Wednesday, December 4, 2013

હું તો ફાનસ અને મ્યુનીસીપલની જાહેર બત્તીને અજવાળે ભણ્યો છુ. રાતે ફાનસની ચીમની અને આંખ આડે ચીમનીના ઉપરના ભાગપર પુંઠાજેવુ કંઈક લગાવી દેતા , એવી  રીતે કે ફાનસનો પ્રકાશ નીચે પુસ્તકપર પડે અને વાંચી શકાય. જો કે આંખમાં ઘણી બળતરા થતી, પણ કરવું શું ? વાંચીને આગળ આવવા સિવાય બીજો રસ્તો પણ ક્યાં હતો ? જ્યારે લોકોની અવર જવર રાતના બારે ક વાગ્યા પછી કમ થઈ જતી , પછી આપણો મુકામ મ્યુનીસીપાલીટીની જાહેર બતી નીચે ખસેડાતો , તે સમયે જાહેર બત્તીઓપર ટ્યુબલાઈટો નહીં પણ બલ્બ રહેતા, અને બલ્બ ખાસ્સા ઉંચે  હોય, અજવાળુ નીચે આવતા આવતા ઓછુ થઈ જતુ , પરંતુ અમારે તો ઓછે અજવાળે પણ ભણીને જીવનમાં અજવાળુ પાથરવાનું હતું, તેથી નીચે બેસવામાટે ગુણપાટ, ફાનસ અને મ્યુની.ની જાહેર બતી અમારા કાયમી સાથીઓ હતા. મારી ફરજ રોજ ચીમની સાફ કરી, ઘાસતેલ પુરી સળગાવવાની રહેતી !     ઈલેક્ટ્રીસીટી ઘરમાં તો  બહુ મોડી આવી, લગભગ  1965માં અને તે પણ બાજુ વાળાએ લીધી તેમના ઘરમાંથી વાયર ખેંચી ઘરમાં લાઈટ થતી. હું એમ.એ. માં ગયો , ત્યાંસુધી આમ જ ચાલ્યુ,  પચી ફાનસના અજવાળાએ પોતાનો ચમત્કાર બતાવ્યો, હું એલ.આઈસીમાં જોડાયો, પછી પોલીસમાં ડીએસપી બન્યો અને જીવનના તમામ સુખો સામે આવી મળ્યા, બંગલો, ટેલીફોન,  જીપ, માન મરતબો , આ બધુ ફાનસને પ્રતાપે થયુ, એટલે હું ફાનસને જીવન પરિવર્તનનો લેંન્ડમાર્ક  માનુ છું.     

No comments:

Post a Comment