે નહી. આ કારણે આંબેડકર દલિતોમાટે અલગ મતદાર મંડળો માગતા હતા, જેથી દલિતો દ્વારા જ ચૂંટાયેલા તેમના પ્રતિનિધિઓએ દલિતોનો અવાજ સંસદ અને ધારાસભાઓમાં સફળતા પૂર્વક રજૂ કરી શકે. ગાંધીને તો દલિતો પોતાનો પ્રતિનિધિ પોતે ચૂંટે તેમાઁ જ વાંધો હતો , તે બહુમતી સંખ્યા વાળા હિન્દુઓ જ દલિતોનો પ્રતિનિધિ ચૂંટે એવો હઠાગ્રહ રાખતા હતા. સમાજમાં રૂઢિચુસ્ત હિંદુઓનું વર્ચસ્વ, સરકારી તંત્રમાં તેમનું જ વર્ચસ્વ , તેથી ધારાસભા અને સંસદમાં પણ રૂઢિચુસ્ત હિંદુઓની જ માનમાની ચાલે એવું ગંદુ રાજકારણ ગાંધી રમતા હતા અને તે માટે તે પુનાની જેલમાં આંબેડકરના દલિતોમાટે અલગ મતદાર મંડળોની માગના વિરોધમાં તા. 20મી સપ્ટેમ્બર 1932 થી ઉપવાસપર બેઠા. ગાંધીએ પોતાનો ગંદો ઈરાદો છુપાવવા પોતે હિન્દુ સમાજને તોડવા દેશે નહી એવો ખોટો પ્રચાર કરવા માંડ્યો.... સમગ્ર દેશમાથી આ માંગણી પડતી મૂકવા દબાણ લવાયું, અને તેમાં મીડીયાએ બહુ ગંદો ભાગ ભજવ્યો, એવો પ્રચાર કરવા લાગ્યા જાણે ગાંધી હિન્દુઓને કોઈ મહાન આફતમાથી બચાવવા માગતા હતા અને જાણે આંબેડકર હિન્દુઓને ખલાસ કરવા માગતા હતા. દેશમાં બે વ્યક્તિઓ પોતપોતાની કોમોના નેતા હોવાનો દાવો કરતાં હતા એક તો મુસલમાનો તરફે જિન્ના અને હિન્દુઓ તરફે ગાંધી , ગાંધી વાત તો સમગ્ર દેશના હોવાનો દાવો કરતાં હતા પરંતુ તેમની રીતભાત અને હિન્દુ હોવાના ગર્વે આ દાવામાથી હવા કાઢી નાંખી હતી અને હવે દલિતો જેની સંખ્યા કરોડોની હતી તેમને પણ ગાંધીએ બહુ ચાલાકીથી હિન્દુઓના બાહુપાશમાં જકડી લીધા હતા, આંબેડકર પણ આ ચાલાકી સમજી ન શક્યા અને દલિતોની મસમોટી સંખ્યાને જ્ઞાતિવાદી હિન્દુઓના ચક્રવ્યૂહમાં પેસતા જોઈ રહ્યા, તેની સામે મોહમ્મદ અલી જીણ્ણા ભારે ચાલાક નીકળ્યા અને ગાંધીને હિન્દુઓના નેતા તરીકે જ વિશ્વ સમક્ષ રજૂ કરતાં રહ્યા. આખરે આંબેડકરે આ બ્લેકમેલ અને મીડીયાના પ્રચાર સામે નમતું જોખ્યું અને મનુસ્મૃતિને હવાલે દેશના કરોડો દલિતો જઈ પડ્યા. આ એક જબરી કરુણાંતિકા છે જે વિશ્વના ઈતિહાસમાં અજોડ છે.
 આ બાબતે ઓશો શું કહે છે ? ઓશો કહે છે,........ “ જો હૂઁ આંબેડકરની જગ્યાએ હોત , તો મેં ગાંધીને સંભળાવી દીધું હોત કે. “ તમે મરી શકો છો. કારણ તમારું મોત એ સમસ્યાનું નિરાકરણ નથી. “ અહી લેખક ભાલેકર ગાંધીના ઉપવાસોના રાજકારણને બરાબર પચાવી શક્યા લાગતાં નથી. મેં ગાંધીના પરસનલ સેક્રેટરી મહાદેવ દેસાઈની ડાયરી ભાગ 1 વાંચી , તેમાં પૃષ્ટ 36 પર મહાદેવ દેસાઈએ ગાંધી ઉપવાસપર ઉતરવાના કારણોની શોધમાં રહેતા એવું નિદાન કર્યું છે. , એ માટેનું કારણ પણ મહાદેવ દેસાઈએ પોતે જ જણાવ્યુ છે.હવે મહાદેવ દેસાઈની તા. 24મી માર્ચ 1932ના રોજની ડાયરી નો એ ફકરો વાંચો.

 “ આજે બાપુની એક વાતથી ચોંકયા- વલ્લભભાઈ અને હૂઁ બંને. બાપુ કહેતા હતા કે થાક હજી ઊતરતો નથી , શરીરમાં જે સ્ફૂર્તિની આશા રાખું, તે લાગતી નથી. એટ્લે વલ્લભભાઈ કહે : “ ખજૂર ખાવાનું છોડ્યું એટ્લે.તમે બરાબર ખાતા નથી . ખજૂર મંગાવીએ, ફળ મંગાવીએ, ખાધા વિના શી રીતે સ્ફૂર્તિ આવે ? “ બાપુ કહે : “ તમને સાચું કહું ? મને તો એમ થયા કરે છે કે દશવીસ ઉપવાસ કરી નાંખું, તો કેવું સારું ? અને તેમાં આ સ્ત્રીઓનો કિસ્સો ઊભો થયો , ત્યારે મને થયું આ ઠીક લાગ આવ્યો છે. ત્યાં તો એ પ્રકરણ પતી ગયું ! બાકી મને જરૂર લાગે છે કે એટલા ઉપવાસ કરું, , તો શરીરમાં નવી સ્ફૂર્તિ આવી જાય ! “ આમ ઉપવાસ કરવાનો લાગ આવે તેને બાપુ વધાવી લે એટ્લે કોકવાર ઉપવાસ કરવાની તીવ્ર ઇચ્છાને લીધે ઉપવાસના સંજોગ ન ( હોવા- અવલો ..) છતાં ઉપવાસ કરી નાંખે એવું જ બને, હૂઁ તો ખરેખર ધ્રુજી જ ગયો.મૈ મારો ડર બાપુ આગળ મૂક્યો નહીં. “ ગાંધી જેની શોધમાં હતા તે “ લાગ “ તેમણે આંબેડકરના અલગ મતદાર-મંડળની વાતે ઝડપી લીધો અને ગાંધીએ તા. 20.9.1932ના રોજથી પુનાની જેલમાં ઉપવાસનું ત્રાગું કર્યું. અને એ ત્રાગું આંબેડકરની મહાનતાપૂર્ણ દિલેરીથી તા. 24.9.1932ના રોજ ખતમ થયુ. ઉપવાસનું આ ખંજર દલિતોની છાતીમાં હજી ખૂંપેલું જ છે., પરંતુ ખંજરનો સૌ પ્રથમ ભોગ ગાંધીને જીવતદાન આપનાર આંબેડકર બન્યા. લોક સભાની ચુંટણીમાં , આંબેડકર જેમણે દેશનું બંધારણ ઘડ્યું હતું તેમણે કોંગ્રેસે ડીપ ફ્રીજમાં સંતાડી રાખેલા આ ખંજરને આંબેડકરની છાતીમાં બેશરમીથી ભોંકી દઈ ગાંધીનો જીવ બચાવવાનો શિરપાવ આપી દીધો.

   પુસ્તકનાં થોડાંક અવતરણો ઊંડાણથી વાંચવા અને વિચારવા જેવા છે. , તે મૂકું છું. “ પૂના કરાર સંઘર્ષ દરમિયાન ગાંધી કોઈ પણ ભોગે દલિતોને સ્વતંત્ર મતદાર મંડળો
આપવા તૈયાર ન હતા. કેમકે તેમણે એક દહેશત બતાવી કે આનાથી તો હિન્દુ સમાજના ભાગલા પડી જશે . આવો બકવાસ તેમણે ( મીડીયાની મદદથી ----અવલોકનકાર ) આખા દેશમાં ફેલાવી દીધો હતો કે હિન્દુ સમાજ આવા ભાગલાથી છીન્નભિન્ન થઈ જશે. વાસ્તવમાં હકીકત એમ હતી કે દેશના ભાગલા ગાંધીને કારણે જ થઈ રહ્યા હતા. ( ગાંધીનો આ પ્રચાર બનાવટી અને જૂઠણાઓથી ભરપૂર હતો. કારણ જ્યારે દલિતોને મંદિરોમાં પ્રવેશવા દેવામાં આવતા ન હતા , દલિતોના સંતાનોને નિશાળોમાં દાખલ થવા દેવાતા ન હતા , દલિતોને સવર્ણોના મહોલ્લાઓમાં થઈને પસાર થવા દેવાતા ન હતા. , ત્યારે હિન્દુ સમાજ છીન્ન્ભીન્ન થતો લાગ્યો ન હતો, પરંતુ દલિતોને થોડાંક રાજકીય લાભો મળતા થવાના હતા ત્યારે જ હિન્દુ સમાજ છીન્ન્ભીન્ન થતો ગાંધીને લાગ્યો હતો , ગાંધીની આ ખલનાયકી હતી ---

અવલોકનકાર ) .

 આ પુસ્તક લખવામાં મૂળ લેખક શ્રી ભાલેકરે જે જહેમત કરી લાગે છે , તે બદલ તેમને ધન્યવાદ આપવા ઘટે છે. તે જ રીતે એ પુસ્તકનો અનુવાદ કરવામાં પ્રો. કાંતિભાઈ એ જે મહેનત કરી છે , તે પણ ઘણી પ્રશંસાને પાત્ર છે અને ઓશો જેવા મહા પુરુષને આંબેડકર જેવી વિભૂતિ ને બીરદાવતા જોવા એ પણ દલિતોની જીંદગીનો મહામૂલો અવસર છે. આ પુસ્તક ફરી ફરી વાંચવા જેવુ તો છે

No comments:

Post a Comment