રાજકારણ માં કોનો ભરોસો કરવો અને કોનો ન કરવો એજ એક મહાન કોયડો હોય છે.એક વાર્તા સમજવા જેવી છે. -----------------------------------------------------------------રાજકારણમાં તો પત્ની પર પણ ભરોસો રખાય નહીં ! એક જુની વાર્તા ની ખબર છે ? એક રાજકારણી પોતાના દિકરાને દૂર જંગલમાં લઈ ગયો, ત્યાં એક ઝાડપર તેને ચઢાવ્યો, પછી કહે ' કૂદી પડ " , છોકરો તો કૂદ્યો, એટલે પેલા નેતાએ જીપી લીધો, બીજી વાર, ત્રીજી વાર આમ , છોકરો કૂદ્યો અને બાપે તેને જીપી લીધો, એટલે છોકરાને વિશ્વાસ બેસી ગયો ,તો વધુ ઉંચેથી પડવા લાગ્યો, અને બાપ તેને જીપવા લાગ્યો, બસ હવે પાક્કો વિશ્વાસ બેસી ગયો હતો, વધુ ઉંચે ચઢવા લાગ્યો, બહુ ઉંચે ગયો, નીચે જુકાવ્યુ એટલે બાપ તરત ખસી ગયો અને પેલો છોકરો ધમ્મ દઈને નીચે પટકાયો ! હાથ અને પગ ભાંગ્યા. એટલે બાપ બોલ્યો, " ભાઈ રાજકારણમાં સગા બાપનો પણ વિશ્વાસ કરવો નહીં, નહીં તો હાથ અને પગ બંને ભાંગે ! " નહેરુએ ચીનનો વિશ્વાસ કર્યો અને આપણાં હાથ અને પગ એવા ભાંગ્યા કે આજે 53 વર્ષે પણ સંધાતા નથી .
No comments:
Post a Comment