લાંબી આ સફરમાં જિન્દગીના ઘણાં રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો છો, સાથી તો અમે ય ખોયા છે.
આપ કહો છો આમને શું દુ:ખ છે આ તો સદા હસે છે ,
અરે આપ શું જાણો, આ સ્મિતમાં કેટલા દુ:ખ વસે છે .
મંઝિલ સુધી ન પહોંચ્યા તમે એ વાતથી દુ:ખી છો,
અરે ચાલવા મળ્યો રસ્તો , એટલા તો સુખી છો.
આપને છે ફરિયાદ કે કોઇને તમારા વિષે સુજ્યુ નથી
એ અમને તો “ કેમ છો ? “ એટલુંય કોઇએ પુછ્યુ નથી
જે થયુ નથી એનો અફસોસ શાને કરો છો ,
આ જિન્દગી જીવવા માટે છે , આમ રોજ રોજ શાને મરો છો .
આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો કોઇ નથી,
એક આંખ બતાવો મને , જે ક્યારેય રોઇ નથી .
બસ એટલું જ કહેવુ છે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નશીબથી મળી છે જીંદગી , તો એને જીવી જાણો ------ રસિકભાઈ બરવાળી

No comments:
Post a Comment