Friday, January 23, 2015

હિન્દુસ્તાન પછાત કેમ રહી ગયુ ?

ગાર્ડનમાં એકઠા થતા એક નિવ્રુત્ત અમલદારે એવો પ્રશ્ન કરેલો કે આપણી હિન્દુ પ્રજા બુધ્ધિ શક્તિમાં આટલી પછાત કેમ છે ? તેના જવાબમાં મારે કહેવુ પડ્યુઅ કે હિન્દુ શાસ્ત્રોનો આ વિચાર શક્તિ છીનવી લેવામાં મહાન ફાળો છે , એક તો તેમણે શિક્ષણને 15 % વસ્તીમાં મર્યાદિત કરી દીધુ અને જે ભણ્યા તેમને માથે મહાભારત, રામાયણ અને મનુસ્મ્રુતિ માર્યા . શિક્ષકો પોતાની ફરજો ચુક્યા, રાજાઓ ફરજ ચુક્યા, સંતો ફરજ ચુક્યા , એનુ પરિણામ રૂઢિચુસ્ત સમાજ રચનામાં આવ્યુ .જાગ્રુત શિક્ષકે પોતાના કામમાં રસ લઈ વિદ્યાર્થીઓને વિચારતા કરવા જોઇએ.. આ વિચાર કરવાની ટેવ આપણાં ધર્મશસ્ત્રોએ છીનવી લીધી છે. કોઇ પણ ધર્મ લો, તેનાં શાસ્ત્રો એક જ વાત કહે છે, અમે જે કહીએ છીએ, તે સ્વીકારી લો , તો સ્વર્ગ મળશે, નહીં તો નરકે સીધાવશો . પેલો મનુ સ્મ્રુતિનો બહુ ચર્ચીત શ્લોક 2/201
" પરિવાદાત ખરો ભવતિ,શ્વાન ભવતિ નિન્દક:---------------------------------------------------- પરિભોક્તા ક્રુમિ ભવતિ,કીટો ભવતિ મત્સરી " એટલે કે દોષ જોનાર ગધેડો બને છે,ટીકા કરનારો કૂતરો,ભ્રષ્ટાચારથી ધન મેળવનાર જંતુ તેમજ આ બધામાં સાથ સહકાર આપનાર બીજા જન્મમાં અળસીયુ બને છે. . આવા શાસ્ત્રીય આદેશોને કારણે જનતાની સ્વતંત્ર બુધ્ધિ સદીઓથી બહેર મારી ગઈ છે. એક માત્ર ખ્રિસ્તી ધર્મ એવો નીકળ્યો જેણે બદલાતા સમય પ્રમાણે વિજ્ઞાનને સમર્થન આપ્યુ અને તે કારણે યુરોપ વિશ્વમાં સૌથી આગળ નીકળી ગયુ.,

No comments:

Post a Comment