જુનાગઢ માં પોલીસ ટ્રેનીંગ કોલેજના અમારા વાઈસ પ્રીંસીપલ કાંતિલાલ વ્યાસ અમને વારંવાર કહેતા, " આ ખાતામાં આવ્યા છો પણ તેની રીત રસમ જાણી લો,( 1 ) ઉપરી અધિકારીઓ કાચા કાનના હોય છે, તમારી વિરુધ્ધ કોઇ ગમે તે કહી આવશે, તે માની લેશે, તે કદિ તમને બોલાવીને પુછશે નહીં કે તમે આવુ કર્યુ હતુ કે બોલ્યા હતા ? તે તરત જ પૂર્વગ્રહ રાખતા થઈ જશે. માટે આવા કાચા કાનના ઉપરીઓથી ચેતતા રહેજો. આવા કાચા કાનના બે અમલદારો ગુજરાતમાં ડીજીપીના હોદ્દા પરા આવી ગયા, એ બન્નેને મેં લખેલુ કે ' તમે કાચા કાનના હતા અને જે માણસ પહેલો આવીને કાંઈ કહી જાય, તે માની લેતા હતા.' (2) મોટા ભાગના ઉપરીઓ શોર્ટ ટેમ્પરના હોય છે . નજીવી વાતોમાં ગુસ્સે થઈ જાય અને ગમે એવા કાગળો લખવા માંડશે (3) અમારા ઇંસ્ટક્ટર શ્રી પી.પી. પાઠક જે પો.ઈ. હતા તે અમને એકવાર ભાવનગર પ્રાઈમ મીનીસ્ટરના બંદોબસ્તમાં લઈ ગયા. ત્યાં ડીએસ્રપી તરીકે એક સીન્ધી અમલદાર નવાણી હતા, તેનો રીડર પો.સ.ઈ. બધાની સામે પોતાના જ ડી એસ પી વિરુધ્ધ ઘસાતુ બોલતો રહેતો , પાઠક સાહેબ અમને કહે " આવા ઓથી ચેતવુ, આ રાતે ડી એસ પી ને બંગલે જઈ બધુ કહી દેતો હશે " આવી સલાહ જિન્દગીમાં કોઇ નથી આપતા, આ અમલદારોએ આપી એટલે આજે 45 વર્ષે હું તેમને યાદ કરું છું.
Friday, January 23, 2015
જુનગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજના યાદગાર અમલદારો પૈકી

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment