* પુસ્તક પરીચય અને મારા પ્રતિભાવો : ભરત ભાઈ આર પંડ્યા પૂર્વ ડે. સૂપ્રી ઓફ પોલીસ,
ટેલી : 0261 2741 714 મોબાઈલ 090166 03631
પુસ્તકનુ નામ : સામાજીક પરીવર્તન અને ગુજરાતના
દલીતો 19
મો સૈકો ( ઈ.સ. 1801 થી 1900 )
લેખક મકરન્દ મ્હેતા (
રમેશ
ચન્દ્ર પરમાર દ્વારા બે પ્રકરણો )
પ્રગટ 1986
પાના 48
પ્રાપ્તિ
સ્થાન નવભારત પ્રકાશન , જૈન દેરાસરપાસે
, ગાંધીરોડ અમદાવાદ્
2
1981 મા ગુજરાતમાં જ્યારે અનામત વીરોધી
આન્દોલન પૂરજોશમાં ચાલતુ હતુ ત્યારે ગુજરાતમાં અનૂસૂચીત જાતીઓ અને અનુસૂચીત જનજાતીઓ માં
પ્રવ્રૂતીકરનારાઓ પૈકી ઘણા અગ્રણીઓએ પવન પ્રમાણે પૂંઠ ફેરવી હતી.તેઓ અનામતની
તરફેણમાં ખૂલ્લે આમ બહાર પડેલા નહી અને વિરોધીઓને
પ્રોત્સાહન મળે એવા નીવેદનો કરતા હતા..
પરંતૂ તે સમયે થોડાક બુધ્ધી જીવીઓ
એવા હિંમતવાન નીકળ્યા અને તેમણે અનામત પધ્ધતીનો ખૂલ્લેઆમ બચાવ કરેલો. તેઓ પૈકીના
એક શ્રી મકરન્દ મહેતા હતા.ગુજરાતના દલીતો તેમની નીષ્ઠાની કદર કરે છે.
19મા સૈકામા ગુજરાતમાં
દલીતોની કેવી હાલત હતી તે અંગે શ્રી મકરન્દ મહેતાએ ખૂલ્લા દીલે ચર્ચા કરી છે. તો આન્ધ્રપ્રદેશમા બે
દલીત જ્ઞાતીઓ માલા અને માડીગા જ્ઞાતી કેવા સંજોગોમા દલીત બની ગઈ તેનો ચીતાર શ્રી
ચિંતામણી એ તેમના પૂસ્તકમા આપ્યોછે. તે ઘટનાચક્ર પરથી આપણને દેશમા અન્યત્ર દલીતો
કેવી રીતે આ હાલતમા આવી પડ્યા હશે તેનો આછેરો ખ્યાલ આવી શકે છે.જેમ કોઇ બીમારીનો
ભોગ બનીએ છીએ ત્યારે તે બીમારી કઈ રીતે લાગૂ પડી તેનો વીચાર આપણે કરીએ તે રીતે આ ઘટનાઓ જોવી જોઇએ.જેથી ઇલાજ શોધી
શકીએ.
દલીતોને જે બિમારી નડે છે
તે પોતીકી નહી પણ સવર્ણોની બીમારી નડે છે.
જેમ કોઇ રોગીષ્ઠ રોગ પોતાનો હોય , પણ
બીજાઓને છેટા રાખવા બૂમાબૂમ કરે એવી આ વાત
છે.
. હવે સવર્ણો આ વહેમ અને અન્ધશ્રધ્ધા પ્રેરીત બીમારી નો ભોગ કેવી રીતે
બન્યા તેનો સમાજ્શાશ્ત્રીઓએ વીગત્તવાર અભ્યાસ કરવાની જરૂરત પેદા થઈ છે કારણ કે આભડછેટ
નામની આ બીમારી આ સવંર્ણ લોકોને કેવીરીતે લાગુ પડી તે ખોળવાનો પ્રયાસ કર્યો છે. ખાસ
કરીને ગુજરાતમા શ્રી આઈ.પી.દેસાઈએ 1976 મા
69 ગામડાઓમા ઘણી ટીમો મોક્લી ઊંડી
તપાસ આદરી હતી., તેના પરીણામ સ્વરુપ જે પુસ્તક પ્રગટ થયુ તેનુ નામ “ Untouchability in Rural Gujarat “ છે. તેના તારતમ્યોનો પણ આ લેખમા ઉપયોગ કરવામા આવ્યો
છે.
શ્રી દેસાઈએ પોતાના
મંતવ્યો પણ છેલ્લે ઉમેર્યા છે પરંતુ તે ચિંતામણીના અભ્યાસથી અલગ પ્રકારના છે,
કારણકે દેસાઈના મંતવ્યો રોગના લક્ષણો દર્શાવે છે જ્યારે ચીંતામણીના અભીપ્રાયો
રોગના કારણૉ સુધી પહોંચે છે. તેથી ચીંતામણીના મંતવ્યો દલિતો માટે ખાસ મહત્વ ધરાવે
છે.
શ્રી ચિંતામણીએ આભડછેટના
મૂળ ઉપલી જ્ઞાતિઓના મગજ્મા રોપાયેલા એવુ જણાવ્યુ છે. તેમના મગજ્મા જ્યાસુધી આવા
સંસ્કારો હયાત રહેશે ત્યાંસુધી તો આભડછેટ હઠવાની કોઈ શક્યતા જણાતી નથી. આ માટે
પ્રથમ તો ઉપલી કહેવાતી જ્ઞાતીઓના માનસમા ભરાઈ રહેલા પુર્વગ્રહોઅને અન્ધ્શ્રધ્ધાનો
ઉપાય તેમણે જ ખોળવો રહ્યો, કારણકે જે ખરાબી છે તે તો ઉપલી કહેવાતી જ્ઞાતીઓના
મગજમાં છે , જે દર્દી છે તે નો ઉપચાર કરવાનો હોય, દર્દીના ગેરવર્તનનો ભોગ
બનનારાઓનો નહી. વાસ્તવીકતાતો એવી છે કે
દલીતોએ જ્યારે જ્યારે સવર્ણોનું અનુકરણ કરવા માટે શીક્ષણ, પહેરવેશ,,પાકા
મકાનો , સાયકલો કે સ્કુટરો વીગેરે કે જીવનની અન્ય સુવીધાઓ અપનાવવાની કોશીશ કરીછે એટલેકે સમાજવ્યવસ્થામાં ઉંચે ચઢવાનો પુરુષાર્થ
કર્યો છે ત્યારે અનેક વાર તેઓ સવર્ણોની
અદેખાઈ અને હીંસાનો ભોગ બન્યા છે.સમાજશાસ્ત્રની પરીભાષામાં આ પ્રક્રીયાને ઊંચે
ચઢવાની ગતી ( અંગ્રેજીમાં અપવાર્ડ મોબીલીટી અને શ્રીનિવાસ જેવા વીદ્વાનોની ભાષામાં
તેને સંસ્ક્રુતીકરણ સંસ્ક્રીતાઈઝેસન sanskritisation ) કહેવાય છે.આવી
સંસ્ક્રુતીકરણની પ્રક્રીયાને પગલે સામે પક્ષેથી હીંસા ધસી આવે છે તેને અંગ્રેજીમાં
( Brutalisation ઊંચી કહેવાતી
જ્ઞાતીઓના જંગલિકરણની પ્રક્રીયા કહી શકાય ) .આવી ઊંચે ચઢવાની પ્રક્રીયા અંગે અગર
કોઈ એમ કહેતુ હોય કે દલીતો કે આદીવાસીઓએ આ કરવુ કે તે ન કરવુ તો તેમણે સમજવુ જોઈએ
કે જેમના પેટમાં દુખતુ હોય તેમને બદલે બીજો કોઇ પેટના દુખાવાની દવા પીએ તો તેમનુ
દર્દ મટી શકે છે ? તેમને હાય બ્લડપ્રેશર નો વ્યાધી હોય અને બીજો કોઈ બીપીની દવા
ખાઈ લે તો તેમનુ બ્લડૅ પ્રેસર કંટ્રોલમા રહેશે ? તો આ આભડ્છેટ દલીતોની નહી પણ ઉપલી
જ્ઞાતીઓની બીમારી છે પરંતુ બ્રાહ્મણવાદી
સમાજરચનામા કોઇના રોગના લક્ષણો બીજાના શરીરપર ઉપસાવાના સરસ કીમીયા ઘડવામાં આવ્યા
છે , આ લક્ષણો સદીઓથી બ્રાહ્મણ સીવાયની જ્ઞાતીઓ બતાવતી આવી છે પરંતુ બીજી જ્ઞાતીની
સરખામણીમાં પોતાની નીચતા ઓછી છે એવા
ભ્રમમા તેઓ જીવતી આવી છે . એટલેકે ક્ષત્રીય એવું વીચારે કે ભલે બ્રાહ્મણો તેમનાથી ઊંચા રહ્યા પણ પોતે તો વૈશ્યોથી ઊંચા
છે ને ? વૈશ્યો એવું માને કે ભલે ક્ષત્રીયો અને બ્રાહ્મણો પોતાનાથી ઊંચા રહ્યા પણ
શુદ્રોથી તો પોતે ઊંચા છે ને ? શુદ્રોને તો કંઈ પણ ચાલે તેમ હતુ કારણકે તેમની સ્થીતી તો માનવશરીરના પગે હતી . હવે
શુદ્રો કોને પોતાનાથી નીચા ગણે ? તો બધએ ભેગા મળી જેનો સમાવેશ વર્ણવ્યવસ્થામાં થતો
ન હતો તેમને એટલેકે દલીતોને મારી ઠોકીને વર્ણવ્યવસ્થાના ભાગ તરીકે બતાવવા માંડ્યા
અને તેમ કરીને શુદ્રોને તેમનાથી કોઇકતો
નીચુ છે અને પોતે કોઇકથી ઊંચા છે તેવુ મીથ્યાભીમાન આપ્યુ .પરીણામે
જ્ઞાતીવ્યવસ્થા ટકી રહી છે. આનો અંતીમ બોજો દલીતોને માથે આવી પડ્યો છે કારણકે
હિન્દુ સમાજવ્યવસ્થામા તેઓ તળીયે ગોઠ્વાયેલા છે. હવે શુ ? તેનો કોઇ ઉપચાર છે ? સવર્ણનેતાઓએ
અને લેખકોએ તેનો ઉપચાર બહુ સીફતપુર્વક દલીતોને માથે નાંખી દિધો છે જેથી તેમણે કશુ
કરવાનુ આવે નહી. અને આ બીમારીનો કસુર દલીતોને માથે રહે.
“ સામાજીક પરીવર્તન
...” પુસ્તકમા પ્રખર
આમ્બેડકરવાદી શ્રી રમેશચન્દ્ર પરમારે “ થોડુક પ્રાસંગીક “ પ્રકરણમા ઘણી
અગત્યની વાતો લખી છે. જેવી કે અનામત વીરોધી આન્દોલન્મા અગ્રેસર રહેલી પટેલ કોમ શીક્ષણમાપછાત
હોવાને કારણે 19મીસદીમા તેમનેમાટે સ્કુલોમા અનામતો રાખવામા આવેલી . માત્ર એટલુજ
નહી પણ પટેલોને પછાત અને શુદ્રો તરીકે ગણવામા આવતા હતા. 2.સામાજિક અવહેલલના અને
ત્રાસ ને કારણે બ્રાહ્મણ,ક્ષત્રીય અને વૈશ્ય સીવાયની કારીગરી અને મહેનતકશ જાતીઓએ મોટા પ્રમાણમાં સ્વામીનારાયણ
સમ્પ્રદાય સ્વીકાર્યો 3. મહારાશ્ટ્રનીજેમ
ગુજરાત્મા અસ્પ્રુશ્યતાસામે અવાજ ઉઠાવવા કોઇ આગેવાન ઉત્પન્ન થયા નહી. 4.
ખ્રીસ્તી મીશનરીઓએ તેમજ મુસ્લિમોએ દલીતોને શીક્ષણ આપીને
સામાજીક પરીવર્તનના ચક્રને ગતી આપવાનુ ઐતીહાસીક કામ કર્યુ છે. 5.દલીતોમા
રહેલી આંતરીક ક્ષતીઓને કારણે ધર્માંતર કરી માનવીય જીવન જીવવાની મહેચ્છા પાર પડી
નથી. શ્રી રમેશચન્દ્ર પરમારની આ વાત સત્ય છે કારણ કે ઉપલી જ્ઞાતીઓને પોતાની જ
બીમારી નડે છે. જેમ કોઇ
રક્તપિતીયો રોગ પોતાનો હોય , પણ બીજાઓને છેટા રાખવા બૂમાબૂમ કરે તેવી આ વાત છે ખક
પાના નમ્બર 37-38 પર જણાવે છે તેમ
વડોદરાના રાજા ગાયકવાડે અમરેલી
તાલુકામા દલીત વિદ્યાર્થી તેમજ વીદ્યારથીની ઓ માટે કુલ્લે 15 શાળાઓ તેમજ બોર્ડીંગો સ્થાપી પરંતુ તેમા શીક્ષકો
તરીકે જવા કોઇ બેકાર હિન્દુ તૈયાર ન હોવાથી મુસલમાન, પારસી અને ખ્રીસ્તી શીક્ષકો
મુકવા પડેલા. આમ છતા પણ દલીત વિદ્યાર્થીઓની સંખ્યા 1,63,176 ની વસ્તીમાથી માત્ર 1725 જેટલા જ દલીત વિદ્યાર્થીઓને
તેમા દાખલ કરી શકાયા હતા.આ કારણે અમરેલીના
દલીતો શિક્ષણમા આગળ ને આગળ રહ્યા છે.તેમા
અગ્રેસર રાઘવજી લેઉઆ જે ગુજરાત વિધાનસભાના
સ્પીકર બન્યાઅને પ્રેમજી લેઉઆ જે ત્રણેક ટર્મ સાંસદ રહેલા.
,
લેખકે ઈ.સ. 1094-1143 ના
કાળમા સહશ્ત્રલિંગ તળાવના ખોદકામ વેળા એક માયા નામના દલીતનો ભોગ ધર્યો તેની વાત
લખી જણાવ્યુ છે કે બલીદાનના બદલામા માયાએ
રાજા પાસેથી એવુ વચન લીધુ કે દલીત લોકોને
ગામ બહાર રહેવાની ફરજ પડાય છે તે બન્ધ કરવુ એટલે કે તેમને ગામમા રહેવા દેવા ( આ
વચન ગાએ આમ્બેડકરને આપેલા વચન જેવુ સાબિત થયુ , કોઇ અમલ થયો નહી, બલીદાન લઈને ઉપલી
જ્ઞાતીઓ પોતાની ફરજ સીફતપુર્વક ભુલી ગઈ.)
આ પહેલા 1751 મા
પુના જીલ્લાના ખેડ તાલુકાના દાવડી ગામે એવો પ્રસંગ બનેલો કે વડોદરાના મહારાજા ગાયકવાડે
તે ગામપર કબ્જો કર્યાબાદ એક
કીલ્લો ચણાવવાનુ શરૂ કર્યુ પરંતુ કીલ્લાની દીવાલો
અવારનવાર પડી જતી હતી તેથી
ગાયકવાડે દૈવી શક્તીને રીજવવામાટે કાળૂ માંગ નામના મહારને તેની પત્ની સહીત “ રાજ્ય પ્રત્યેની
ફરજ “ અદા કરવાને
સમજાવ્યા. પરીણામે બન્નએ પોતાના બલીદાનો આપ્યા.તેના બદલામા થોડાક વચનો લીધા આ ઘટનાના દસ્તાવેજી પુરાવા મળે છે પરંતુ
શહસ્ત્રલીંગ વાળી ઘટનાના કોઈ દસ્તાવેજી પુરાવા મળતા નથી.
દલીતોમા પણ ઉંચનીચ જેવા
ભેદભાવો હતા જેમ ધન્ધો અશુધ્ધ તેમ જ્ઞાતીનુ વજન ગણાતુ ,ઘણાબધા લોકો એકી સાથે અમુક
ધન્ધામા પડતા ત્યારે તે ધન્ધામા તેમ્નુ નામ જોડાઈ જતુ દા.ત. રસ્તાઓની સફાઈ મા અમુક
કોમ મોટા પ્રમાણમા દાખલ થતી તો સફાઈ કામ સાથે તેમનુ નામ જોડાઈ જતુ , એજ રીતે
સંડાસની સફાઈ મા જે લોકો એકીસાથે જોડાયા તેઓ વધુ “ હલ્કા “ ગણાયા અને તેમ્ની
હાલત સૌથી નીચી બની ગઈ.પછી તેમ્ના મહોલ્લા પણ અલગ થયા અને તેમ્ની જ્ઞાતી અલગ બની
ગઈ. આ રીતે દલીતોમા પણ ઉંચા-નીચા એવા ભેદભાવો સર્જાયા જે અત્યારસુધી ચાલુ રહ્યા
છે. . શ્રી આઈ.પી.દેસાઈએ જે પુસ્તક લખ્યુ તેમા તેમણે જણાવ્યુ છે કે અનેક ગામડાઓમા
વણકર કરતા ચમાર નીચા , ચમારો વળી વાલમીકીઓને પોતાના કરતાં નીચા સમજે છે ! 1985 મા
ખેડા જીલ્લાના ગોલાણા ગામે દલીતો પર જે અત્યાચાર થયેલો ત્યાં જાન્યુઆરી 2011 માસમાં અમુક કાર્યકરો જાતતપાસ માટે ગયેલા
તો તેમને ઘણો આઘાત જનક અનુભવ થયો કે વણકરો હજી વાલમીકીઓથી અંતર રાખે છે , જો આપણે
જ આવી રીતના ભેદભાવ અન્દરોઅન્દર રાખીએ તો સવર્ણોને કયે મોંએ દલીતોજોડેની આભડછેટ નાબુદ કરવાનુ કહી શકીએ ? શ્રી આઈ
.પી.દેસાઈએ કરેલા સર્વેમા તેમણે સૌરાષ્ટ્રના કેટલા ગામડાઓમાં વણકરો,ચમારો અને વાલમીકિ જ્ઞાતીઓના લોકોને પોતાને કુવે પાણી ભરવા
દેતા નથી તેનુ સવીસ્તર કોષ્ટક બનાવી આપણી સામે મુક્યુ છે ,આ વાંચી આપણુ હ્રદય
વલોવાય છે.
હવે મકરન્દ મહેતાની વાત પર આવીએ. 19 મી સદીમાં આ
જ દલીત જનતાની કેવી હાલત હતી તે સમજવા જેવુ છે. દલીતોને સમાજજીવનમાં ઉપર જવાની ઘણી
મહેચ્છા હતી તેથી તેઓ ન્યાતના અનુસન્ધાને પોતાની જાતને ઉંચી જ્ઞાતીમા ખપાવવાની
કોશીશ કરતા, “ બધાજ દલીતો ગરોડા અને તુરી જેવા તેમના ગોર અને વહીવંચા
દ્વારાપોતાની
4.
જાતને ક્ષત્રીયવર્ણમા
ખપાવવાની તરકીબો કરતા .વણકરોએતો જાહેર કર્યુ કે લેઉઆ અને કડવા કણબીઓ તો તેમના ભાયાત છે.તેમની દલીલ એ હતી
કે લેવા અને દેવા નામના બે સગા ભાઈઓ કણબીઓ અને વણકરોના પુર્વજો હતા.તેમણે બીજો
દાવો એ પણ કર્યો કે પરશુરામે જ્યારે
પ્રુથ્વી નક્ષત્રીય કરવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે કેટલાક ક્ષત્રીઓએ તેમનાં જીવ
બચાવવા હલકી વરણનો સ્વાંગ સજીને પોતાનો જીવ બચાવી લીધો પણ ત્યારબાદ તેમને હલકા
વરણમા જ રહેવાની ફરજ પડી. ( R E Enthovan, The Tribes and Castes of
Bombay, 3 Vol No 1 page 32 ). બધાજ દલીતોની કેટલીક
સામાન્ય ખાસીયતો હતી, તેઓ ગાય, ભેંસ ,બકરી, ઘેટુ,સસલૂ અને કબુતરનુ માંસ ખાતાઅને
દારુ, તાડી અને અફીણનુ સેવન કરતા....જાત્રાના ધામોમાં મન્દીરોની બહાર ઊભા રહીને દૂરથી મુર્તીના દર્શન કરવામાં અથવા
મન્દીરના શીખરપરની ધજાને દુરથી જોવામાં તેઓ ધન્યતા અનુભવતા. આ ઉપરાંત બધી
જાતના દલીતો મુસલમાન સંત ફકીરને અને પીરને માનતા તેમની
કબરપર ફુલ ચડાવતા અને અવારનવાર મસ્જીદોમા પણ જતા. ( આર ઈ ઈંથોવાન પાના નમ્બર 322-328) . આ દલીતોએ ઉચ્ચ
વર્ણની જ્ઞાતી સંસ્થા તેમજ તેમનાં દેવ
દેવીઓ અપનાવ્યા હતા તેમના મુલ્યો અને રીતરીવાજો નહી.”
ગરોડા અને તુરીની વસ્તી દલીતોની
વસ્તીના માત્ર 2.81 હતી પણ તેઓ દલીતોના અહમને પોશવાની કુનેહ ધરાવતા હતા.સુરતમા 60
વર્ષ પહેલા અમારી ,નજીકમા એક તૂરી કુટુમ્બ રહેતુ હતુ, ત્યાં માંગણકોમના અનેકો આવતા
રહેતા , તેઓ પૈકી એક મેણીયા નામના વાર્તાકારો આવતા જેમનુ કામ માત્ર ને માત્ર નવી
નવી વાર્તાઓ ખોળી કાઢી દલીતોનુ મનોરંજન કરવાનુ રહેતુ , જે કાર્યમા ક્રીયેટીવીટી ની
જરુરીયાત વધુ રહેતી.તેમનો બુધ્ધીગુણાંક મને ઉંચો લાગતો.તેઓ જે પ્રમાણમા પૈસા મળે
તે પ્રમાણે દાનવીરને ઉંચે ચઢાવતા. . દા.ત. મુમ્બઈના એક શેઠ લખધીર સોલંકી હતા તેમને પ્રતીશ્ઠાવાન બનવુ હતુ તેથી તેમણે
તુરી બારોટોને દાનમા હીરામાણેક (આમાં જે વસ્તુનુ દાન કરવાનુ હોય તે વસ્તુ ભૌતીક
રીતે આપવાની ન હોય પરંતુ તેના પ્રતીકરુપે અમુક રકમ દાન તરીકે ચુકવવાની હોય, દા.ત. ઊંટ,હાથી,ઘોડા અપાતા પરંતુ
એવા જાનવરો હાજર કરીને અપાતા નહી , ઊંટ (જેને સાંઢીયો કહેવાતો )ની કીમ્મત 200/- તો
હાથીની 250 , ઘોડાની 150 ગણાતી) આપ્યા અને તુરી બારોટોએ તેમની વાહવાહ બોલાવી દીધી
! થોડોક સમય આ પ્રતિશ્ઠા ચાલી પરંતુ અન્ય કોઈને તેમની આ પ્રતીષ્ઠા ગમી નહી અને તેમના હીરા માણેક કરતાં
પણ મોટુ દાન આપવાની તૈયારી કરી અને મોટી ન્યાત ભેગી કરી સમુદ્ર અને હંસ દાનમા
આપ્યા ! જેથી પેલા મહાશયના હીરામાણેક
તો આ હંસ ચરી ગયો ! ! આ બધુ હાસ્યાસ્પદ
લાગે છે . આ ઘટના 1960-1970 ના દાયકામા બની હતી . તે વખતે જે દલીત બે પૈસે સધ્ધર
થતો તે ક્યા તો બીજા ત્રીજા લગ્ન કરતો અથવા તુરી બારોટેને રવાડે ચડી આવી પ્રવ્રુત્તિ
મા રાચતો ,પરંતુ જ્ઞાતિનુ શીક્ષણનુ ધોરણ ઉંચે આવે તેવી પ્રવ્રુત્તિમાં ખર્ચ કરતા
નહી. આ સમયના 25-30 વર્ષ પહેલાના જમાનામા 7મુ ધોરણ પાસ થનારો માસ્તર કહેવાતો ,
એટલી હદે શિક્ષણનુ પ્રમાણ નીચું હતું.
આવી પરિસ્તિથિમા દલીતોની હાલત કેવી હતી
તેનો ચીતાર આપણને મકરન્દ મહેતાએ આપ્યો છે. તેમનો અભ્યાસ ઇ..સ 1900 મા પુર્ણ થાય છે
, જ્યારે ઉપરના પેરેગ્રાફમા જણાવેલી ઘટનાઓ તો ત્યાર પછીના 60 વર્ષ પછીની છે તે
પરથી
.ખ્યાલ આવશે કે 19મા સૈકામા દલીતોમાં
કેટલી માનસીક પછાતતા હશે. તેમની સરખામણીમાં
ઉપલી જ્ઞાતિઓ ઘણી જ આગળ હતી તે બાબતમા કોઈ શંકા જ નથી. દલીતો વર્ણવ્યવસ્થાની અરાજકતાનો ભયંકર ભોગ બનેલા હતા
અને આખો હિન્દુ ધર્મ તેમની વિરુધ્ધ હતો. ત્યાં
સુધી કે મનુસ્મ્રુતિમાં જેમની વિરુધ્ધ આભડછેટના આદેશો હતા તે શુદ્રો જેઓ
હિન્દુ સમાજવ્યવસ્થાના એક ભાગ હતા (દલીતોનો સમાવેશ હિન્દુ સમાજ વ્યવસ્થામાં થતો ન
હતો અને આજે પણ થતો નથી અને તે કારણે આભડછેટ અને મન્દીર- પ્રવેશ- પ્રતીબન્ધ અમલમાં
છે . દલીતોની ગણના હિન્દુ તરીકે માત્ર હિન્દુઓની વસ્તીની ટકાવારી વધુ દેખાડવા માટે
જ હિન્દુ તરીકે થાય છે તે સમજી લેવાની જરૂર છે ) હાલમાં પણ ગામડાઓમાં સામાજીક પરિસ્તિથિમાં
કોઇ નોંધનીય સુધારો થયો નથી અને મોટાભાગના
હિન્દુઓ આજે પણ દલીતોને હિન્દુ સમાજની
બહારના ગણે છે પણ દલીતો પ્રત્યે ધ્રુણા
રાખતા થયા આતો “ કુંડુ હસે કથરોટને “ જેવો ઘાટ થયો., ધોબી,
હજામ,દરજી ,સુથાર, લુહાર, કડીયા જેવા
મજુરો દલીતોથી અંતર રાખવામા પોતાની મોટાઈ સમજવા લાગ્યા . મકરન્દ મહેતા દલીતો આવી સ્થિતિમાં કેવી રીતે આવી
પડ્યા તે અંગે થોડુંક ચિંતન કરી જણાવે છે કે
“ દલીતોના વ્યવસાયોમાં
કારીગરીના તત્વોની ઉણપ હોય ત્યાં સુધી તેમને માટે
આર્થીક દરજ્જો વધારવાનુ અને તેને
કારણે “શુધ્ધતા “ ( પ્યોરીટી )
ના ક્રમમાં ઉંચે આવવાનુ અશક્ય હતુ. “ કારણ
કારિગરી (સ્કીલ્ડ જોબ્સ ) ના બધા જ ધન્ધાઓ તો શુદ્રોએ હસ્તગ્રસ્ત કરી
લીધા હતા અને તેઓ દલીતોને એ ધન્ધાઓમા પેસવા દે તેવી કોઇ શક્યતા જ ન હતી. , બીજુ
ધન્ધા ઓમાં પડવા માટે શુદ્રોસાથે એ નીકટતાનો વ્યવહાર પણ દલીતો આદરી શકે તેમ ન હતા
કારણ કે એ પ્રમાણેના સમ્બન્ધો તેમની વચ્ચે
ન હતા. અને તેવા સમ્બન્ધો સ્થપાય તેવી કોઇ સમ્ભવીતતા જ સામાજીક વાતાવરણે રહેવા
દીધી ન હતી.
આ અંગે અમદાવાદની
ઘટના યાદ કરવા જેવી છે.મીલોમાં દલીત મજુરો કામે લાગ્યા તો ત્યાં કામ કરતા
ઉંચાવર્ણના મજુરોએ વીરોધ કરેલો.અને મિલોમા મજુરી મેળવવી અઘરી બની ગયેલી. ( બોમ્બે
ગેજેટ ગ્રંથ 4 ઇ.સ. 1879 પાના નમ્બર 132-133 ) મિલોમાં મજુરી
કામ પણ જ્ઞાતી પ્રમાણે વહેંચાઇ ગયેલુ. બ્રાહ્મણ મજુરો ગાંસડી બનાવતા, વાણીયા મજુરો
કોકડી ખતામાં, કણબી મજુરો વણાટ ખાતામાં ,મરાઠા અને પરદેસી મજુરો કાર્ડીંગ ખાતામાં, તો મુસલમાન , કોળી વાઘરી,
બાવચા,અને મારવાડીઓને “ મજુરીયા “ તરીકે પસન્દ કરાતા.
( પાના ન 15 )
બોમ્બે ગેજેટ ,
રેવાકાંઠા ,નારુકોટ , ખંભાત અને સુરત ના
ગ્રંથ 6 પાના ન 203-204 પર જણાવવામા આવ્યુ
છે કે “ 19મી સદીના પાછલા
ભાગમાં બ્રીટીશ સરકારની જમીન મહેસુલ નીતી વધુને વધુ શોષણખોર બનતી જતી હોઇ કણબી
જેવી કાર્યકુશળ અને મહેનતુ કોમના હાથમાંથી જમીનો શાહુકારો પાસે જવા માંડી અને કણબીઓ તેમજ દલીતોથી ખેતી તરફ વળાય તેમ ન હતુ . આ કારણથી કણબીઓ જેવી રીતે મીલમજુરી, રેશમવણાટ અને કાચ બનાવવાના ધંધા તરફ વળ્યા અને દલીતો મોટે ભાગે મોચીકામ તરફ વળ્યા.આમ ધન્ધાઓમા જ્ઞાતીવાદે
જબરજસ્ત પ્રભાવ પાડ્યો જેમા કણબીઓએ પોતાની
એક્તા અને મહેનતને કારણે શુધ્ધ ધન્ધા પકડી લીધા અને દલીતોને ભાગે અશુધ્ધ ધંધા રહ્યા.
ધંધાઓનુ
ઘમ્મરવલોણુ 19મી સદીમા જબ્બરજસ્ત વેગથી
ફરવા માંડેલુ . ઘણા દલીતોએ ચામડાનો ધંધો સ્વીકારી લીધો તો વળી જે મોચીઓ હતા તેમણે મન્દીરોમાં મુર્તીઓના આભૂષણો , મુગટ બનાવવાના
ધંધા કરવા માંડ્યા. બનતા સુધી આ બધા આંગીવાલા કહેવાયા અને સુરતમા
નવસારીબજાર થી હનુમાન
ચારરસ્તા સુધીના વીસ્તારમાં બન્ને કોમોની
દુકાનો અડોશપડોશમા છે.મોચીઓ સ્વામીનારાયણ પંથમા દાખલ થયા ,માંસ અને દારુ છોડવા
લાગ્યા , આવા વટલાયેલા લોકો અસલ મોચિઓને “ હલકા “ ગણવા લાગ્યા તેમજ
તેમની અલગ ન્યાત પણ અલગ બની ગઈ. !
આ બધા ફેરફારોથી
એક બાબત ઉડીને આંખે વળગે છે અને તે એ છે કે
જે જ્ઞાતીઓ સમય પારખીને હિન્દુઓની માનસીકતા સમજી ગઈ અને આધુનીકતા અપનાવી ,
નવી રીતરસમો , ઉત્પાદનના નવા તરીકાઓ એટ્લેકે ટેકનોલોજી , તેમજ આહાર ,વાણી-વર્તનમાં
થોડાક ફેરફારો અપનાવ્યા તેમને નવા ધંધા શરુ કરવામા કોઈ તકલીફ પડી નહી કારણ જેમની પાસે ખરીદ શક્તી હતી તેમણે તેમને નવા
ધન્ધાઓમાં અપનાવી લીધા ,ઉલ્ટા જેઓ નવા સમય
પ્રમાણે પરીવર્તન કરવા માગતા ન હતા તેઓ હિન્દુ સમાજ વ્યવસ્થામા હતા ત્યાંને ત્યાં જ
રહી ગયા હતા. સમય પારખી પરીવર્તન
સ્વીકારી લેનારા લોકો “ શુધ્ધતા “ ની સીડી જડપભેર ચઢી
જતા હોય છે. 19મી સદીમા આવી અનેક જ્ઞાતીઓ
ઉત્પાદન અને સેવાઓને ક્ષેત્રે ( દા.ત. દાક્તરી, વકીલાત, દલાલી , સરકારી
નોકરીઓ વીગેરે ) પરીવર્તન અપનાવી ઉંચે આવી ગઈ છે.એક્વાર એક
પગથીયુ ઉંચે ચડે એટલે તેમણે પતાની અસલ કોમ સાથેના
સંબંધો પર પુર્ણવીરામ મુકી દેવુ પડે છે નહીં તો તેમને નવી જ્ઞાતી ની નવી
ઓળખ મળતી નથી અને તેઓ અસલ જ્ઞાતીને નામે જ ઓળખાયા કરે !એક પગથીયુ ઉંચે ચડનાર
નીચેના પગથીયે ઉભેલાઓને લાત મારતા થઈ જાય એવો એક સામાન્ય સીરસ્તો દેશભરના સમાજીક
પ્રવાહોમા જણાઈ રહ્યો છે.
આવી સામાજીક
પ્રક્રીયામાં ગુજરાતમાં અનેક સમ્પ્રદાયો નો ઉદ્ભભવ થયો. તેમાં મુખ્યત્વે 1. પીરણા પંથ અને 2. સ્વામીનારાયણ પંથ હતા. લેખકે હિન્દુ ધર્મની રુઢીચુસ્તતાના વીરોધમાં જે નવા સંપ્રદાયો બન્યા તેનુ નીરુપણ બહુ સરસ
રીતે પાના નં 21 પર કર્યુ છે. તેમના શબ્દોમાં “ હિન્દુ-મુસ્લીમ સંસ્કારોના મીશ્રણરુપ પીરણા
પંથમાં કુંભાર, આંજણા, લેઉઆ, અને કડવા કણબી,કાછિયા,કોળી, ગોલા, ઘાંચી, અને
હિન્દુઓમાંથી મુસલમાન થયેલા મોમનાઓ જોડાતાં , તેમની ન્યાતોમાં ખળભળાટ થયો કારણકે આ પંથમાં દાખલ થયા બાદ કેટલાક લોકોએ તેમની જુની જ્ઞાતીના રીતરીવાજો ચાલુ રાખ્યા હતા , તેઓ રોઝા
કરતા અને નમાઝ પઢતા હતા.કણબીઓને જ્યારે તેમની ન્યાતના પંચે આ પંથનો ત્યાગ કરવાનો હુકમ કર્યો ત્યારે તેઓ તે
છાનીછુપી રીતે પાળવા લાગ્યા.આથી તેમને ન્યાતબહાર કરવામા આવ્યા પણ પાછળથી તેમની
પાસેથી દંડ વસુલ કરીને નાતમાં પાછા દાખલ કરવામાં આવ્યા. ( તારાચન્દ મોથીચન્દ પટેલ,” પીરાણા વીશે બુધ્ધીપ્રકાશ
, ડીસેમ્બર“
1871 પ્રુ 273-280 ) ગાયકવાડ સરકાર તો “
પીરાણા- મુસલમાની ધર્મ “ એટલી બધી ગભરાઈ ગઈ કે તેનો ફેલાવો અટકાવવા સરકારે જુન 1820 માં સમ્પ્રદાયના ધર્મગુરુઓ –
કાકા – ઉપર દંડ નાખ્યો. ( વડોદરા ગેઝેટ ,
હીસ્ટોરીકલ સીલેક્સનસ ફ્રોમ બરોડા સ્ટેટ
રેકર્ડ્સ 1801-1825 વોલ્યુમ 7 પ્રુ 928-933 )
સ્વામીનારાયણ સંપ્રદાય:
હલકી વરણના માણસોના સંસ્કારને “શુધ્ધ
“ બનાવવામાં તેમજ
શુદ્રોનો સામાજિક મોભ્ભો ઊંચો લાવવામાં સ્વામીનારાયણ સંપ્રદાય મહત્વનો
પુરવાર થયો. તેણે ઝડપથી શુદ્રોની “ ભરતી “કરવી શરૂ કરી....મુસલમાન ખોજા તેમજ પીરણા -પંથી કણબીઓએ
તો સેંક્ડોની સંખ્યામાં આ ઊગતા પંથમાં ઝંપલાવ્યુ...વાઘરી, ભીલ તેમજ કોળી લોકોને
મન્દીરોમાં પાર્ષદો તરીકે રોજી આપીને તેમને મન્દીર પ્રવ્રુત્તી સાથે સંકળ્યા.તેના સ્થાપક સહજાનન્દે 1817 માં તેમના સત્સંગીઓને લખેલા પત્રમાં અનેક્ ઘાંચી,મોચી,
દરજી,સુથાર, ભાવસાર, ગોલા , બારૈયા , કણબી, ઠક્કર અને રાઠોડ અનુયાયીઓને
વ્યક્તીગતરીતે યાદ કર્યા હતા.સ્વામીનારાયણ અને બીજા કેટલાક સમ્પ્રદાયોના મુખ્ય
અનુયાયીઓ શુદ્રો હોઈ સ્વાભાવીકરીતે જ આ
સમ્પ્રદાયોની આવકનાં મુખ્ય સાધનો કારીગરીના
વ્યવસાયમાંથી જ ઉત્પન્ન થતા હતા.
દલીતો પણ આ સમ્પ્રદાયોમાં
દાખલ થયા. અમુક દલીતો ખાસ કરીને વણકરો બીજમાર્ગી
, રામાનન્દી,અને સ્વામીનારાયણ પંથમાં જોડાયા. ભંગી લોકો રામાનન્દ, કબીર,અને
નાનકપંથમાં અને શેણવાઓ બીજમાર્ગી, રામાનન્દી,તથા સ્વામીનારાયણ પંથોમાં જોડાયા ( Bombay Gazeteer vol ixpage 336, 347 cited by G H Desai and A B
Clarke pp 133-137 ) પણ
વર્ણવ્યવસ્થા હિન્દુ ધર્મનો આધારસ્થમ્ભ હોઇ
અને સમ્પ્રદાયોમાટે ધન્ધાકીય દ્રષ્ટિએ વર્ણાશ્રમ ધર્મનુ પાલન
કરવુ વ્યવહારૂ હોઇ દલીતો તે સમ્પ્રદાયોમાં દાખલ થવા છતાં તેમને માટે મન્દીરનાં બારણાં બંધ
હતા.
સહજાનન્દ સ્વામીએ
એક દલીત બાઇને મન્દીરના ખૂણે બેસાડવાની બાબતમાં પણ પીછેહઠ કરવી પડી હતી કારણ એક
ખાચર ( જે ભરવાડ કોમ છે ) બાઇએ તેનો વીરોધ કર્યો હતો. લેખકે પ્રુ. 23 પર નોંધ્યુ
છે કે તે જમાનામાં દલીતોને નોકર
તરીકે રાખવા બદલ પણ સવર્ણોને
જ્ઞાતી બહાર મુકવામાં આવતા હતા. અને જો તેઓ સરકારી નોકર હોય તો નોકરીમાંથી
બરતરફ કરવામાં આવતા. આમ કહી ને તેમણે
સિધ્ધપુરના બાલક્રુશ્ણ શાશ્ત્રી જે
સરકારનો પગાર મેળવતા પૂજારી હતા
તેનો દાખલો આપ્યો છે. તેમાં પૂજારીએ
એક દલીત બાઇને નોકરીએ રાખી તો ગાયકવાડ સરકારે તેમને નોકરીમાંથી બરતરફ કર્યા હતા. શાશ્ત્રીએ બચાવમાં એમ કહ્યુ
કે “ તે દલીત હતી તેની
તેને ખબર ન્હોતી “ અને તેણે માફી માંગી ત્યારે સિધ્ધપુરના અને
વડોદરાના સરકારી બ્રાહ્મણોએ તેમને શરતી માફી આપી પરંતુ તે પહેલા
પૂજારીએ દેહશુધ્ધીનુ પ્રાયષ્ચીત કરવુ
પડ્યુ હતુ. અને ત્યાર બાદ જ તેમને ફરી
નોકર્રીએ લેવાયા હતા.આ એ સિધ્ધપુર હતું જ્યાં રાજા સિધ્ધરાજ ના જમાનામાં જહેર
તળાવમાટે માયા નામના એક દલીતે પોતનો ભોગ
આપ્યો હતો અને એજ તળાવમાંથી આખું શહેર હજાર વર્ષથી પાણી
પીતુ હતુ. .
રમેશચન્દ્ર પરમારે
પ્રુ 46 પર આવી એક ઘટના દર્શાવી છે. આ
ઘટના માસ ઓક્ટોબર 1871 ની છે. પૂનાની પંચહિન્દ
મીશન સ્કુલ માં જસ્ટીસ રાનડે અને લોક
માન્ય તીલક તથા અન્ય વીદ્વાનોએ પ્રવચનો કર્યા પછી ખ્રિસ્તીઓએ આપેલા ચા-પાણી પીધા
તેને પગલે પુનાના રુઢીચુસ્ત બ્રાહ્મણો ઉશ્કેરાઇ ગયા અને બન્ને વિરુધ્ધ આન્દોલન ઉભુ કરી દીધુ. શંકરાચાર્ય સુધી આ વાત
પહોંચાડવામાં આવી અને શંકરાચાર્યે બંનેને
પ્રાયષ્તીત કરવાની સજા કરી. લોકમાન્ય
તીલકે કાશી જઈને વીધીગત રીતે પ્રાયષ્તિત
કર્યુ જ્યારે જસ્ટીસ રાનડે એ જાહેર માફી માંગી. પ્રાયષ્તીત કર્યુ .આ બન્ને માટી
પગા નેતાઓ હતા.
આની સરખામણીમાં શ્રી રમેશચન્દ્ર પરમારે એક બીજી ઘટના પણ ટાંકી જણાવ્યુ છે કે કોલ્હાપુરના રાજવી શાહુ મહારાજ્ને તેમના
રાજપુરોહીતે એક વીધી કરતી વેળા એમ કહી
દીધુ કે “ તમે તો શુદ્ર છો અને શુદ્રને વેદમંત્ર સાંભળવાનો
અધીકાર નથી “ એમ જણાવી અપમાનીત
કર્યા ત્યારે શાહુ મહારાજે રાજપુરોહીત
તરીકે તેને મળેલી જમીન-જાયદાદ જપ્ત કરી લીધી. શંકરાચાર્યે રાજપુરોહીતનું સમર્થન
કર્યુ પણ તેને બીક લાગી કે આ શાહુમહારાજ તો આંબેડકરનો મીત્ર છે કદાચ જેલમાં પુરી દેશે એટલે તે બીકના માર્યા
પુના ભાગી ગયા આ વખતે લોકમાન્ય ટીલકે પેલા બ્રાહ્મણ રાજપુરોહીતનો પક્ષ લઈ પોતાના “ કેસરી “ પેપરમાં શાહુ
મહારાજની સખત ટીકાઓ કરી હતી.. આવી કક્ષાના માણસો રાષ્ટ્રીય કક્ષાના નેતા ગણાયા હતા
કારણકે મીડીયા એવાઓના હાથમાં હતું જે બધા
કોઇ અભણ ન્હોતા કે નાસમજ પણ ન હતા પરંતુ
હાડોહાડ રુઢીચુસ્ત હતા .વર્ષો પછી ઉત્તર પ્રદેશમાં બ.સ.પા.ના મુખ્ય મંત્રી માયાવતીએ
એક જિલ્લા નું નામ “ શાહુ મહારાજ જિલ્લો
“ રાખ્યુ જ્યારે મહારાષ્ટ્રમા ટીલકના નામનો કોઇ તાલુકોતો શૂં ગામ
પણ બની શક્યું નથી. ! આ વાત થઈ પોતાને
ઉંચા અને હિન્દુઓના વરીષ્ટ ગણાવતા લોકોની પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સામાન્ય
દલીતની શી હાલત હતી તે જરા સમજી લઈએ.
અમદાવાદમાં
પ્રથમ આગગાડી તા. 20મી જાન્યુઆરી 1963
ને દીવસે આવી તે દીવસે ત્યાંના લોકોએ
હારતોરા કરી તેને વધાવી લીધી હતી. પરંતુ આગગાડીએ તો જનતાને એક કરવાનુ કામ
કરવા માંડ્યુ જે માટે હિન્દુઓ માનસીકરીતે તૈયાર ન્હોતા.આગગાડીએ સગવડ તો પેદા કરી
પરંતુ તેણે તો હિન્દુ સમાજમાં રહેલા રુઢી વાદનેડહોળી તેને બહાર લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો. આ અંગે થોડાક
પ્રસંગો આંખ ખોલે એવા છે
પ્રસંગ 1 : જુન
1863 માં એક શીક્ષીતે જેણે પોતાની ઓળખ એક લેખક તરીકે આપીહતી તેણે એક
સામયીક જેનુ કાર્ય સમાજમાં શિક્ષણ ને સમાજસુધારણા ફેલાવવાનુ હતું ( ! )તેમાં લખ્યુ કે “ ભાઇઓ આજે લોકો
પૈસાને જુએ છે પણ પૈસા તો દલીતોને ઘેર પણ હોય ( અહીં તેણે “ દલીતો “માટે અપમાનજનક શબ્દ
વાપર્યો હતો ) તેથી શું કુળવાન થઈ ગયો ? હું ગઈ કાલે જ ભરુચથી આગગાડીમાં બેસીને
આવ્યો છું જે ડબ્બામાં હું બેઠો હતો તે જ ડબ્બામાં કેટલાક ઢે.. સારા લૂગડા પહેરીને બેઠા હતા તેથી પહેલાં તો મેં તેમને ઢે .. તરીકે જાણ્યા જ નહીં. પણ વાતચીત
કરતા માલામ પડ્યુ કે એ તો ઢે.. છે. શું કરું ભાઇ ,સઘળા પહેરેલા લૂગડા પળાળી નાંખવા
પડ્યા. તેણે કરેલી સહી પરથી તે એક શીક્ષીત સવર્ણ હતો એવું લાગે છે, જો કે તેનામાં
પોતાનું નામ જાહેર કરવાની નૈતીક હિંમત ન હતી એટલે તેણે “ મો.ભો “ નામે સહી કરી હતી.
( 2)
આગગાડી આવ્યાના 8 વર્ષપછી પણ
સવર્ણોના માનસમાં કોઇ ફેર પડ્યો ન હતો. એક
દાખલો સુરતથી પ્રગટ થતા “ગુજરાતમિત્ર “ દૈનીકનો નોંધવા
જેવો છે. તેણ તારીખ 12.2.1871 ના પેપરમાં
લખ્યું કે “ સુરતના શેઠીયાઓ અને
બીજા આબરુદાર લોકોએ સરકાર સમક્ષ ફરીયાદ નોંધાવી છે તે છતાં તેમને ઢેડ અને ભંગી જેવી હલકી વરણ સાથે બેસાડવામાં આવે છે.તે એક શરમનો વિષય
છે.ઢેડ અને ભંગીને અલગ ડબ્બામાં બેસાડવા જોઇએ..” ( બોમ્બે સરકાર
રેપોર્ટ ....14.જુન 1873 પ્રુ 9-10 )
(3) અમદાવાદથી
પ્રગટ થતા “ અમદાવાદ સમાચાર “ એ તા. 4.6.1873 ના રોજ લખ્યુ કે
,” મહારાણી
વીક્ટોરીયાના ઢંઢેરા ( 1858 ) એ વચન આપ્યું છે કે
હિન્દીઓની ધાર્મીક બાબતમાં
હસ્તક્ષેપ કરવામાં નહીં આવે.છતાં પણ રેલ્વેના ડબ્બામાં બ્રાહ્મણ-વાણીયાઓ
અને અસ્પ્રુશ્યો-ને સાથે બેસાડીને હિન્દુઓની લાગણી કયા કારણસર ઉશ્કેરવામાં આવી રહી છે ? હિન્દુઓની
લાગણીને માન આપીને હાયકોર્ટ પણ ઢ અંને ભં ને
કોર્ટોની રુમમાં પથરાયેલી જાજમો સુધી
પવેશવા દેતી નથી.” આ પેપરના તંત્રી
લાલુભાઇ સુરચન્દે તા. 18.7.1873 ના અંકમાં
લખ્યુ , “ મને પણ 17.6.1873 ના રોજ અમદાવાદથી જતા કડવો અનુભવ થયો
છે. અને જો રેલ્વે કમ્પની હલકી વરણના
લોકોને ઇલાયદા ડબ્બાઓમાં નહીં બેસાડે તો
નેટિવ હિન્દુઓ તેમના ઊંટ અને બળદગાડી જેવા
પુરાણા વાહનોનો ઉપયોગ કરતા ખચકાશે નહીં “ ( બોમ્બે સરકાર
રેપોર્ટ તા. 21.6.1873 પ્રુ. 10 )
આ બધાને ટપી જાય અને
કંપારી છુટે તેવી એક અમાનવીય
ઘટના તા. 17.6.1873 રોજ બની ગઈ. તે પેપરનો જ હેવાલ વાંચી લઈએ. જોકે
આ વખતે તેણે દલીતનો પક્ષ લીધો હતો . તેણે
તા. 20.7.1873 ના અંકમાં લખ્યુ, “ 17મી જુને એક ટ્રેન
અમદાવાદથી મુંબઈ જતી હતી તેમાં એક ઢેડ . પણ બેઠો હતો. તેણે લોકોની ભીડ વધવાથી ઉતારુઓને કહ્યુ , “ મને અડશો નહીં હું
ઢેડ છું” આથી કેટલાક
સમજુ મુસાફરો ડબ્બો છોડીને બીજા ડબ્બામાં ચાલ્યા ગયા. પણ બીજાઓએ ડેવી
નામના અંગ્રેજ સ્ટેશન મસ્તરને કહ્યુ , “ સાહેબ આને આ જગ્યા
એથી ખસેડો” અંગ્રેજ
અધીકારીએ જવાવ આપ્યો , “ આ રેલગાડીમાં જે
ટીકીટ ખરીદે તે સૌને બેસવાનો અધીકાર છે. અને તમારી જેમ તેની પાસે પણ
ટીકીટ છે.” પણ મિસ્ટર ડેવીના ગયા બાદ કેટલાક પોર્ટેરોએ
આવીને પેલા અછુતને ગુડ્ઝ્ના ડબ્બામાં ખસેડ્યો
જેમાં કેટલાક શાકભાજીના ટોપલાવાળા પણ બેઠા હતા.તેમણે વીલીયમ્સન નામના અધીકારીને ફરીયાદ કરીકે
અમારાં શાકભાજી અભડાય છે આ ઢેડને કયા સંજોગોમાં ગુડ્ઝના ડબ્બામાં બેસાડ્યો
છે. ?..પછી સુરતપછીના સ્ટેશને તેને ઢોરોના ડબ્બામાં ધકેલવામાં આવ્યો હતો. . “ આમ તેની પાસે ખરીદેલી વેલીડ ટીકીટ હોવા છતાં તેણે જ્ઞાતી વ્યવસ્થાને પાપે ઢોરોના
ડબ્બામાં મુસાફરી કરવાની ફરજ પડી હતી. આજે આર.એસ. એસ અને બીજા રુઢીવાદીઓ જે
પુરાણી સંસ્ક્રુતીના ગુણગાન ગાઈને ગર્વ
લ્યે છે તે સંસ્ક્રુતીની એ મહાનતા હતી ! જેમાં ઢોર અને મનુષ્ય વચ્ચેની ભેદરેખા એ
રુઢીચુસ્તોએ પોતાના દંભ અને ઘમંડની રક્ષા
કાજે ભુંસી નાંખી હતી. .ખાસ કરીને પેલા ટોપલાવાળા અને પોર્ટરો તો શુદ્ર વર્ણના હતા
જેમની સામે મનુસ્મ્રુતીમાં આભડછેટ રાખવાનો આદેશ હતો છતાં એ શુદ્રો પોતાની અસલીયત
ભુલી નબળા લોક સામે શુરાતન બતાવી ગયા.કદાચ
હિન્દુઓની આવી હલકી વીચારસરણીને કારણે જ 19 વર્ષ અને અગીયાર મહીના પછી તા. 31
મી મે 1893 ના રોજ
દક્ષીણ આફ્રીકાની એક ટ્રેન રાતના સમયે મારીત્સબર્ગ સ્ટેશને અધવચ્ચે રોકી એક ગોરા ટીકીટ ચેકરે મોહનદાસ ગાંધી નામના હિન્દુ
વૈશ્ય ઈંગ્લંડમાં ભણેલા એડ્વોકેટને
લાતમારીને ટ્રેનમાંથી ફેંકી દેવાની
ઘટના બનવાની હતી. આ ગાંધીએ તે ઘટનામાંથી રાજકીય બોધપાઠ લીધો પરંતુ
તેના સામાજીક અનર્થોની સદંતર અવગણના કરી માત્ર એટલું જ નહીં પણ હિન્દમાં
જ્ઞાતીવ્યવસ્થાને કારણે જે સામાજીક ગેરવ્યવસ્થા સદીઓથી પ્રસરેલી તે કાયમી રહે તેવો
અભીગમ ગંધીએ પોતે હિન્દુ હોવાની વાતમાં ગૌરવ લેતા હોવાની , પોતે સનતની હિન્દુ હોવાની વાત છાપરે ચડીને
પોકારવા લાગ્યાઅને વર્ણવ્યવસ્થા જાળવી
રાખવાની નીતી તેમણે અપનાવી . આમ કરીને તેમણે હિન્દભરના હિન્દુ રુઢીચુસ્તોને પોતાની આસપાસ એકઠા કરી લીધા
, . બતાવવાનું કારણ બ્રીટીશરોને હઠાવવાનું હતું પરંતુ સામાજીક રીતે તે એક ભયંકર
પીછેહઠ હતી . ગાંધીએ પોતાનું સમગ્ર ધ્યાન બ્રીટીશરોના સામાજ્યવાદ સામે એકત્રીત
કર્યું પરંતુ ઘર આંગણે જે સામાજીક સામ્રાજ્યવાદ સદીઓથી ચાલતો આવ્યો હતો તેની સામે
આંખ આડા કાન કર્યા.જ્યાં સવર્ણોને સુધારી પછાતોની આર્થીક અને સામાજીક હાલાત
સુધારવાનો કોઇ એજંડા ગાંધીએ હાથ ધર્યો નહીં તેમને
દલીતોની હાલત કરતાં હિન્દુઓની વસ્તીની ટકાવારી વધારવાની બહુ ચીંતા હતી અને
તે કારણે દલીતોને મન્દીર પ્રવેશમાટે વારંવાર જા હેર નીવેદનો આપ્યા કરતા હતા .
હકીકતમાં દલીતોને મન્દીર પ્રવેશની કોઇ જરુરત ન હતી પરંતુ દલીતોના સંતાનોને
નીશાળોમાં પ્રવેશની તાકીદની જરુરત હતી તે ગાંધીએ સદંતર અવગણી હતી. ગાંધીનું પ્રાચીન ઈતીહાસનું જ્ઞાન ક્યાંતો અધુરુ
હતું અથવાતો પ્રાચીન સામાજીક વ્યવસ્થાના તે
હાડોહાડ પ્રશંશક હતા અને હિન્દુસ્તાન આઝાદ થાય તો તે પ્રાચીન જમાનો
હિન્દુસ્તાનમાં પાછો લાવવા કટીબધ્ધ હતા. કદાચ આ કારણે મુસ્લીમો તેમનાથી ગભરાઈ ગયા
અને પાકીસ્તાનની તેમની માંગ વધુ બુલન્દ બની હતી .પ્રાચીન જમાનાની જ્ઞાતીવાદી શીક્ષણ વ્યવસ્થાને કારણે
દલીતોને શીક્ષણમાં જે પીછેહઠ કરવી પડી હતી
તેનું વળતર 10 વર્ષના અનામતની જોગવાઈથી પુર્ણ થાય તેમ ન હતું ( બંધારણમા પ્રથમ તો માત્ર 10 વર્ષ જ આપવામાં
આવ્યા હતા તે યાદ રાખવા જેવું છે જ્યારે સવર્ણો અને શુદ્રોએ શીક્ષણ અને વેપાર
ધંધાઓમાં પોતાની અનામત જમાનાથી ચોક્કસ કરી
લીધી હતી અને દલીતોને તેમની બરોબરી કરી લેવા માત્ર 10 વર્ષ્નો સમય ગળો આપવામાં
આવ્યો હતો ! આ અંગે આચાર્ય રજનીશે એક
દાખલો આપ્યો કે એક ગુલામને વર્ષો સુધી બેડીઓમાં જકડી રાખેલો , હાલવા ચાલવાની બંધી.
પછી એક સોનાની સવારે તેને મુક્ત કરવામાં આવ્યો અને તેને .કહેવામાં આવ્યું કે હવે
તે મુક્ત છે , ગુલામી નાબુદ થઈ ગઈ છે , ગણતંત્ર સ્થપાઈ ગયુ છે હવે તે અને હઝારો
વર્ષ્થી તેને ગુલામી અવસ્થામાં જકડી
રાખનારા બધાજ સમાન છે . તેણે હવે સવર્ણો
સાથે લોકશાહી ઢબે દોડવાની હરીફાઈમાં ભાગ લેવાનો છે. તો તે કઈ રીતે આ લોકોસાથે
દોડવાની હરીફાઈમાં ઉભો રહી શકે ? આવું ભારતમાં થયુ છે. બન્ધારણમાં ગુલામીની બેડીઓ
છોડી નાંખવામાં આવી પરંતુ શીક્ષણ, સરકારી નોકરીઓ ,ધંધાઓ વસવાટો અને માનસીકતામાં તો
એ ગુલામી ચાલુ જ રખાઈ હતી તેનો બંધારણના ઘડવૈયાઓને કોઇ ખ્યાલ રહ્યો નહીં .
હવે 19માં સૈકામાં શીક્ષણ ના ક્ષેત્રે કેવી પરીસ્તીથી પ્રવર્તતી હતી તેનો
વીચાર કરી એ. ડીસેમ્બર 1877 માં અમદાવાદની
188 સરકારી પ્રાથમીક શાળાઓમાં જ્ઞાતી અને
કોમવાર વીદ્યાર્તીઓના આંકડા બોમ્બે
ગેઝેટ ગ્રંથ 9 , જી. એચ દેસાઈ પ્રુ નં 211 પર આપવામાં આવ્યા છે. તે આ પ્રમાણે
છે.
5.
11
બ્રાહ્મણ
2069
|
લોહાણા 190
|
માછી 52
|
ઓડ ( માટી ખોદનારા ) 2
|
વાણીયા
2243
|
સોની 177
|
ધોબી 16
|
ભીસ્તી (પાણી વેચનારા)
11
|
કણબી 1812
|
ઘાંચી 154
|
દરજી 107
|
કાછિયા (શાકભાજી વેચનારા)
43
|
મુસલમાન 1045
|
ભાવસાર 121
|
રબારી 15
|
વટલાયેલા ખ્રીસ્તી 29
|
શ્રાવક 993
|
હજામ 96
|
ભરવાડ
4
|
તંબોલી 5
|
રાજપુત 465
|
ભાટ 53
|
આહીર 5
|
કાયસ્થ 26
|
ક્ષત્રીય 53
|
સથવારા 40
|
ભવાયા
7
|
ચારણ 12
|
કોળી 245
|
કંસારા 36
|
કડીયા
28
|
ખત્રી 24
|
સુથાર 196
|
કુંભાર 52
|
કન્દોઇ
10
|
ભાડભુજા 3
|
લુહાર 81
|
ખારવા 10
|
માળી
15
|
ગોસાઇ 18
|
પારસી 69
|
ગોલા 39
|
ભોઇ
3
|
કલાલ (દારુ વેચનારા)
7
|
ખવાસ 16
|
પરભુ 6
|
મરાઠા 35
|
બીજા અન્યો પરચુરણ
|
આ આંકડા કુલ્લે 10719
વીદ્યાર્થીઓ પૈકીના છે અને તે પણ ગુજરાતની રાજધાની રહી ચુકેલા શહેરના છે,
તો ગામડાઓમાં કેવી ખરાબ હાલત હશે તેનો
વીચાર જ ઊંઘ હરામ કરી મુકે તેવો છે.
અમુક બાબતો નોંધવા લાયક
છે. 1 વાનીયાઓની સંખ્યા બ્રાહમણો
કરતં વધારે છે.
2.
કણબીઓની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે
3 કાછીયાઓ શીક્ષણબાબતે ઘણા જાગ્રુત થયા લાગે છે
4.કડીયા, સુથાર, લુહાર ,હજામ વિ સવર્ણોની નજીક હોવાને કારણે તેઓ
શીક્ષણની મહત્તા
સમજી જઈ બાળકોને સ્કુલે મોકલતા થયા.
5. ભેંસની પીથપર પખાલ મુકી પાણી વેચનારા, શાકભાજી વેચનારા,માટી
ખોદનારા તેમજ ભરવાડ અને ઢોરો
ચારનારા અને ભવાયાના
તેમજ વિદેશથી હીજરત કરીને આવેલા પારસીઓ ભણી શકે
પરંતુ
3 દલીતોના
દીકરા જ ન ભણી શકે .
આ કોષ્ટકમાં નીચે એવી નોંધ છે કે કોઇ દલીત વીદ્યાર્થી એ શાળામાં હાજરી
આપી ન હતી. ક્યાંથી આપે ? કોઇ દાખલ થવા દેય તો આપેને ? આ અંગે શ્રી રમેશ
પરમારે 1856 ની મુંબઈ ઈલાકાના
મહારાષ્ટ્રની એક ઘટના વર્ણવી છે જેમાં એક મહાર વીદ્યાર્થીએ પોતાને નીશાળમાં દાખલ
કરવાની અરજી મુંબઈ સરકારને મોકલી.
મુંબઈ સરકારે તે અરજીના અનુસન્ધાને લંડનની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સજોડે પત્રવ્યવહાર
કર્યો અને જાણવા માંગ્યુ કે તે વીદ્યાર્થીને
સરકારી શાળામાં પ્રવેશ આપવોકે કેમ ? તો લંડનના ગોરા સાહેબોએ એવો જવાબ આપ્યો
કે “ એક દલીત
વીદ્યાર્થીને સ્કૂલમાં દાખલ કરવાથી સવર્ણ
હિદુઓની લાગણી ઘવાશે, માટે પ્રવેશ આપવો નહીં. “ આવે સમયે ખ્રીસ્તી મિશનરીઓએ અંગ્રેજી સ્કુલો
ચાલુ કરી અને તેમાં દલીત વીદ્યાર્થીઓને પ્રવેશ મળવા માંડ્યો. એક નીવ્રુત્ત કલેક્ટર
, વસંત પરમાર જેઓ આઇ.એ.એસ થયેલા તે 1947 ની સાલ જ્યારે ભારત સ્વતંત્ર થયુ ત્યારની
વાત કહેતા જણાવે છે કે તેમને તો નીશાળના ઓટલા પર પણ બેસવા દેવાતા ન હતા અને નીશાળના ઓરડાથી આઘે ઘરેથી લાવેલા ગુણપાટ પર બેસીને ભણવુ પડતુ. આ
વાત જ્યારે ભારત સ્વતંત્ર થયુ તે વર્ષની છે તો તેના સો વર્ષ પહેલાં કેવી હાલત હશે
તેની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી.
લૂહાર, કાછિયા, ભીસ્તી,ચારણ, ધોબી, હજામના દીકરા નીશાળમાં દાખલ થઈ શકે ,
મનુસ્મ્રુતી તો તેમને પણ લાગુ પડતી હતી , છતાં આ ભેદભાવ માત્ર દલીતો સામે જ હતો
અને તે બાબતે ગાંધીએ હિન્દુઓને કાંઈ જ
કહેવાનુ ન હતું અને તે બાબતે તેઓ મન્દીર
પ્રવેશને જ મહત્વ આપતા હતા નીશાળપ્રવેશને નહીં તેમાંથી તેઓનો દંભ જ છતો
થાય છે.આમ પોતાને હિન્દના નેતા કહેવડાવનારાઓ પ્રત્યે દલીત જનતાને તીરસ્કાર આવે તે
સ્વાભાવીક છે. નીશાળમાં દાખલ થવામાટે
ઈંગ્લંડથી પરવાનગી મેળવવાની હોય અને તે પણ વીશ્વસત્તા ગણાતી અંગ્રેજ સરકારને પરવાનગી આપતા પહેલા હિન્દુઓની લાગણીનો વીચાર
આવતો હોય તો એવી સત્તા ઉખડી જાય તે જ
માનવતાના હીતમાં હતું અને તેથી 1858 માં તો કંપની સરકારને બરતરફ કરી રાણીએ સત્તા પોતાને હસ્તગત કરી . 19મી સદીમાં દલીતોના શીક્ષણમાટે જો કોઇએ
ખંતપુર્વક કામ કર્યુ હોય તો તે ખ્રીસ્તી મીશનરીઓએ કર્યુ. આ લેખક પોતે સુરતની મીશનરી સ્કુલમાં ભણ્યા હતા.
ઘણી વાર અમે વર્ગમાં જવાને બદલે ગીલ્લીદંડા કે
લખોટા રમતા , તેથી અમારા હેડમાસ્તર ખોડા મસ્તર જે ખેડા જીલ્લાના વટલાયેલા
ખ્રીસ્તી હતા એક સોટી લઈ ચુપચાપ પાછળથી
આવી બરડામાં એવી ફટકારતા કે , એ વાગતા જ અમે સમજી જતા કે એ સોટી ખોડા માસ્તરની જ
છે તેથી દોડીને સિધ્ધા વર્ગમાં ભરાઈ જતા.
! આટ્લું કમિટમેંટ એ જમાનાના મિશનરી ખ્રીસ્તીઓનું હતું અને એ કારણે અમે ભણ્યા.અને
એમ. એ તેમજ આઈ. એ. એસ ની પરીક્ષાઓ આપી.
આજે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
કદાચ આ કારણે રુઢીચુસ્ત હિન્દુઓના નીશાનાપર ખ્રીસ્તીઓ હશે એવું લાગે
છે.કારણ કે મનુસ્મ્રુતીની વીરુધ્ધમાં જઈને તેમણે દલીતોને શીક્ષણ આપ્યુ અને તેમનું
જીવન સુધાર્યુ.
19મી સદી
વીશ્વમાટે ઘણી અગત્ય ધરાવે છે. જ્યારે
છુતાછુતમાં હિન્દુઓ રચ્યા પચ્યા રહેતા હતા ત્યારે વીશ્વમાં કેવી પ્રગતી થઈ રહી હતી
તે જુઓ : કેવી કેવી શોધો થઈ તે નોંધવા
જેવુ છે.
ઈ.સ.
શોધ
1800 ઈલેક્ટ્રીક
બેટરી
1883 ઈલેક્ટ્રીક લેમ્પ
1824 સીમેંટ 1888 ઈલે
મોટર
1861 ઈલે. ચુલો
1839-40 સાયકલ
1832 ડાયનેમો 1888 પેટ્રોલપર ચાલતી મોટર કાર
1876 માયક્રોફોન 1884 ફાઉંટન પેન
1885 મોટર સાયકલ
1893 ચલચીત્ર
1878 ગ્રામોફોન
1852 લીફ્ટ
19 મી સદીમાં યુરોપમાં બેનમૂન
સાહીત્યનું સર્જન થયુ પરંતુ હિન્દમાં ઊલ્ટુ ચક્ર સામાજીક અને ધાર્મીક બાબતોમાં ચાલતુ રહ્યુ. પ્રાચીન સમયની અસમાનતાઓ દૂર કરવાનો
સોનેરી અવસર આ ઊલ્ટા ચક્રને કારણે ગુમવાઈ. ગયો
પરીણામ એ આવ્યુ કે બ્રાહ્મણવાદે
ઉભા કરેલા આ ભેદભાવો અને અસમાનતાઓ દૂર કરવા સરકારે અનેક યોજનાઓ કરવી પડે છે અને
તેની પાછળ અબજો રુપીયાનો ખર્ચ કરવો પડે
છે.
હવે પછી અન્ય
લેખકોના પુસ્તકોપર અવલોકનો તેમજ પ્રતીભાવો
પ્રગટ થશે.
No comments:
Post a Comment