Wednesday, February 11, 2015

vijetani khandani Nobility of the winner

:આજે એક સરસ પ્રસંગ વાંચ્યો. અમેરીકન લેખક ડેલ કાર્નેગી એ " જિંદગી જીતવાની જડીબુટ્ટી " માં વર્ણવ્યો છે અને તે પણ તુર્કસ્તાનના કમાલ પાશાને લગતોછે.આપના રસવાળી વાત છે !વાંચો : ------------------- 1892ની સાલમાં સદીઓની દુશ્મની પછીતુર્કીએ ગ્રીકોને ટર્કીશ હકુમત વાળા પ્રદેશોમાંથી હંમેશને માટે હાંકી કાઢવાનો નિર્ણય કર્યો.
મુસ્તુફા કમાલ પાશાએ નેપોલીયનની પેઠે ગર્જના કરી પોતાના લડવૈયાઓને કહ્યું, " તમારી નેમ ભૂમધ્ય સમુદ્ર હાથ કરવાની છે. " ગ્રીકો અને તુર્કી વચ્ચે ખૂનખાર જંગ થયો, તુર્કો જીત્યા. જ્યારે ગ્રીક સેનાપતિઓ ત્રીકોપ્પિસ અને ડાયોનિસ શરણે થવા માટે કમાલ પાશાની છાવણી તરફ જતા હતા ત્યારે તુર્ક પ્રજાએ પોતાના દુશ્મનોપર હુમલો ,કરી તેમની કતલ કરવાની માંગ કરી હતી.
પણ કમાલ પાશા વીર મર્દ માણસ હતો તેનામાં વિજયનો ઉન્માદ ન હતો
પેલા બે સેનાપતિઓ આવ્યા, કમાલ પાશાએ તેમને આવકાર્યા ,હાથ મિલાવ્યા અને કહ્યું, " બેસો, સદ્ગ્રુહસ્થો Please sit down Gentlemen " . તમે થાકી ગયા હશો " પછી યુધ્ધની વ્યુહ રચનાની વાતો કરી કમાલ પાશાએ તેમના પરાજયનો ડંખ નરમ પાડતા કહ્યુ : " યુધ્ધ એવી વસ્તુ છે જેમાં બહાદૂરમાં બહાદૂર માણસો પણ હારી જાય છે " ---- સંપૂર્ણ વિજયના આનંદ વખતે કમાલ પાશાએ એક નિયમ યાદ રાખ્યો હતો " સામા માણસને નીચે પડતો બચાવો " ------------------------ પરંતુ મોદી ડંખીલા માણસ છે , તેનામાં કમાલ પાશા જેવી ખાનદાની ન હતી એટલે જ્યારે કોંગ્રેસને વિપક્ષનુ સ્થાન આપવાનો પ્રસંગ આવ્યો, ત્યારે ના કહી દીધી, અને કેજરીવાલ હવે ભાજપના એ 3 ધારા સભ્યોને વિપક્ષનો દરજ્જો આપી મોદીનુ નાક કાપી તેનાં જ હાથમાં મુકી દેશે ! ઘણી વાર પ્રતિષ્ઠાની દેવી જ્યારે આવા કમનશીબોને કપાળે તિલક કરવા પધારે છે, ત્યારે મોદી જેવા નશીબના ઓશીયાળા મોં ધોવા જાય છે અને કમાલ પાશાની જેમ ઇતિહાસમાં પોતાનુ નામ ચમકાવવાની તક વેડફી નાંખે છે. કેજરીવાલ એ તક જડપી લેશે !

No comments:

Post a Comment