ભરતભાઈ આર પંડ્યા
બી જી 2, સુર્યા
ફ્લેટ્સ, આનંદમહલ,અડાજણ, સુરત
મોબા; 90166 03631
અવલોકન
પુસ્તક ; બક્ષીનામા
લેખક : ચન્દ્રકાંત બક્ષી
પ્રકાશક : નવભારત
સાહિત્ય મંદિર
134, પ્રીંન્સેસ સ્ટ્રીટ , મુમ્બઈ ,
400 002
કિંમત રુ. 300-00
ગુજરાતી સાહિત્યમાં ચન્દ્રકાંત
બક્ષીનું નામ સુવર્ણાક્ષરે લખાયેલુ છે. વાર્તા, નવલકથા, ઇતિહાસ
,પ્રવાસકથા,રાજકારણ, વિજ્ઞાન ,સમાજશાસ્ત્ર, વિગેરે વિષયોમાં તેમણે ગુજરાતી સાહિત્યને અનુપમ પુસ્તકો ભેટ આપી સાહિત્યને વધુ
સમ્રુધ્ધ બનાવ્યુ છે. આ આત્મકથા મુંબઈના સમકાલિન , અમદાવાદ, વડોદરા, રાજકોટના
લોકસત્તા દૈનિકોમાં 16.8.87 થી 15મી મે 1988 સુધી દરેક અઠવાડિયે ધારાવાહિક રુપે
પ્રગટ થઈ હતી અને તે ગુજરાતી સાહિત્યમાટે
અનોખી ઘટના હતી.
આ આત્મકથા ગાંધીજીની આત્મકથા ના જ એક
વાક્ય “ સત્યના પ્રયોગો કરતાં કરતાં મેં આનંદ લૂટ્યો છે, અને આજે પણ
લૂંટી રહ્યો છું , પણ મને ખબર છે કે હજી
મારે વિકટ માર્ગ પાર કરવાનો છે, અને તે માટે મારે શૂન્યવત બનવું છે “ થી શરુ થાય છેઅને પોતાના જીવનમાં ઘટેલી
અનેક ઘટનાઓ લેખકે કોઇપણ પ્રકારના સંકોચ
વિના પ્રગટ કરી છે. આ ઘટનાઓ એવી છે જે
વાંચતા એમ લાગે છે કે કોઇ માનવી અને તે પણ
ગુજરાતી જૈન આટલી બધી વિકટ પરિસ્થિતિઓમાંથી ,કેટલી હિંમત અને સાવધાની તેમજ જોખમ
લઈને પસાર થયા હશે ! .
1.... અઢી હજાર વર્ષ
પહેલાં ગ્રીકનાટ્યકાર સોફોક્લીસે લખેલુ વાક્ય પણ છે : બુઢો માણસ જિંદગીને જેટલી
મહોબ્બત કરે છે એટલી કોઇ કરતું નથી. (
પપાનુ 7 )
2. આત્મકથાને સત્યના
પ્રયોગો સાથે જ સંબંધ હોય એમ હું માનતો
નથી. સત્યનો પ્રયોગ કરનાર માણસ મહા
માનવ હોય છે. એક સ્થુળ વિશ્વ છે. સ્પર્શ, ગંધ, અને સ્વાદ અને ફીલીંગનું.એની વિશિઠષ્તા
એ છે કે એ મારું વિશ્વ છે.નાના નાના માનસોએ
ક્યારેક નાની નાની વાતોમાંથી ઘણી મોટી વાતો શીખવી છે. ... એક નાના
છોકરાએ સીધો પ્રશ્ન કર્યો હતો: આંધળા
છોકરાઓને ભગવાન દેખાય ? “
અને ભગવાન નામનો આખો શબ્દ , મને લાગ્યું કે , પહેલી વાર મારા દ્રષ્ટિકેન્દ્રમાં
આવી રહ્યો હતો.એક પટાવાળાએ એના અનુભવની
વાત કરતાં મને કહ્યું હતું : “
પછી મેં સાહેબને કહ્યું , સાહેબ, નાની નાની વાતોમાટે મારી પાસે જુઠું નહીં બોલાવો “ અને મને લાગ્યું કે સત્ય અને જુઠને દૈનિક વ્યવહારમાં ક્યાં મુકવા એ આ અર્ધશિક્ષીત
પટાવાળો શિખવી ગયો હતો.માણસ ખરાબીમાં હોય
છે ત્યારે જ એની સારાઈ સપાટી (પર ) આવી જતી હોય છે. આલબેર કામ્યુએ “
પ્લેગ “માં લખ્યુ છે:
ખરાબીના દિવસોમાં એને એક વાત સમજાઈ. માનસમાં નફરત કરવા કરતાં તારેફ કરવા લાયક
વસ્તુઓ વધારે છે. ફક્ત સત્ય અને જુઠ. સારાઈ અને ખરાબી સમજાતા નથી સત્ય યાદ રાકહવુ પડતું નથી, જુઠને
માટે બહુ સરસ યાદશક્તિ જોઇએ. અને એ યાદશક્તિને કલ્પનામાં સજાવીને પ્રસ્તુત કરવાની કુનેહ જોઇએ.પક્ણ જીવનમાં જુઠ
બોલવું જ હોય , તો હંમેશા એક જ જુઠ
બોલવું. ડો. ગોબેલ્સ ( હીટલરનો પ્રોપેગેંન્ડા પ્રધાન ) ની યાદ આપે એવું નહીં. , પણ
માર્કટ્વેનની યાદ આપે એવું ! સત્ય સરળ હોય
છે. સત્ય જુઠા માણસને હંમેશા શોકીંગ ( આઘાતજનક ) લાગે છે. ( પાનુ 7-8 )
પાસ્કલે પ્રથમ અસ્તિત્વવાદી પ્રશ્ન કર્યો હતો: હું શામાટે આ જ વર્ષમાં અને
આ જ સ્થાને જન્મ્યો હતો ?જન્મ સ્વયં એક સીમિત , બંધીત અને મર્યાદિત ઘટના છે. ....ઈ.સ.
1638માં મુજાહિદ ખાન રાજસ્થાનના ઝાલોરથી
પાલનપુર આવ્યો અને નવાબ બન્યો એવુ ઇતિહાસકથા કહે છે એની સાથે રજપુતો હતા. અમારા પુર્વજો જેસલમેર
તરફના રજપુતો હતા જે નવાબની સાથે પાલનપુર
સ્થાઈ થયા. અમારી અટક ‘
મ્હેતા ‘ હતી, પછી અમે “ બક્ષી “ બન્યા., અને જૈન થયા.
( પાનુ 8 )
“
નોસ્ટેલ્જીયા ‘ ( nostalgia
) એક એવો શબ્દ છે જેનો ભારતીય ભાષાઓમાં
પર્યાય નથી. એ શબ્દ ગ્રીક્સ શબ્દોનો બનેલો છે.” નોસ્ટોસ “
એટલે ઘેર પાછા ફરવું અને ‘
એલ્જોસ ‘ એતલે વેદના !ઘરની,
સ્મ્રુતિની, ભુતકાળની વાતો લખવી, એ ઘરની ફરીથી યાત્રા કરવી , એ નામશેષ થયેલા નામો
જેનું રક્ત મારી નસોમાં દોડે છે એ નામોને મળવું, એ બધુ વેદના અને પ્રસન્નતા આપે
છે., એ નોસ્ટેલ્જીયા છે , એ આનંદસંવેદન છેનાટ્યકાર યુજીન ઓ’નિલે ‘ લોંગડેજ જર્ની ઇંટુ નાઈટ ‘ Long Day’s journey into Night ‘ માં
લખ્યું છે... ટુ ફેસ માય ડેડ To
face my dead મારા પોતાના જે મરી
ગયા છે એમનાથી મુકાબીલ ( મોઢેમોઢ )
થવા આ લખ્યુ છે.
... મારા નાના ભાઈ
બકુલે અમારા પરિવારના ઐતિહાસિક કાગળો
સાચવવાનું કામ કર્યુ છે અને એક
પોસ્ટકાર્ડ 24-7-1900 નું છે. ( પાનુ 9 )
1939માં ભા ( દાદા )નું
મ્રુત્યુ થયું, .....એ મારે માટે પહેલુ મ્રુત્યુ હતું. હું જડતાથી લગભગ નિર્મમ ,
નિર્ભાવ ઉભો રહી ગયો હતો એ પછી ઘણાં મ્રુયુઓ થયા , પણ ઘણાં વર્ષોસુધી મને રડતા આવડ્યુ જ નથી.ન રડવાની જિદમાં બહાદુરી છે,
અને ઘણી વાર જિદ્દી બહાદુરી માણસને અંદરથી તોડી નાંખે છએ હું બહુ મોડુ સમજ્યો ...
પુરુષે ક્યારેક રડતાં પણ શીખવું પડે છે., એને માટે એ બાળક કે સ્ત્રી જેટલુ આસાન
નથી. પુરુષ સ્વપ્નોમાં રડી શકે છે.પણ આંખો ખુલ્લી છે ત્યાં સુધી રુદન છે, આંખો બંધ
છે ત્યાંસુધી થોડી ભીનાષ પણ છે.એકવાર આંખો ફાટી જાય છેઅને દેહનો અંત આવી જાય છેપછી
શરીરમાં આંસુઓ રહેતાં નથી. રડવાનું શાસ્ત્ર હું ક્યારેય બરાબર સમજ્યો નથી. .....જિંદગી આખી આંસુઓની જરુર પડે છે. મરેલાની
તારીફ માતે આંસુ સંભાળી સંભાળીને વાપરવા પડે છે.રડવું કે ન રડવું એ પ્રશ્ન છે
! ( પાનુ 15 )
પાલનપુર નવાબને પ્રજા “ હીઝ હાયનેસ “
કહેતી. ! એ “ ગ્રાંન્ડ કમાંડર ઓફ ધી ઈંડીયન એમ્પાયર “ અને “
નાઈટ ( knight – યોધ્ધો ) કમાંડર ઓફ
વીક્ટોરીયાઝ ઓર્ડર “
જેવા ઈલ્કાબો ધરાવતાહતા. અને 1937માં બ્રીટીશ સમ્રાટના રાજ્યાભિષેક વખતે માનદ
એ.ડી.સી. તરીકે સેવા બજાવવા ઈંગ્લેંડ પધાર્યા હતા.નવાબી દુનિયા એક અજીબોગરીબ
દુનિયા હતી. નવાબ બેસતો કે ઉભો થતોતો હજુરીયા બોલી ઉઠતા: ‘ઘણી ખમ્મા બાપજી.’
ટ્રેનોમાં એમની ખાસ સફેદ સલૂનો જોડવામાં આવતી, કિલ્લાપરથી તોપો છુટતી.જયજયકાર થતો
. એ અન્નદાતા હતા, બાપજી હતા, આલા હજરત હતા, હીઝ હાયનેસ હતા. ( પા નં 22 )
ઘણીવાર સુખી પરિવારો એમનાં સંતાનોનું
બાળપણ ચોરી લે છે. મહાનગરમાં રહેતા પૈસાદારોના આઠમે માળે જીવતા બાળકોનું બાળપણ
ગરીબ હોય છે. અમારા બાળપણમાં એક જાહોજલાલ હતો. એ જમાનમાં અમારા સદ્ભાગ્યે
સાયકોલોજી જેવો કોઇ શબ્દ ન હતો. અમે હસતા હતા, રડતા હતા, માર ખાતા હતા, મારતા હતા અને
બીજી સવારે બધું જ ભુલી શકતા હતા. દુખ સહન કરતા રહેવાની પ્રચંડ શક્તિ અમારા નાનપણે
અમારામાં ઉત્પન્ના કરી હતીએ વખતે રવિન્દ્રનાથ ટાગોરનું નામ સાંભળ્યુ ન હતુ. પણ
ટાગોરે લખું હતું એ જ દિશામાં અમે હતા. ટાગોરે લખ્યું છે : માણસ કેટલું શુદ્ર
પ્રાણી છે , પણ દુખ સહન કરવાની એની શક્તિ કેટલી વિરાટ છે ! ... ( પાનુ 25 )
સામાન્ય મનુષ્યના જીવનમાં એવા કેટલા
પ્રસંગો બનતા હશે કે એક આત્મકથાનું
વજન સહન કરી શકે ? હું માનું છું કે દરેક
માણસના જીવનમાંથી એક આત્મકથા બને કે નહીં પણ એક નવકથા જરુર બંની શકે. સત્ય વિનાની
કોઇ કલ્પના હોતી નથી અને કલ્પના વિનાનું કોઇ સત્ય હોતું નથી.આત્મકથા આંગળીઓના
નિશાન જેવી વસ્તુ છે અને આંગળીઓના નિશાન ચિત્રો નથી, કલાક્રુતિ પણ નથી, એ કદાચ
સત્ય પણ નથી, ફક્ત એક સબુત છે, સાબિતી છે. ભૌતિક ચિન્હ છે. કલ્પના વિનાનો ઈતિહાસ
પણ એક કેસ-રેકર્ડ બનીને રહી જાય છે.માણસને જોવા માટે એક દ્રષ્ટિક્ષેપ અથવા
ફીલ્ડવિઝન આપવામાં આવ્યુ છે.માણસ માખીની જેમ ઉપર, આસપાસ કે પાછળ જોઇ શકતો નથી. એ
નગ્ન આંખોમાંથી ફક્ત સામે અને આગળ જ જોઇ શકે છેપણ જ્યારે એ પોતાના ભુતકાળપર પાછળ
નઝર ફેરવે છેત્યારે જ એ મક્ષિકાવલોકન કરી શકે છે., જે વિહંગાવલોકન કે સિંહાવલોકન કરતાં વધારે સાર્થક છે એમ મને લાગ્યું છે.પોતાની
જ અતિતચર્યા કરનાર મનુષ્ય પોતાના જ
મોઢાઓઅર ચારે તરફ સેંકડો ફીટ કરેલા સાલ્વડોર
ડાલીના ચિત્ર જેવો વિકરાળ અને
જુગુપ્સાપ્રેરક બની જાય છે.મોઢાપર બે જ આંખો હોય એ નવલકથા લખી શકે છે....આત્મકથા
લખનારો નવલકથાકાર બે પડછાયાવાળો માણસ છે. આત્મકથા કદાચ કાળા પ્રકાશમાં સફેદ
પડછાયાઓ જોવાની એક ક્રુર વિધિ છે. ... ( પા .નં 31 )
મેં ક્યારેય મારું કોઇ જ લખાણ છપાયા પહેલાં
કોઇને વાંચી જવા માતે કે અભિપ્રાય માટેઆપ્યું નથી.અને કોઇ જ લખાણ ફરીથી સુધારવાનો
કે મઠારવાનો ધંધો કર્યો નથી. લખ્યું છે, સીધું છપાયું છે.. અને સંપાદકે પાછુ મોકલ્યુ છે , તો સંપાદક બેવકૂફ છે એમ
સમજીને તેને માફ કરી દીધો છે.ક્ષમા વીરસ્ય ભુષણમ. વ્વસરીકા ( ડાયરી ) ક્યારેક નોંધપોથી બની છે , ક્યારેક મનોમંથન , ક્યારેક
માહિતિસંગ્રહ , ક્યારેક વિચારોનુ ઉડ્ડયન , ક્યારેક ઇતિહાસ...... જુના પત્રોમાંથી
ઘણો ઇતિહાસ મળે છે. .. વાસરિકા ઇતિહાસ સાચવે છે. ( પા. 32 )
ઓક્ટોબર 4, 1925ને દિવસે કલ્કત્તાના
વીક્ટોરીયા મેમોરીયલ વિષે દાદા લખે છે :
વીક્ટોરીયા મેમોરીયલ જોવા ગયા. ત્યાં મુકાન વિગેરેનો દેખાવ ભવ્ય છે.અઢ્ળક
પૈસો ખરચ્યો જણાય છે. પ્રંતુ ( પરંતુ ) તેમાં માત્ર ફોટા જ અને બાવલા જ ઉભા કરવમાં આવ્યા છે....
દાદા અને માના પાલનપુર થી હાવડા સુધીના ટિકીટના
ઇંટરક્લાસના રુ. 51 લાગ્યા હતા.
આઇઝેક સીંગરને સાહિત્યમાં નોબેલ પુરષ્કાર મળ્યો હતો. તણખલા
ભેગા કરીને માળો બનાવવો એ સર્જનનો અંત છે
કે આરંભ ? સીન્ગરના સર્જનની પ્રેરણા એ નાનું પક્ષી અને એનો માળો હતાં. ઘણાં વર્ષો
પહેલાં એક સાંજે હું કલકત્તાથી આવીને મુમ્બઈના
એક દરિયાકાંઠે ટહેલતો હતો અને મેં એક
મકાન જોયું હતું અને ઉપર લખ્યું હતું: “ માય નેસ્ટ ! My Nest ! “ (મારો માળો ) એ મકાન , એ શબ્દો ખૂબ ગમ્યા હતાં.
મનમાં થયું હતું કે સમુદ્રકિનારે આવા મકાનનું આવું મૌજુ ( મોજીલુ ) નામ રાખનારો માણસ કેવો રઈસે-આઝમ ( )
હશે ?
પછી મને કોઇકે કહ્યું હતું કે આ મકાન
પાકિસ્તાનના ઝુલ્ફીકાર અલી ભુત્તોનું હતું.
( પા. નં 33 )
મારા જીવનના લગભગ બધા
જ મુલ્યો એ કલકત્તામાંથી આવે છે. જે કલકત્તા મરે ચુક્યું છે. હાંન્સ ક્રીસ્ચન એંડરસનની ક્રુતિ “ ધ શેડો “
માં એક સ્વરુપવાન રાજકુમારી હતી. તેને એક રોગ હતો- દરેક વસ્તુ તે બહુ જ સ્પષ્ટ જોઇ
શકતી હતી. અને એ એક અસાધ્ય રોગ હતો.કલકત્તાના એ મ્રુત વિશ્વના પથ્થરો પણ રહ્યા નથી
, ફક્ત છેરાઓની ઝ્ગલક રહી છે. પારદર્શક સ્પષ્ટતા એકલતા લાવે છે. એકલતા કલાકારનો
શ્વાસ છે. રોબર્ટ ફ્રોસ્ટે કહ્યું એમ , મને જાગતો રાખવા વેદના ક્યારેય ઓછી નહીં
પડે. એડમંડ રોસ્ટેંન્ડનો હીરો સીરેનો દ’બુર્ઝરાક
મારો સર્વકાલીન હીરો રહ્યો છે. સીરેનો સતત
કહેતો રહ્યો છે : હું ઉભો છું , બહુ ઉંચો નહીં .... પણ એકલો ! પેરેસાઈટ ( ચમચો ) થવા માટે હું અભિમાની છું ...
દોસ્તો બનાવવા ? એક કુત્તો બનાવે છે એમ ? પણ સીરોનોના મોમાં જે ધારદાર શબ્દો મુકાયા
છ એનાંથી પણ આગળ આન્દ્રે માલરોએ ક્રુર
ઠંડક થી લખ્યું છે : મને અપ્રિય થવું ગમે છે...
જગત બે જ વસ્તુઓ આપી શકે છે. પ્રશંસા અને
પૈસા. અને એમાંથી મને મારા મુલ્યો મળ્યા નથી. કલકતાએ પ્રશંસા અને પૈસા આપ્યા નથી
પણ એ બંનેની મારી વ્યાખ્યાઓ આપી ચી. ...... કલકત્તનું બાળપણ અકારણ ખુશીનો એક ઉત્સવ
હતો, મુલ્યોનો જન્મ થયો એ પહેલાના દિવસો હતા.
કદાચ હું પૈસાદાર જન્મ્યો હતો માટે પૈસા
મારે માટે જીવનભર ગૌઁણ રહ્યા.કદાચ ઘણાં વર્ષો યથાર્થ જીવનની કશ્મકશમાં રહ્યો છું
માટે પૈસા મારે માટે ગૌણ રહ્યા છે. કદાચ જવાનીમાં કલકત્તા અને સ્મ્યુનિઝમે મારું
દિમગ એ રીતે ઘડ્યું છે કે પૈસા મારેમાર્એ ગૌણ રહ્યા છે.ગરીબી ગર્વ લેવાની વસ્તુ
નથી., ગરીબી માણસને નાનો કરી નાંખે છે. , અને પૈસાદારની ગરીબી માણસમાં ક્રુર
વેરભાવના લાવી દે છે. .અથવા ઉદાસીનતા . અથવા એક જીવલેણ અપમાનબોધ. હું એ ત્રણેય
સ્થિતિઓમાંથી પસાર થયો છું. મારાં મૂલ્યો એ સ્થિતિઓમાંથી પ્રકટંઅતા રહ્યા છે. માટે
જ હું માનું છું કે મૂલ્ય સનાતન નથી., મૂલ્ય બદલાતું રહે છે. , એક જ
જિંદગીમાં ! કારણ કે દેશકાળ બદલાતા રહે
છે, સંબંધો અને સ્થિતિઓ બદલાતા રહે છે. , ટેબલની ધારસામે બેસવાની દિશાઓ બદલાતી રહે
છે.આપણને થતાં સંબોધનો બદલાતા રહે છે. મૂલ્ય સનાતન અને શશ્વત છે એ એક છદ્મ ( છળકપટ
) છેસુખમાં મૂલ્ય જુદું છે , દુખમાં જુદું છે. અને પુન:સુખમાં મૂલ્ય ફરીથી નવો રંગ અખત્યાર કરે છે. મારેમાટે મૂલ્ય માર
અનુભવમાંથી ડીસ્ટીલ થયેલું એક દ્રવ્ય છે,કોઇએ શીશીમાં ભરીને આપેલી સંજીવની નથી.
મારી આંખોમાંથી જોવાતુ જુઠ મારું તત્કાલીન સત્ય છે.
વાર્તા સમ્રાટ ગાય દ મોપાસાંએ કહ્યું હતું:
સફેદ કાગળ પર કાળા અક્ષરો આત્માને નગ્ન કરી મુકે છે. ! અક્ષરને પડછાયો હોતો નથી.
કદાચ અક્ષર સ્વયં એક પડછાયો છે. , નગ્નતાનો. ઉંમર વધે છે તેમ વસ્તુઓ વધારે સમજાય
છે. , પણ સમજદારીની સીમાઓ ફેલાઈ જાય છે. ગ્રીક બળવાખોર કવિ એલેક્ઝાંડર પેનેગુલીસે
વ્યથિત આક્રોશથી કહ્યું છે એ શબ્દો : હું તને સમજતો નથી
ઇશ્વર ફરીથી કહી દે મને
તારો આભાર માનું
કે તને માફ કરી દઉં ? ....
હવે સમજાતુ જાય છે કે
વિશ્વમાં અને આપણાં પરિવેશમાં ઘણું બધું આપણી સમજની બહાર છે.અર્થઘટન માટે આપણી
પાસેના માત્ર ભુતકાળના પ્રકાશમાં જ આપણે જીવનના પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરીએ
છીએ.
એકલા માણસને ભાષાની જરુર પદતી નથી. માણસ
ઈશ્વરસાથે વાત કરી શકે છે, સ્તુતિ અને પ્રાર્થનાની સ્વગત ભાષામાં . માણસ એકલો ગાઈ
શકે છે. વ્યક્તિ એ માત્ર ભુગોળ છે, વ્યક્તિત્વ ઈતિહાસ છે. .. ડહાપણનો એક ભય છે કે
નવું જ્ઞાન અટકી જાય છે. ડાહ્યા માણસોએ કેટલું જ્ઞાન ખોયું છે ? અને જ્ઞાનની સ્થિતિ આવવા માંડે છે
ત્યારે માહિતી તરફ ઉદાસીનતા આવી જાય છે.
જ્ઞાનીઓ કેટલી માહિતીથી વંચિત રહી ગયા છે ?
ભુતકાળે ઘાયલ કરેલો માણસ ઝગડો કરતો નથી, ફક્ત
સવાલો કરે છે. ભુતકાળ વધે છે, સવાલો વધે છે. જીદ સારી વસ્તુ છે, માણસ નિરાશાવાદી
થતો નથી.અઠવાદિયામાં બે રવિવાર, શરીરમાં બે મોઢાં , આકશમાં બે ઈશ્વ્અરો તો માણસની જિંદગીમાં કેટલો ફર્ક પડ્યો હોત ?
જિંદગીમાં કેટલી અપ્રમાણિકતા ચાલે ? સોનામાં ખાધ કે કસર જેટલી ...!એનાથી જિંદગીને
આકાર, સૌદર્ય, કિંમત મળે છે. અને કશુટીના પથ્થરને પણ ઠગી શકાય છે. વેદના શરીરનો સૌથી
પ્રામાણિક પ્રતિભાવ છે., પેટની ભૂખ જેટલો. પણ ભૂખનો ફલક મોટો હોય છે . રમૂજ આત્મવિશ્વાસ વધારે છે. પ્રેમના
આલિંગન કરતાં ભયનું આલિંગન વધારે ગાઢ હોય છે. ભ્રષ્ટ અને દંભી વચ્ચે પસંદગી કરવી
હોય તો, ભ્રષ્ટ કદાચ વધારે સલામત છે. જીવન
પર કાળા ડાઘ પડે એને ચિંતા નથી, પણ જ્યારે સફેદ ડાઘ દેખાવા માંડે છે,ત્યારે માણસ
ધ્રુજી જાય છે.
કાંટાઓમાં ગુલાબના કાંટા સૌથી ખૂબસૂરત છે
.ક્યારે ય પ્રશ્નો કરવા પડતા નથી. .
No comments:
Post a Comment