Friday, January 23, 2015

“Post- Hindu India” પુસ્તકના લેખક કાંચા ઇલાઇઆહ એ લખેલ પ્રસ્તાવનાનો ભાવાનુવાદ

“Post- Hindu India”  પુસ્તકના લેખક કાંચા ઇલાઇઆહ એ લખેલ પ્રસ્તાવનાનો ભાવાનુવાદ
=============================================================
       મને અંતકરણમાં એવી લાગણી થયા કરતી હતી કે ભારત દેશ હવે એક આંતર વિગ્રહને આંગણે આવીને ઉભો રહ્યો છે. એક એવો આંતર વિગ્રહ જેનું  સદીઓથી જ્ઞાતિ ઓના વાડા બંધી થી  હિંદુ ધર્મે પેદા  કરી તેનું લાલનપાલન કર્યા કર્યુ છે. હિંદુ સંસ્ક્રુતિ એ પોતાનામાં જે સ્વ-વિનાશના બીજ રોપ્યા કર્યા છે, જે બીજો ફુલી ફાલી મોટા થયા અને અને પરિણામે સર્વત્ર હિન્દુ સમાજમાં દરેક સ્થરે તંગદ્લિ પેદા થઈ છે, આ પુસ્તક  દલિત- બહુજન  (  એટલે કે પછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓ ) ના સાંસ્ક્રુતિક , વૈજ્ઞાનિક, અને આર્થિક જ્ઞાન નો જે વારસો ધરાવે છે,  તે સમગ્ર પને તપાસી તેમનો હિન્દુ ધર્મ જોડેના સંબંધનુ પ્રુથક્કરણ કરે છે. આ અભયાસથી એક વાત તો સાબિત થઈ ગઈ છે કે બ્રાહમણોએ ઉપદેશેલી વર્ણવ્યવસ્થા એ તો શરુઆતથી જ દલિત-બહુજન સમાજે આદરેલી  ઉત્પાદન  અને વૈજ્ઞાનિક જ્ઞાન ની વિચારસરણિનો વિરોધ કર્યા  કર્યો છે. હિન્દુ ધર્મે શરુઆતથી જ ઉત્પાદન કરનારા વર્ણોની વિરુધ્ધમાં અભિગમ કેળવ્યા કર્યો છે અને જે જ્ઞાતિઓ સમાજ માટે  ખેતી, ઓજારો, મકાન બાંધણી, કાષ્ટ કલા, દુધ,ઘી, કપાસ ઉત્પન્ન કરી  અને કાંતનાર અને વણી કપડા સીવી જે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓને ખોરાક, રહેઠાણ ,વસ્ત્રો , મકાનો વિગેરે બાન્ધી આપતી અને જેના ઘડાઓમાં પાણી ભરી આ કહેવાતી સવર્ણ જ્ઞાતિઓ જીવનના તમામ ભોગવિલાસો માણતી તેમની ઋણિ  બનવાને બદલે એ જ જ્ઞાતિઓપર દમન કરવા લાગી અને ત્યાંસુધી દમન  કર્યુ કે દલિત-બહુજન જ્ઞાતિઓ જે ચિજવસ્તુઓ પેદા કરતી તેના ભાવ નીચા રાખતી , જે સેવાઓ આપતી તે સેવાઓ પણ પાણીના ભાવે પડાવતી અને શુદ્ર જ્ઞાતિઓના શોષણને હિન્દુ ધર્મનો પાયાનો સિધ્ધાંત બનાવી દીધો. કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ પરાવલંબી , પરભક્ષી વેલ જેવી બનતી ગઈ , એવી વેલ  જે વ્રુક્ષ પર પડે  તેનું સત્યાનાશ વાળે.
                 આનાથી આગળ વધી આ સવર્ણ  જ્ઞાતિઓએ શિક્ષણ, આધ્યાત્મિક, અને આર્થિક ક્ષેત્રોને પણ પોતાના કબ્જામાં લીધા  અને આ શોષણની  મહાવ્યવસ્થા સમગ્ર શુદ્ર વર્ગ જેની ટકાવારી 80 % જેટલી થતી હતી, તેમનાપર ઝેરીલા   અજગરની ની જેવી પકડ જમાવ્યે રાખી.  આ પકડ સદીઓથી ચાલતી આવે છે.  જેમ જેમ જાગ્રુતિ આવતી ગઈ તેમ તેમ આ દલિત-બહુજન જ્ઞાતિઓ ધર્મના ઓઠા હેઠળ પોતાનાપર ઠોકી બેસાડેલી  ગુલામી પ્રત્યે સભાન થવા લાગી, માનવ હક્કો , મહેનતાણા, અપમાનજનક વર્તન સામે બંડ પોકારવા લાગી અને સમગ્ર દેશમાં સવર્ણ અને દલિત- બહુજન જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ ચાલવા માંડ્યો છે. આની શરુઆત આમ્બેડકરે આદરેલા  મહારાષ્ટ્રના ગામ મહાડથી શરુ થયો છે ( ઇ.સ 20. 03-1927 ).આ સત્યાગ્રહ તો રાજકિય પ્રકારનો હતો પરંતુ છાનો છપનો વિરોધ તો દાયકાઓથી ચાલતો હતો .  ઉત્તર હિન્દમાં આ વિરોધ આંખે ઉડીને વળગે એવો હતો , અનેક શુદ્ર જ્ઞાતિઓએ ઔપચારેક હિન્દુ ધર્મથી અલગ પડી પોતાના અલગ સમ્પ્રદાય દા.ત. પ્રણામી પંથ, સ્વામીનારાયણ પંથ,પીરાણા પંથ , જલારામ પંથ  સ્થાપેલા અને હિન્દુ મન્દિરોથી અલગ પ્રકારના દેવોની પુજા શરુ કરી દીધેલી. આ સાથે સાથે ખ્રિસ્તી , ઇસ્લામ અને શીખ ધર્મમાં હિજરત કરનારાઓની સંખ્યા પણ નાની સુની ન હતી. ઉત્તર હિન્દમાં તો અફ્ઘાનીસ્તાન , પાકીસ્તાન , પુર્વ બંગાળ, ઉત્તર-પુર્વ આ પ્રદેશોમાં હિન્દુ ધર્મ સામે બળવો કરી ખ્રિસ્તી અને મુસ્લીમ બની જઈ સમગ્ર વસ્તી વ્યવસ્થાને જોખમાવે એવી રીતનુ ધર્માંતર થયુ જેણે 1947 ના ભાગલા લોહીયાળ બનાવી દીધા હતા. આ પ્રક્રિયા હવે  ખુલ્લે આમ ચાલતી થઈ છે અને સવર્ણ કોમોનુ વર્ચસ્વ ફગાવી દઈ પોતાની સ્વતંત્ર ઓળખ ઉભી કરવાના વલણો ઓબીસી અને દલિત જ્ઞાતિઓમાં પેદા થયા છે અને એ મિજાજના  રાજકિય પક્ષો સ્થપાવા માંડ્યા છે, દા.ત. સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ, રીપબ્લીકન પક્ષ,        

No comments:

Post a Comment