Friday, November 29, 2013

Critique of the book " Thoughts of Freedom " by Periyar

            ઈ.સ. 2010માં ભારતીય પ્રજાસત્તાકની 60મી સંત્વરી નિમિત્તે તામીલનાડુના પછાતવર્ગના આ મહાન વિચારક અને રાજનિતિજ્ઞ પેરીયાર રામાસ્વામીના પત્રો, લેખો અને પ્રવચનોમાંથી ખરુ સ્વાતંત્ર્ય કોને કહેવાય ?  એ વિષયપરના તેમના વિચારો પસંદ કરી આ વિશિષ્ઠ પુસ્તક  પેંગ્વીને પ્રગટ કર્યુ છે.   
             પેરીયાર એ તમીળ ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ  મહામાનવ અને વિશિષ્ઠ માનને લાયક વ્યક્તિ એવો થાય છે. જેમકે બહુજન સમાજના કાંશીરામમાટે તેમના કાર્યકરો માન્યવર શબ્દનો ઉપયોગ કરે છે તેમ   
             દક્ષિણમાં પેરીયાર અને ઉત્તરમાં કાંશીરામે બ્રાહ્મણવાદ સામે પ્રચંડ વૈચારીક વાવાજોડા પેદા કરેલા.પેરીયારના આ મહાઆંદોલનને કારણે તામીલનાડુ રાજ્ય ( અસલનું મદ્રાસ પ્રેસિડેંસી  એટલેકે મદ્રાસ ઈલાકો )જ્યાં હંમેશા બ્રહમણોની જ બોલબાલા રહેલી અને બ્રાહ્મણો કહે ત્યારે સવાર અને સાંજ પડતા ,અને સરકાર તેમજ નોકરશાહીમાં તેમનું જ વર્ચસ્વ રહેતું , તેઓ જ મુખ્યમંત્રી ( ઈલાકાના  પ્રધાનમંત્રી .) , પ્રધાનો, ચાવીરુપ હોદ્દેદારો, ન્યાયાધીશો, કલેક્ટરો, એસ.પી, મામલતદારો અંને  ઈંન્સ્પેક્ટરો, વકીલો, દાક્તરો  બનતા ,તેમનો પગદંડો તામીલનાડુમાંથી નીકળી ગયો અને તેઓ રુઢીચુસ્ત પ્રાંતો જેવાંકે ગુજરાત, યુપી વિગેરેમાં આઈ.એ.એસ. થઈ ભરાઈ  તે પ્રાંતોમાં રુઢીવાદી બળો અને જ્ઞાતિવાદને મજબુત કરવા માંડ્યા. તામીલનાડુનો કચરો અહીં ઠલવાયો તેનાં ગંભીર પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ   
                                           ( 2 )   
             પેરીયારની રાજકિય કારકીદી કોંગ્રેસ પક્ષમાંથી શરુ થઈ હતી.તેઓ 1919માં તેમાં જોડાયેલા. ઈરોડે મ્યુની ના પ્રમુખ બનેલા 1920ની અસહકારની ચળવળ અને દારુનિષેધની ચળવળમાં જેલવાસ પણ ભોગવેલો તેમની સાથે તેમનાં પત્ની  નાગમાઈ એ પણ ધરપકડ વહોરી લીધેલી. 1922માં તિરુપુર ના કોંગ્રેસ અધિવેશનમાં તેમની વરણી મદ્રાસ રાજ્યના કોંગ્રેસપક્ષના પ્રમુખ તરીકે થયેલી.વળી અત્યારસુધી બ્રાહ્મણોના વર્ચસ્વવાળા મિડિયાએ  જે હકીકત જનતાથી છુપાવી રાખી છે તે  કેરળના વાઈકોમ મંદિરમાં  દલિતોના પ્રવેશમાટેના વાઈકોમ સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેની ધરપકડ થયેલી અને સખત કેદની સજા પણ થયેલી.આ સત્યાગ્રહમાં ગાંધીએ કોઈ જ ભાગ લીધો ન હતો છતાં બ્રાહમણોના વર્ચસ્વવાળા મિડિયાએ એવો પ્રચાર દેશભરમાં કરેલો જાણે ગાંધી તે સત્યાગ્રહના નેતા હોય !   જેણે જેલવાસ ભોગવ્યો તે પેરીયારની તદ્દન અવગણના મીડીયાવાળાઓએ કરી  હતી  .  
              કોંગ્રેસમાં ચાલતી બ્રાહમણ વર્ચસ્વવાળી નિતિરીતી અને કોમી ચુકાદાનો અસ્વીકાર કરવાની તેની ચાલથી નારાજ થઈ તેમજ સવર્ણોના પછાતો તરફના અપમાનભર્યા વર્તાવ તેમજ પછાતોને જાનવરની જેમ ગણતા રહેવાની તેમની નીતિનો સામનો કરવા માટે  તેમણે  સ્વમાન આંદોલન    1925માં શરુ કરેલુ. ધીરેધીરે કોંગ્રેસના  જ્ઞાતિવાદ પ્રેરીત છળકપટ ભરેલા રાષ્ટ્રવાદના કટ્ટર વિરોધી બન્યા અને 15મી ઓગષ્ટના સ્વાતંત્ર્યદીનને તેમણે  ( મરણ પછીના ) ખરખરા દિન   ( ડે ઓફ મોર્નીંગ )તરીકે ઓળખાવેલો.   
              પેરીયારે 1938મા  જસ્ટીસ પાર્ટીની સ્થાપના કરેલી તેને 1944માં દ્રવીડ કજગમ તરીકે પરિવર્તિત કરી તેની આગેવાની લીધેલી.    
               પેરીયારના આ સાહિત્યસંગ્રહમાંથી તે સમયના હિંદના રાજકારણ અને સામાજિક વ્યવસ્થાનો ઉંડો ખ્યાલ આવે છે ખાસ કરીને  અત્યારની પછાતો, વંચિતોની પેઢીઓ. જેઓ આરએસએસ પ્રેરીત  પ્રચારઆંધીમાં અટવાઈ જઈ માર્ગ ભુલી ગયા છે અને પોતાના પુર્વજોપર  હિંદના હિંદુ રુઢિચુસ્તોએ કેવા જુલમો કરેલા તેની યાદદાસ્ત સંપુર્ણ પણે ખોઈ બેઠા છે તેમને પોતે તેમજ પોતાની જ્ઞાતિઓને  આ નર્કાગારર્માં કેવી રીતે  ફસાવવામાં આવેલા તે પરિસ્થિતિઓનો આછેરો ખ્યાલ આપેછે. અત્યારસુધી બ્રાહ્મણ અંકુશીત મિડિયાએ  કોંગ્રેસ પક્ષ માટે એવો પ્રચાર કર્યે રાખ્યો છે જાણે કોંગ્રેસ હિંદની  100 % વસ્તીમાટે બ્રીટીશરોસામે લડેલી અને તે 100% વસ્તીનું હિત તેને હૈંયે હતું. પરંતુ પેરીયારે આ પ્રચારનો ભાંડો ફોડી નાંખ્યો છે અને  જણાવ્યુ છે કે કોંગ્રેસના નેતાઓ તો હિંદની બળુકી જ્ઞાતિઓ જેવીકે બ્રહ્મણો, ક્ષત્રીયો અને વૈશ્યોના હિતમાટે લડતી હતી તેને સવર્ણો સિવાયની જનતાની કાંઈ જ  પડી ન હતી અને અને હરિજન    ઉધ્ધારની તેની વાતો તો છળકપટ અને પ્રોપેગેન્ડાથી ભરપુર હતી. જો ગાંધીને  સમગ્ર હિંદુસમાજની ચિંતા હોત તો તે પોતાને રુઢીચુસ્ત સનાતની “  તરીકે ઓળખાવી વર્ણવ્યવસ્થાની શીફારસ કરત જ  નહીં.  કારણકે આ જ વર્ણવ્યવસ્થાએ 80 % થી વધુ હિંદુઓને પછાત અને માનવહક્ક વિહોણા સદીઓથી બનાવી દીધા હતા .ગાંધીના  આ પ્રકારના સવર્ણહિંદુઓના વર્ચસ્વવાળી  રાજનિતિથી  તો દેશના મુસ્લીમો ડઘાઈ ગયા  અને જો હિંદ સ્વતંત્ર થાય તો આ રુઢીવાદી હિંદુઓના વર્ચસ્વ હેઠળ પોતાની સમગ્ર કોમ આવી જશે અને જે   રાષ્ટ્રપિતા છાપરે ચઢી પોતાને સજ્જડ હિંદુ અને તેમાંય  સનાતની હિંદુ હોવાથી ગર્વ અનુભવતા હોવાનું જાહેર કરતા હતા તો પછી આઝાદી આવ્યા પછી હિંદુઓ પોતાના જ દલિત અને ઓબીસી લોકોપર આવા જુલમો કરે છે તે મુસલમાનો સામે કાંઈ ઓછા ઉતરશે નહીં એવું વિચારી મુસલમાનો અલગ પાકિસ્તાનની માંગણી કરવા લાગ્યા. ઇતીહાસ જુઓ ,ગાંધીની દલિતોધ્ધારની વાતો અને પાકિસ્તાનની માંગ એક સાથે ચાલ્યા છે.દલિતો અંગેની વાતોએ મુસલમાનોને આવનારા ખરાબ દિવસો પ્રત્યે જાગ્રત કરી દીધા હતા અને પાકિસ્તાન સર્જાયુ હતું. ગાંધીની એ વાતોથી દલિતોનો તો કોઇ ઉધ્ધાર ન થયો પરંતુ તેની આડ અસરથી હિંદના ઉત્તરપુર્વ અને પુર્વ બંગાળના કરોડો લોકો હિંદની વર્ણવ્યવસ્થાની નાગચુડમાંથી છુટ્યા અને મનુસ્મ્રુતિ તેમજ વર્ણવ્યવસ્થાથી અલગ પોતાના દેશો બનાવી લીધા. આ પહેલાં સીલોન અને  બર્માને બ્રીટીશરોએ અલગ પાડી દીધા  હતા તેની પાછળ પણ કદાચ  હિંદુ જ્ઞાતિય સામ્રાજ્યવાદ પણ હોઈ શકે કારણ બંન્ને પ્રદેશોના ધર્મો હિંદુ  કરતાં અલગ હતા , બૌધ્ધ , અને બૌધ્ધ ધર્મ સાથે હિંદુ રાજકર્તાઓએ ગુજારેલા અત્યાચારોથી બ્રીટીશરો સારી પેઠે વાકેફ હતા.    ………14.10.12     
                       પ્રથમ તો પેરીયારે બાળગંગાધર તિલકને ઝપટમાં લેતા  પ્રુષ્ઠ  3   પર જણાવ્યું છે કે તે તો વર્ણાશ્રમમાં માનનારા કટ્ટર બ્રાહ્મણ હતા, વર્ણવ્યવસ્થા એટલે બ્રાહ્મણો જેમાં સર્વોપરી હોય અને બિન-બ્રાહ્મણોએ બ્રાહ્મણોની સેવા જ કરવાની હોય  , તેમાંય વળી  ગીતાનો પેલો અમર શ્લોક  કર્મણિ એવ અધીકારસ્તે , મા ફલેષુ  કદાચન લાગુ પડતો હતો એટલે બિન-બ્રાહ્મણોએ તો પેઢી દર પેઢી બ્રાહમણોની વળતર વિનાની  માત્ર મજુરી  જ કર્યે  રાખવાની હતી અને તેનો અમલ કડકાઈપુર્વક  થવાનો હતો કારણ હવે તો રાજ્યસત્તા બ્રાહ્મણોના કબ્જામાં રહેવાની હતી એટલે વિશ્વનુ એક મહાન ગુલામ ( દક્ષીણ આફ્રીકા જેવું ) રાજ સ્થાપવાની આ બ્રાહ્મણ નેતાઓની નેમ હતી.  
                         જ્યારે તિલક એવું બોલતા કે સ્વરાજ  મારો જન્મસિધ્ધ અધિકાર છે ત્યારે તે કોના જન્મસિધ્ધ અધિકારની વાત કરી રહ્યા હતા ? બિન-બ્રાહમણો તો આ નેતાઓના એજંડામાં જ ન હતા.તેમની આખી ચળવળ બ્રાહ્મણ જ્ઞાતિ કેંદ્રીત  હતી , કારણ ગાંધીને ચક્રાવામાં  નાંખી  તેને ઘેરી વળ્યા હતા, ગાંધીના આશ્રમોમાં  જેઓ સંચાલકો  તરીકે ગોઠવાઈ ગયા  હતા અને સભા-સરઘસો,જાહેર પ્રવચનો કરી જેલ વાસ ભોગવવાનું નાટક કરી દેશનેતા તરીકે જનમાનસમાં ઠસી પડવાનું આયોજન કરતા હતા તેમાંના મોટા ભાગના બ્રાહમણો હતા, વલ્લભભાઈ જેવા શુદ્ર નેતા હતા જ પરંતુ વર્ણવાદી ગાંધીએ પોતાના  રાજકિય વારસ તરીકે તો જવાહર નહેરુને અને આધ્યાત્મિક વારસ તરીકે વિનોબા ભાવેને નિયુક્ત કર્યા હતા , અને બંને બ્રાહ્મણો હતા. આમ ગાંધીનો ઉપયોગ કરી  બ્રાહમણવાદી સમાજરચના ઉપરથી ઠોકી બેસાડવાની તક  બ્રાહમણોએ ઝડપી લીધી અને સમગ્ર દેશમાં બ્રાહ્મણો ધારાસભા, પ્રધાનો, સરકારી નોકરશાહીમાં , ન્યાયતંત્રમાં પેસી ગયા , એકવાર ત્યાં પેઠા એટલે તે નિવ્રુત્ત થાય નહીં ત્યાંસુધી લગભગ 30 વર્ષસુધી તો  બિન-બ્રાહમણોને તો ઠીક પરંતુ દલિતોને ખાસ  રંજાડવાના હતા , આ જ્ઞાતિવાદી ષડયંત્રનો પ્રથમ ભોગ વલ્લભભાઈ પટેલ શુદ્ર હોવાને કારણે બન્યા અને સનાતની ગાંધીએ તેમને પ્રથમ રાઉંડમાં જ  નહેરુને વારસ તરીકે ન  નીમી વડાપ્રધાન બનવાના તેમના મનસુબાઓ પર પુર્ણવિરામ મુકી દીધુ. સેક્યુલર રાજ્યબંધારણ હેઠળ  જ્ઞાતિવાદને પોસતા રહેવાનો આ પ્રથમ પ્રહાર હતો અને તે રાષ્ટ્રપિતાનો મોભ્ભો ધરાવનાર વ્યક્તિ તરફથી  થયેલો તે આવનારા વર્ષોમાં આકાર લેનારી ઘટનાઓની ઝાંખી કરાવનાર નીવડનાર હતું.કારણકે સ્વાતંત્ર્ય મળ્યા પછી ભારતની બળુકી જ્ઞાતિઓ  વધુ બળવાન બની ગઈ હતી અને બ્રીટીશરોના ડરને કારણે  જે કોમવાદી અને જ્ઞાતિવાદી બળો  અંકુશ અને મર્યાદામાં રહેલા , તેઓ સર્વ બંધનો તોડી  પોતાની મનમાની  કરવાના હતા.                                 15.1012  
        પેરીયારને હિંદુઓની આ માનસિકતાનો ખ્યાલ ઠેઠ 1927માં આવી ગયેલો કારણકે તેમણે જોયુ કે સ્વાતંત્ર્યની લડતમાં બ્રાહમણોનું જ વર્ચસ્વ હતુ અને ગાંધીને આગળ કરીને બ્રાહમણોએ સમગ્ર આંદોલનનો દોર પોતાના હાથમાં લઈ લીધેલો અને તેમની આગળ રશીયાનુ ઉદાહરણ મોજુદ હતુ જેમાં આવા સત્તા પલ્ટો થતા  આંદોલનમાં અગ્રેસર રહેનારના હાથમાં સત્તા આવી ગઈ હતી  અને તે કારણે તેમણે શુદ્રોને લડતમાં આગળ પડતો ભાગ લેવા જ દીધો ન હતો , ગાંધીએ પોતાના આશ્રમોના સંચાલક તરીકે માત્ર બ્રાહ્મણોને જ પસંદ કર્યા હતા અને જ્યાં સ્થાનિક કક્ષાએ બ્રાહ્મણો મળે તેમ ન હતા ત્યાં અન્ય પ્રાંતમાંથી બ્રાહ્મણોને આયાત કરી આશ્રમો ચલાવેલા. આમ સ્વાતંત્ર્યની લડતમાં બ્રાહ્મણો સર્વત્ર  છવાયેલા રહ્યા હતા. ગાંધી બ્રાહમણવાદનુ મહોરુ હતુ.  
          ઇતિહાસકાર પાનિક્કરે આ મર્યાદિત રાષ્ટ્રવાદને        , ઇંક્લુઝીવ  નેશનાલિઝમ તરીકે ઓળખાવ્યો છે.આ પ્રકારના રષ્ટ્રવાદમાં   અમુક જુથોની જ મોનોપોલી હોય છે અને મોટાભાગના લોકોને  સક્રિય પ્રવાહથી દુર રાખવામાં આવેછે. અને પ્રચારની આંધી એવી ચલાવવામાં આવેછે જેથી એવો દેખાવ પેદા થાય કે  સમગ્ર જનતાનું સક્રિયોને સમર્થન છે.ધીરેધીરે આ સક્રિયો નેતાના સ્થાને ગોઠવાઈ જાય છે. ગાંધીના આશ્રમોમાં જે બ્રાહ્મણો રહેલા તેઓ સ્વરાજ આવતા જુદાજુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રધાનો, ગવર્નરો, ધારાસભ્યો અને સાંસદો બન્યા એ એક હકિકત છે. 
        જ્યાંસુધી દલિતોને સંબંધ છે, પેરીયારને તો દલિતો આ વ્યુહરચનામાં ક્યાં ગોઠવાશે તેનો આછેરો ખ્યાલ તેમણે 6ઠ્ઠી ડીસેમ્બર 1925 ના રોજ લખેલા લેખમાં મળી આવે છે.તેમનું કહેવુ આ પ્રમાણેનું  હતું, અત્યારની પરિસ્થિતિના સંદર્ભમાં જોતા તો સ્વરાજ એક બ્રાહ્મણરાજ બની રહેવાનું છે. જો બ્રીટીશરોની હકુમતમાં પણ સવર્ણો અમુક લોકોને ( શુદ્રો અને અતિશુદ્રોને ) અમુક રસ્તાઓપરથી ચાલતા અટકાવતા હોય, ગામનાં કુવાઓ અને તળાવોપરથી પાણી ભરતા અટકાવતા હોય, તો જ્યારે આ જ્ઞાતિઓપાસે રાજસત્તા આવશે ત્યારે તે કંઈ ઓછી ઉતરવાની છે ?એ બધા દલિતોપર કયા જુલમો નથી કરવાના ? લગભગ 7 કરોડની જનતાને  ( તે સમયે દલિતોની વસ્તી એટલી હતી ) આપણે જાનવર કરતાં પણ  ખરાબ દશામાં જીવવની ફરજ  પડાતી જોઈ રહ્યા છીએ. , તેમને તેમની વસ્તીના પ્રમાણમાં સરકારી નોકરીઓ, ધંધાઓ અને માનવ હકકો અપાવા જોઇએ.  
·         24મી જાન્યુઆરી 1926 ના લેખમાં પેરિયારે લખ્યુ હતું કે , દેશની જનતામાં સ્વમાનની ભાવના નથી , છતાં સ્વરાજ લાવવાનો ધખારો રાખનાર માત્ર પોતાનાં જ સ્વાર્થ માટે આ લડત ( કહેવાતી સ્વાતંત્ર્યની લડત )   લડે છે. . અને એવું જ થયું કે આજે  60 વર્ષ પછી પણ શુદ્રો અનામતોમાટે, દલિતો ભગવાનના દર્શન માટે, લગ્નપ્રસંગે વરને ગામમાંથી ઘોડાપર સવર થવા માટે, લડી રહ્યા છે.આવું સ્વરાજ દેશની મોટા ભાગની જનતા એ કલપ્યુ ન હતુ . આતો સવર્ણોનું સુરાજ્ય છે એવો ધ્વનિ પેરિયારના લખાણો માંથી સ્ફુરે છે.   આ અંગે આંબેડકરે 1949માં ઉચ્ચારેલી ચેતવણી  યાદ કરવા જેવી છે. તેમનાં જ શબ્દોમાં ‘    We must make our political democracy a social democracy as well. Political democracy can not last unless there  lies at the base of it  social democracy…. What does social democracy mean ?  It means a way of life which recognizes liberty , equality and fraternity as the principle of life… On the 26th of January  1950 we are going to enter into a life of contradiction. In politics we will have equality and in social and economic life , we will have inequality “  Raising the book of the  Constitution in his hand, he had warned that : “ This Constitution will be blown  to pieces by the future generations if political democracy will not be followed by social democracy.” ( Our professor of Political Science  in M.A. Gopeshvar Keteshvar Bhatt , Principal of Rajpipla College imitated Ambedkar   vividly . His loud voice and warning still reverberates in my ears today  even after 49-50 years  )  The political class and dominant castes  forgot that warning and gave good-bye to frater nity , that is why there is Islamic terrorism  from across the borders which manifest solidarity and brotherhood with  their Muslim brothers  from far flung areas of Peshavar, Baluchistan etc which we have failed to observe ., we forgot equality and that is why there is Naxalism  in at least  areas covering 500 police stations , but in the selfish chase of economic  power the dominant castes have not shown any  regard to  the saintly advice given by Ambedkar in the Parliament on  that fateful day. And the political class  is   overbusy in amassing  wealth in shortest possible time .Really time is running out for India envisaged on 26th Jan 1950.
        આર્યસમાજની શુધ્ધિ  ચળવળ અંગે તેમણે લખ્યું કે , જનોઇ તો જ્ઞાતિભેદ સ્પષ્ટ કરવા માટેનું ડિંડવાણું છે.  કોઇ અવર્ણ ( પછાત ) જનોઇ ધારણ કરે તો તેનો સામાજિક મોભ્ભો ઉંચે ચઢ્તો નથી , તેનો વસવાટ, ધંધો, સગાસંબંધીઓનું જાળુ બધું એમનું એમજ રહે છે.અને તે માત્ર જનોઇ વાળા અવર્ણ તરીકે જ ઓળખાયા કરે છે., જનોઇનો તેમને માટે કોઇ જ અર્થ નથી એમતો રામાનુજે થોડાંક શુદ્રોને જનોઇ પહેરાવી, કપાળે ભભુતિ પણ લગાવી , છતાં પેલા તો શુદ્રો અને દલિતો જ રહ્યા.જ્ઞાતિનું અદ્રશ્ય પુંછડું અવર્ણોની પાછળ ચોંટેલુ જ રહે છે.અને બ્રાહમણો જેમનુ સામાજિક નેટવર્ક  સક્ષમ હોય છે તેઓ આ પુંછડાની વાત  અંદરોરંદર  જણાવતા રહે છે.તેથી અગર પેલા જ્ઞાતિ છુપાવીને પણ રહેતા હોય તો પણ તેમની સાચી જ્ઞાતિની ઓળખ સવર્ણો કરી લ્યે છે., પછી તેમની સાથેનો વ્યવહાર શુદ્રો અને દલિતો જેવો જ રાખે છે.આમ જનોઇ કે નામભેદ દલિતોમાટે કોઇ કામના  નથી.                                                                                       18/10/2012
                
            
        
       અત્યારસુધી ગુપ્ત રહેલી એક માહિતિ પેરિયરે  ઠેઠ 29મી માર્ચ, 1929 ના લેખમાં પ્રગટ કરેલી અને તે એ કે કોંગ્રેસની ચળવળના બે પાસા હતા, એકમાં એક જ કુટુંબના અમુક સભ્યો કોંગ્રેસની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવતા અને બીજા સભ્યો એટલેકે ભાઈ ભત્રીજાઓ , સાળા , બનેવીઓ, ભાણેજો  સરકારી નોકરીમાં તેમના કનેક્સનનો લાભ લેતા. ઘણીવાર એવું પણ દેખાયુ કે  
પોતાના સંબંધીઓને સારા પોષ્ટિંગો મેળવી આપવા કોંગ્રેસી નેતાઓ સરકારને બ્લેકમેલ પણ કરતા અને  બ્રીટીશ સરકાર એવા ઓફિસરોને સાચવી લઈ  કોંગ્રેસના નેતાઓની શુભભાવના મેળવી લેતી . બંને ખુશ રહેતા , નેતાઓ ચળવળમાં અંગ્રેજોને સાચવી લેતા , આમ ગાંધી – વૈદ્યનુ સહિયારુ બહુ સારી રીતે ચાલતુ ! આમ બ્રીટીશ રાજમાં કોંગ્રેસી નેતાઓએ સરકારી અમલદારશાહીમાં બ્રાહ્મણોને સજ્જડરીતે પેસાડી દીધા . આપણો અનુભવ એવો છે કે એક્વાર સર્વોચ્ચ સ્થાને અમુક જ્ઞાતિનો અમલદાર આવી જાય  પછે તે દરેક સ્થરપર પોતાની જ્ઞાતિના ઉમેદવારોને  ઘુસાડી દિયે છે આ માનસિકતા અત્યારે પણ ચાલુ છે,   કોંગ્રેસ રાજ આવ્યુ એટલે બ્રાહમણો નોકરશાહીમાં સર્વત્ર છવાઈ ગયા આમેય એ  હતા  જ પરંતુ એ ભરતી અંગ્રેજોની  મહેરબાનીની હતી , અત્યારની ભરતી મેરીટની ભરતી હતી આ મેરીટવળાઓની વસ્તી 3 % હોવા છતાં  97 % જેટલી સરકારી નોકરીઓપર તેમણે કબ્જો જમાવી દીધો હતો. ( પ્રુ 17 )   પેરિયારે હૈંયાવરાળ કાઢતા પ્રુસ્ઠ 19 પર જણાવ્યુ છે કે , નોકરશાહોની આ સ્થિતિ  બ્રાહમણ વર્ચસ્વ વાળી પોતે અને ડી.એમ.કે. ના બીજા નેતાઓ સમાજના તમામ વર્ગો, જ્ઞાતિઓને નોકરશાહીમાં સમાવવા રજુઆતો કરતા હતા ત્યારે બ્રાહમણો અમને દેશ્દ્રોહીઓ તરીકે  ચિતરતા હતા અને દેશભરમાં અમને બદનામ કરતા હતા.  
          ગાંધી અને આભડછેટ  :-   નિર્દોષ લોકો એમ માને છે કે ગાંધી આભડછેટ મિટાવવા માંગતા હતા, પરંતુ આ ખ્યાલ ખોટો છે.  આભડછેટ અંગે ગાંધી બહુ દંભી હતા.તે બે મોઢે બોલતા. એક બાજુ આભડછેટ હઠાવવાનું કહેતા તો બીજી જ પળે વર્ણાશ્રમની તરફેણ કરતા. માયસોરની એક જાહેરસભામાં ગાંધી એવુ બોલેલા કે  હિંદુસમાજમાં વર્ણાશ્રમનુ અનોખુ સ્થાન છેઅને આપણા સમાજમાટે વર્ણાશ્રમ બહુ જ જરૂરી છે.  હકિકતમાં આભડછેટના મૂળમાં  જ વર્ણાશ્રમ  રહેલો છે.જો  વર્ણાશ્રમધર્મ જ ન હોત તો આભડછેટ પણ ન હોત.વર્ણાશ્રમધર્મ એ હિંદુસમાજનો દેહ અને આભડછેટ આત્મા છે. ડો. બાબાસાહેબ આંબેડકર ના લખાણો અને પ્રવચનો ના ગ્રંથ નં  5 ના પ્રુશ્ઠ  314   ( In the  2nd Round Table Conference  in London)  Everybody  expected that Mr. Gandhi would be more interested in seeing that the constitution that was  likely to emerge from these deliberations  and  negotiations was a constitution  which gave India Purna Svaraj  i.e. complete independence, and he would not interest himself  in so unimportant a subject  as the allocation of seats  among different minorities . But events completely falsified these  hopes. Mr. Gandhi completely gave up his fight against British  Imperialism  altogether.He forgot that he had come with a  mandate  ( Karachi Congress had imposed on Mr Gandhi certain  tasks when it chose him as its delegate ) to secure  pur na Svaraj  . He left that issue and  started fighting  the minorities and what is so strange all his fire upon the representatives of the untouchables for daring to put forth the claim  for special representation. Mr. Gandhi opposed tooth and nail the representatives of the depressed  classes.He was not prepared to look at their claim .He was annoyed at their impudance (                              ) and the whole conference was astonished by his opposition.They could not understand  how a man like Mr. Gandhi who posed himself as the friend of the Untouchables, could in fact be so great an enemy of their interests. His friends were completely baffled. Mr. Gandhi was prepared to recognize a similar right  claimed  by the Musalmans  and to the Sikhs and although he was not prepared to recognize a similar claim by the Christians , Europeans and Anglo-_Indians he was not going to oppose their claim. Mr. Gandhi’s friends could not understand how he could deny a  similar right to the Untouchables. The Mohmedans,  Sikhs,Christians  Europeans and Anglo-Indians were far better off than the Untouchables.The former ( Mohmedans )  were economically far better placed . The latter were poorest of the  poor. The former were educationally advanced , the latter were educationally most backward ( they were denied admission to the schools and in some places the parents of the savarna  pupils were so much enraged on learning that some Untouchable pupil was admitted to a school, they resorted to coercive methods ) The former were socially well respected, the latter were socially despised .The former enjoyed a position of free citizens, the latter The latter were suffering from certain disabilities ( like prohibition from using public roads, transports, entry into the temples, admission to the schools etc )The former were not subjected to social tyranny  and social boycott, but the social tyranny and  and social boycott were the everyday lot of the latter. Having regard to this difference in social status there could never be any doubt that if there was any section of Indian people whose case called forth special protection, they were the Untouchables. When his European friends tried  thus to argue, with Mr. Gandhi, Mr. Gandhi  used to fly into temper and his relations with two of the best of them, to my knowledge , had become quite strained  on account of this . 
             Mr. Gandhi’s anger was largely due to the fact that he could  give no rational answer   which could convince his opponents  that his opposition to the claim of the Depressed Classes was sincere and was founded upon the best interests of the Depressed Classes. He nowhere gave a consistent explanation  of his opposition to the  Depresed  Classes.   
      
          આમ હરિજનોની વિરૂધ્ધમાં ગાંધી અત્યંત ઉંડાણથી હતા જેનો કોઇ બુધ્ધિગમ્ય પાયો ન હતો.   
                ગાંધીંનુ હરિજન સેવક સંઘ :     ગાંધી પોતાના પ્રવચનોમાં એક બાબતપર વારંવાર ભાર મુકે છે કે , જ્ઞાતિવ્યવસ્થા જરૂરી છે , તમારા બાપદાદાનો જે ધંધો હોય , તે જ તમારે કરવો જોઇએ  . આનો અર્થ એ કે  વૈશ્યો જે ધંધામાં પડ્યા તે તેમની આવનારી પેઢીઓ માટે અનામત કરી દીધા, મનુસ્મ્રુતિમાં જણાવ્યા સિવાયના અન્ય કોઇ તે ધંધા કરી ન શકે ( શ્લોક નં           )  તો પછી તેમના અશ્રમોમાં શું હાલત હતી ? તે આશ્રમોમાં પગરખા તો બનતા જ પરંતુ બનાવનારા ચમારો જ હતા.કારણ ચામડા ધોવા, સાફ કરવા કોઇ સવર્ણ તૈયાર ન હતો.ચમારો બધુ તૈયાર કરી દે પછી આશ્રમના અંતેવાસીઓ તૈયાર ભાણે થોડીક હથોડી આમતેમ મારી ઉત્પાદન પોતાને નામે ચડાવી દેતા !            
   એક જણે  ગાંધીને પ્રશ્ન કરેલો કે ધારોકે આભડછેટ સંપુર્ણપણે હઠી ગઈ, તો હિંદુ સમાજમાં હરિજનોનો સામાજિક મોભ્ભો શું રહેશે ?, તેનાં જવાબમાં ગાંધીએ જણાવ્યુ હતુ કે , તે વખતે હરિજનોની જગ્યા શુદ્રો સાથે રહેશે. બોલો, આ માણસને શું કહેવું ?ગાંધીનો સમગ્ર પ્રચાર ( પ્રોપેગેંડા ) ખાંડનુ પડ ચઢાવેલી ઝેરની ટિકડી જેવો છે.  તે પડ દુર કરો તો ગાંધીનો અસલ ચહેરો અને વર્ણાશ્રમ તરત બહાર આવી જાય.  ( 10મી ડિસે. 1933 )
 કોંગ્રેસ ના સભ્યો કેટલા જ્ઞાતિવાદી હતા  તે નીચેની ઘટના પરથી જાણી શકાય છે. આંબેડકરે ગ્રંથ 5 ના પ્રુષ્ટ   314
પર જણાવ્યું છે કે :   Once Mr. Gandhi tried to alter  the conditions for  membership of the Congres . Instead of the payment of four annas ( a quarter rupee )  per annum being the condition of membership, Mr Gandhi  wanted to lay down the following conditions ( 1 ) Removal of Untouchability and ( 2) Spinning yarn. Congressmen were prepared for spinning yarn  as a condition of membership . But they were not prepared to accept removal of  untouchability  as a condition. Congressmen told Mr. Gandhi that if he insisted upon it ,all Congress Committees will have to be closed down. So strong was the opposition that Gandhi had to withdraw his proposal…. Now same Gandhi had pledged before the Round table Conference  that Congress was pledged to remove untouchability and that the untouchables can safely be left to the mercy of the Hindus  shows that even Mr. Gandhi is capable of  economizing truth  to a vanishing point.                                 આ તબક્કે ગાંધીએ કોંગ્રેસીઓને કહી દેવુ જોઇતુ હતું કે તમે આભડછેટ ત્યાગવા માંગતા ન હો, તો ભલે પાકિસ્તાન સ્વ્સ્તંત્ર થઈ જાય અને તમે ગુલામીમાં રહી જાઓ , તે મને મંજુર છે પરંતુ આવુ કશુ ગાંધીએ કહ્યુ નહી, કારણ રૂઢીવાદીઓ ગાંધીના અંતરની વાત બોલતા હતા.! પાકિસ્તાન અલગ પડે તો પોતાના દેહના ટુકડા તઈ જાય તો ભલે એવી વાત અહીં હરિજનો માટે બોલવાની જરૂરત હતી , આ ટ્રેન ગાંધી જાણી જોઇને ચુકી ગયા લાગે છે !
                             કોંગ્રેસનો હરિજન પ્રેમ કાલ્પનોક હતો વાસ્તવમાં એ બધા બ્રાહમણવાદી સમાજરચનાના પુજારીઓ હતા અને  આવનારા વર્ષોમાં તેમનું સ્વરુપ ધીરેધીરે પ્રગટવાનું હતું.   બ્રાહમણો તો વૈશ્ય અને ક્ષત્રિયવર્ણોને પણ શુદ્રમાં સમાવવા માંગતા હતા, તામિલનાડુના થાંજાવુર શહેરની પાસે  થુવાર નામના ગામમાં ઓલઈંડીયા બ્રાહમીન કોંફરંસ 1927માં મળેલી, તેમણે સર્વાનુમતે એક ઠરાવ પસાર કરેલો જેમાં જણાવેલું કે : ગાંધી જે ધર્મશસ્ત્રોનો ઉલ્લેખ કરી વર્ણાશ્રમની તરફેણ કરે છે તે પ્રમાણે તો ક્ષત્રીયોને  પરશુરામે ખતમકર્યા અને વૈશ્યોનુ તો નામોનિશાન નથી રહેવા પામ્યુ , તો તે પ્રમાણે હિંદુ ધર્મમાં હવે માત્ર બે જ  વર્ણો, 1. બ્રાહમણો અને 2. શુદ્રો રહેવા પામ્યા છે..... જન્મ પ્રમાણે તો ગાંધી વૈશ્ય ગણાય અને વૈશ્યો તો નાશ પામ્યા છે, માટે ગાંધીને શુદ્ર વર્ણમાં સમાવવા જોઇએ.. આગળ ચાલી સંમેલને ગાંધીના માયસોર ખાતેના પ્રવચનનો હવાલો આપી જણાવ્યુ કે બ્રાહમણોનો ધર્મ તો જાહેર સેવા  (પબ્લીક સર્વેસ ) કરવાનો છે એ જ ધર્મશાસ્ત્રો શુદ્રોના ધર્મ બાબતે એવો આદેશ આપે છે કે શુદ્રોનો ધર્મ  તો બ્રાહમણોની સેવા જ કરવાનો છે. દુનિયા ભલે ગમે તે કહે,પરંતુ ગાંધીએ તે ધર્મ બરાબર બજાવ્યો છે ! આખરે સનાતની હિંદુ ખરાને ?    
                આમ બ્રાહમણ સંમેલની વ્યુહરચના બ્રહમણોને સર્વોચ્ચ સ્થાને બેસાડી બાકીના તમામ લોકો તેમની સેવામાં લાગેલા રહે તેવી પરિસ્થિતિ સર્જવાની હતી.વળી આ ઠરાવે તો ગાંધીને પણ  ઝપટમાં લઈ લીધા અને તેમને શુદ્ર બનાવી દીધા ! ગાંધી એ તો હવે તેમની સેવા કરવા સિવાય  શાસ્ત્રો અનુસાર  બીજો કોઇ રસ્તો જ ન હતો ! ( તા. 7મી ઓગષ્ટ 1927 )       
               26મી જુલાઈ 1931ના રોજ પેરિયારે લખ્યુ કે  ગાંધીને  તો ભાઈ, ઉત્તરહિંદના વૈશ્યો અને દક્ષીણના બ્રાહમણો જ કેમ ગમે છે  ? કારણકે તેઓ કટ્ટર હિંદુપંથીઓ છે .  
              ગાંધી જુદી જુદી જગ્યાએ જુદીજુદી ભાષામાં વાત કરતા, કટ્ટર હિંદુઓનું સંમેલન હોય તો વર્ણાશ્રમ જરૂરી છે, વર્ણાશ્રમ તો હિંદુ ધર્મનું હાર્દ છે એવી મતલબનુ બોલતા અને  આવી ભાષા કટ્ટર હિંદુ પંથીઓને બહુ ગમતી અને તેઓ ગાંધીને હિંદુધર્મના તારણહાર તરીકે માનતા.   બંનેને એક બી જાની સખત જરૂરત હતી , ગાંધીને બ્રાહમણોના વ્યવાસ્થાતંત્રની , મિડીયાપરના તેમના અંકુશની ,સમાજમાં તેમના પ્રભાવની અને બ્રાહમણોને   નોકરશાહીમાં પુર્ણ વર્ચસ્વ જમાવવા અને સ્વતંત્રતા મળે ત્યારે રાજસત્તા હાંસલ કરવા ગાંધીની જરૂર હતી. આ તો બીજગણિતના સમીકરણ જેવી વાત થઈ . બ્રાહમણો ગાંધીને સર્વોચ્ચ સ્થાને બેસાડી બોર આપી કલ્લી કઢાવી લેવાની પોલીસી રમતા હતા, કારણ ગાંધી પોતાની વૈશ્યજ્ઞાતિને તો આગળ કરવાના ન હતા અને તેમને કોઇ એવું સંતાન ન હતુ જે તેમનો વારસો જાળવી શકે , વળી તેમણે પાણી પહેલાં પાળબાંધી લીધી હતી અને જવાહર નહેરુને  તેમના રાજકિય વારસ તરેકે નીમાવી દીધા હતા એટલે અન્ય કોઇ બિન-બ્રાહમણ ખાલી જગ્યા પુરી શકે તેવી કોઇ શક્યતા જ બચી ન હતી  . પછી ગાંધીને રૂષિ મહાત્મા, સંત-મહાત્માના બિરૂદો આપવામાં બ્રાહમણોએ કાંઈ ગુમાવવાનું ન હતુ.  વળી હિંદુધર્મની વર્ણવ્યવસ્થા બદલાશે એવો તેમને ગાંધી તરફથી કોઇ ભય ન હતો કારણ ગાંધી પાસે યુરોપમાં થયેલા  ઔદ્યોગિક પરિવર્તન જેવો કોઇ એજંડા જ ન હતો અને હિંદુ સમાજને પ્રગતિને પંથે લઈ જવાની ગાંધી પાસે કોઈ ઇચ્છા ન હતી તેમનુ ચાલત તો તે હિંદને 1000 વર્ષ પાછળ લઈ જાત. એટલે બ્રાહમણો બધી બાજુએથી સલામત થઈ ગાંધીને પોતાના મહોરા ની જેમ આગળ ધપાવ્યે રાખ્યા. ગાંધી-બ્રાહમણો વચ્ચેના આ સમીકરણો પેરિયારે 23મી જુલાઈ 1933 નાં રોજ પ્રગટ કરેલા.છે.
              સમગ્ર આંદોલન દરમિયાન ગાંધી માત્ર સ્વરાજની જ રેકર્ડ વગાડતા રહ્યા પરંતુ  સમાજના પછાત અને ખાસ કરીને દલિતોના ઉત્થાન અંગેના સરકારના ભાવિ કાર્યક્રમો અંગે મૌન ધારણ કરતા રહ્યા, આ અંગે તો તેમણે પુનામાં આંબેડકરને  વચન આપેલુ તે તો બહુ સિફતપુર્વક ભુલી ગયા અને આંબેડકરે બંધારણ રચનામાં જે જહેમત ઉઠાવી તે સવર્ણો અને કોંગ્રેસ ભુલી ગયા અને તેમને સંસદની ચુંટણીમાં હરાવ્યા .   
               દાંડીનો મીઠા સત્યાગ્રહ  : આ બાબતે પેરિયારે જણાવ્યું કે પોતાને આ મીઠા સત્યાગ્રહમાં જરાય વિશ્વાસ નથી. આ આંદોલનકારીઓને રાષ્ટ્ર અને જનતાની કાંઈ જ પડી નથી. તેમને તો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું છેતેઓ વર્ણાશ્રમ અને હિંદુધર્મની પકડ જાળવી રાખવા માંગે છે. જો હિંદને પુર્ણ સ્વરાજ હાંસલ કરાવવુ હોય તો પ્રથમ તો ધર્મનું વર્ચસ્વ મિટાવી દેવું જોઇએ, અને ધર્મસાથે સંકળાયેલા અંધશ્રધ્ધા, આભડછેટ, મહિલાઓની ગુલામી અને મુડીવાદીઓના ઝેરીલા પ્રભાવને દુર કરવા જોઇએ. પુર્ણ સ્વરાજ ના બહાના હેઠળ ચાલતા આ આંદોલનો આખરે તો બળુકી જ્ઞાતિઓ, શિક્ષીતો, અને માલદારોને જ ફાયદો કરાવવાના છે, દેશની 90 %  જનતાને આવા સ્વરાજથી કોઇ જ રાહત મળવાની નથી. ( તા. 23મી નવેમ્બર, 1930 )
               દારુ અને વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર :ખરુ પુછો તો   હિંદના નવા પેદા થયેલા ઉદ્યોગપતિઓ અને વિદેશથી આયાત  કરી કમાણી કરનારા અંગ્રેજ વેપારીઓ વચ્ચેનો સંઘર્ષ હતો.વિદેશી માલ આયાત થતો બંધ ન  થાય તો દેશમાં ઉત્પન્ન કરેલો માલ વેચાય શી રીતે ? આ માટે આયાતી માલ ખાસ કરીને  કાપડ ની હોળી  કરવી જરૂરી હતુ પણ તે માટે તેને રાષ્ટ્રવાદી સ્વરુપ આપવું જરૂરી હતુ જેથી આ કાર્યક્રમોની એંટ્રી આપોઆપ ગાંધી અને કોંગ્રેસના જમા પાસામાં   દાખલ થઈ જાય અને કોંગ્રેસને રાષ્ટ્રભાવનાનો જશ મળે ! જ્યારે આ બધુ ચાલતુ હતુ ત્યારે કોંગ્રેસી નેતાઓ વિદેશી કારો , પેનો, ટેલીફોનો ,ચશ્મા, વિદેશી પેપરપર છપાયેલા દૈનિકો અને પુસ્તકો,વાપરતા જ હતા અને  વિદેશથી આયત થયેલા ડામરથી બનાવેલા રસ્તા પર ટેશથી ચાલતા હતા  આયાત થયેલી રેલ્વેમાં ટેશથી મુસાફરીઓ તો કરતા જ રહ્યા , રાષ્ટ્રવાદ માત્ર કપડામાં જ સમાઇ ગયો હતો !  વળી મીલોના સંચા , અને તમામ યંત્ર સામગ્રી વિદેશથી આયાત થઈ હતી એ તો આંદોલનકારીઓ સગવડતાપુર્વક ભુલી ગયા હતા. કારણકે મુંબઈ, અમદાવાદ , કલકત્તા વિ ના મીલમાલિકોએ વેચાયા વિના પડી રહેલા દેશી માલમાં સમાયેલા રાજકારણ પ્રત્યે ગાંધીનું ધ્યાન દોરેલુ , તેઓ વૈશ્યો હતા  અને વૈશ્યોપ્રત્યે ગાંધીને ભારે પ્રેમભાવ હતો ! વિદેશી કાપડની હોળીને રાષ્ટ્રીય સ્વરુપ આપવા માટે બ્રાહમણવર્ચસ્વ વાળા પેપરો તૈયાર જ હતા અને આ કાર્યક્રમને દેશભાવનાનુ સ્વરુપ મળવાની સાથે મીલોના ગોદામોમાં ખડકાયેલા કાપડના જંગી  ઢગો પણ ઉંચકાઈ ગયા.! આનું નામ વેપારી રાજકારણ !                    
        પરંતુ મહામુલો એક સામાજિક પ્રશ્ન આમાંથી ઉદ્ભવ્યા વિના રહેતો નથી અને તે એ કે હરિજન ઉધ્ધારવિષે કોંગ્રેસે ઠરાવો તો અનેક કરેલા , પરંતુ તેના અમલ બાબતે તેનો ટ્રેકરેકર્ડ ઉત્સાહજનક નથી. એક બાજુ તે પછત વર્ગોના ઉત્કર્ષની વાતો કરતી દેખાય છે , અને બીજી બાજુ મદ્રાસ ઈલાકાની  કોગ્રેસી સરકાર જે રાજાજીના મુખ્યમંત્રી પદે રચાઈ હતી તેણ તો આ વિષે પ્રત્યાઘાતી પગલા ભર્યા હતા, પછાતો ,  દલિતો,અને લઘુમતિઓની સેંકદો નિશાળો તેણે નાણાંના કહેવાતા અભાવને કારણે બંધ કરી દીધી, અને તરત જ હિંદુ પુરાણોના અભ્યાસ માટે લાખો રૂપિયાની રકમ મંજુર કરી હતી.તે સમયે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગિરિએ રાજાજીનો કાન આમળી  નિશાળો બંધ કરવાના પગલા પાછા ખેંચવા  ફરજ પાડી ન હતી, ઉલ્ટાનુ આવી વ્યક્તિને રાષ્ત્રીયનેતાનો દરજ્જો અપાયો હતો , અને 1947માં અઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે તેની નિમણૂંક  થઈ હતી. કોંગ્રેસની નીતિ મુખમેં રામ ઔર બગલમેં છુરી જેવી નજરે ચડે છે.    
         મદ્રાસ તરફ કોંગ્રેસ પછાતો, માયનોરીટીઓ વિ. ની સ્કૂલો બંધકરાવતી હતી તો બીજી બાજુ   ગાંધી જ્યાં જનમ્યા તે ગુજરાતમાં હરિજનોના બાળકોને નિશાળામાં દખલ થવા દેવાતા ન હતા , ખેડા જેવા જિલ્લામાં તો બળુકી જ્ઞાતિઓએ નિશાળ પ્રવેશ રોકવા  ભારે દમનકારી પગલા ભર્યા હતા . ગાંધીએ સત્યાગ્રહ કરવો હતો તો આ અન્યાયોસામે હરિજનોની સાથે ઉભા રહેવુ જોઇતુ હતુ , રાષ્ટ્રનિર્માણ  શિક્ષણથી થાય છે , તકલી કાંતવાથી , ઉપવાસના નાટકો કરવાથી કે કાપડની હોળી કરવાથી રાષ્ટ્રનેર્માણ  થતું નથી. , કોંગ્રેસ તદ્દન જ પછાત  પગલા ભરવા માંડી જે હિંદના મુસલમાનો બહુ બારીકાઈથી જોઇ રહ્યા હતા   
              કોંગ્રેસનું એક અધિવેશન કરાંચીમાં 1931માં મળી ગયુ , જેમાં મહત્વના બે ઠરાવો પસાર થયા, એક મુળભુત અધિકારને લગતો હતો , જેમાં કહેવાયુ હતુ કે  જ્ઞાતિકે જાતિના ધોરણે સરકારી નોકરીઓમાં ભરતી થવી જોઇએ નહીં.અને બધાને જજેર કુવા, રસ્તા વાપરવાનો એક સરખો અધિકાર છે.   
              આ ઠરાવ છળકપટથી ભરપુર હતો કારણ તેનો બારીકાઈથી અભ્યાસ કરી શ્રી સત્યમુર્તીએ મદ્રાસના ધી હિંદુ દૈનિકમાં તા. 15મી એપ્રીલ, 1931 ના રોજ લખ્યું કે એવી જગ્યાઓ, રસ્તા, મંદિરો જે અમુક ચોક્કસ જ્ઞાતિઓ વાપરતી આવી હોયતેને આ ઠરાવ લાગુ પડતો નથી, તો પછી તે લાગુ કોને પડે ? મંદિરો કે સરીયામ રસ્તા જે સવર્ણો પેઢીઓથી પોતે એકલા જ વાપરતા આવ્યા હતા ત્યાં દલિયતો કે શુદ્રો જઈ ન શકવાના હોય, તોઆવા ગેરમાર્ગે દોરનારા ઠરાવો કરવાની જરૂર શી હતી ? પરંતુ તેમાં રમત એવી રમાતી હતી કે એવા ઠરાવોના નગારા રુઢીચુસ્તોના વર્ચસ્વવાળા દૈનિકો જોરશોરથી વગાડતા જેને કારણે શુદ્રો અને હરિજનોના હ્રદયમાંકોંગ્રેસ પ્રત્યે ભક્તિભાવ પેદા થતો , તેમનામાં શિક્ષણ તો હતુ નહીં એટલે ઠરાવોને અભ્યાસ કરવાની ત્રેવડ હતી નહીં , પેપરો જે પીરસતા તે આરોગી જતા , ભલે તેમાં ઝેર જ ભર્યુ હોય. 
             આ ઠરાવ લાવવાની જરૂર કેમ પડી ? મદ્રાસ ઈલાકામાં તે જમાનામાં પછાતોમાટે અમુક ટકા નોકરીઓ અનામત  હતી અને ઘણાં પછતો તેમાં ભરતી થઈ ગયા હતા, પેરીયારને ડર હતો કે આ ઠરાવનો લાભ લઈ કોંગ્રેસ સરકાર તે ભરતી પણ બંધ કરી દેશે. આ પછતોની ભરતી   બ્રાહમણોને  ખટકતી   હતી  અને તેથી જાતિના ધોરણે ભરતી  ન કરવી તેવો ઠરાવ કરાંચી કોંગ્રેસમાં પસાર થયો હતો.તે પછાતોની વિરૂધ્ધમાં હતો પરંતુ મીડીયાએ પ્રચાર એવો કર્યો જાણે તેમની તરફેણનો ઠરાવ હતો ! આવું ઝેર પુરોહિતવર્ગ જમાનાથી શુદ્રો અને અતિશુદ્રોને મીઠા ઝેરની જેમ પાઈ રહ્યો હતો અને તે બધુ એ પ્રજાને ગળે ઉતરી પણ જતુ .   1937-39  માં મદ્રાસમાં રાજાજીની સરકાર આવી નીતિ અપનાવવાની હતી તે આપણે આગળ જોયુ છે. પછાતોને અને મુસલમાનોને  શિક્ષણ મળશે તો  તેઓ ભવિષ્યમાં સરકારી નોકરીમાટે લાઈન લગાવશેને ? માટે તેમને અપાતુ શિક્ષણ જ બંધ કરો એવી કપટભરી ચાલ મદ્રાસ અને  કરાંચીમાં કોંગ્રેસીઓ રમી ગયા હતા.
       કોંગ્રેસે વળી બીજી એવી માંગણી કરી હતી કે જનતાની ધાર્મિક બાબતોમાં સરકારે દરમિયાનગિરિ કરવી જોઇએ નહીં. આનો અર્થ શું? હિંદુઓ આભડછેટને વર્ણવ્યવસ્થાનો અવિભાજ્ય હિસ્સો માનતા હતા અને વર્ણવ્ય્વસ્થા હિંદુ ધ્ર્મનો ભાગ હતી. આમ  આભડછેટ મિટાવવા બ્રીટીશ સરકારે કોઇ પગલા લેવા નહીં એવો અર્થ આ ઠરાવમાંથી નીકળતો હતો.સરકારી કે મ્યુનિસિપાલીટીની નિશાળોમાં હરિજનોના સંતાનોને પ્રવેશ ન આપવો જોઇએ એવો અર્થ આ ઠરાવમાંથી નીકળે છે.બ્રીટીશ સરકારે એવા કોઇ પગલા જ ભર્યા ન હતા જેના અનુસંધાનમાં આવો  ઠરાવ પસાર કરવાની જરૂર પડે.આભદછેટ ચાલુ રાખવાનો આ ઠરાવ મૂળભુત અધિકારો ના શિર્ષક હેઠળ ના ઠરાવમાં બ્પસાર થયો તે કોંગ્રેસી નેતાઓની કપટલીલા નો પર્દાફાશ કરેછે.  ( લેખ તા. 9મી એપ્રીલ, 1931 ) 
      આ બધુ રાષ્ટ્રનિર્માણ માટે હતુ ? વિશ્વના કોઇ દેશમાં અમુક જાતિઓને શિક્ષણથી વંચિત રાખવા આવા કાવાદાવા  કરાયા હોવાનું જાણમાં નથી.  
        પેરીયાર લખે છે કે બ્રહમણો રાષ્ટ્રવાદ મટે  જોરશોરથી બૂમો પાડે છે., પરંતુ કેવો  રાષ્ટ્રવાદ ? તેમને માટે રાષ્ટ્રવાદ એટલે સનાતન ધર્મ  , મનુસ્મ્રુતિમાં વર્ણવાયેલો વર્ણાશ્રમ  વાડાબંધીમાં કેદ વર્ણો  અને જ્ઞાતિના ભાગલા, આભડછેટ,, દલિતોમાટેના અલગ કૂવા,અને તેમનેમાટે સરીયામ રસ્તા બંધ, આ લોકોને આવી સ્થિતિ પેદા થાય એવુ સ્વરાજ જોઇએ છે.એટલે તેમણે દેશના પ્રતિક તરીકે ભારતમાતા ની શોધ કરી છે.કોંગ્રેસ છળકપટ અને દ્વીઅર્થોથી ભરેલા ઠરાવો કરતી હતી, જે શિક્ષીતો જ સમજતા, અભણો તો પ્રચારની માયાજાળમાં એવા તો અટવાઈ ગયેલા કે એવું જ માનતા કે બસ , કોંગ્રેસનુ રાજ આવી જાય તો સ્વર્ગ ઉતરી આવશે.અને આપણો ઉધ્ધાર થઈ જશે.  
ભગતસિંહને તા. 23મી માર્ચના રોજ ફાંસી આપવામાં આવેલી, તેમને બચાવવા ગાંધીએ કોઇ રજુઆત બ્રીટીશ સરકારને કરી જ નહીં, કારણ ? ભગતસિંહ વર્ણાશ્રમના વિરોધી હતા અને તે પછી બનેલી ઘટનાઓ એવુ દર્શાવે છે કે ગાંધી આ ફાંસીથી નારાજ ન હતા.ફાંસીને દિને કોઇ પ્રત્યાઘાત આપવા ન પદે તે માટે તેમણે તે દિવસે ઉપવાસ કરી  મૌન પાળેલુ !  ભગતસિંહ  બ્રેટીશરોને હાથે નહીં પણ વર્ણવાદીઓના અંગુલિનિર્દેશપરથી વધેરાયા એવુ લાગે છે. કારણ વર્નવાદીઓને વર્ણવ્યવસ્થાનો વિરોધી દેશના પ્લેટફોર્મપર ઉભો રહે તે મંજુર ન્હોતુ અને બ્રેટીશરોએ તેમના હિતો બરાબર જાળવ્યા હતા. એ એક સોદો હતો એવુ લાગે છે.     
          મદનમોહન માલવિયા :એક દેશનેતા ગણાયા હતા, એમતો તિલક અને ગાંધી પણ ગણાયા. એ બધામા એક સામ્ય હતુ અને તે એ કે તે બધા રૂઢીચુસ્તો અને વર્ણાશ્રમના ચુસ્ત હિમાયતીઓ હતા. મદન મોહન માલવિયાએ તો ત્યાંસુધી જાહેર કરેલું કે ખરા બ્રાહમણે તો બેજાઓએ ( એટલેકે શુદ્રોએ ) રાંધેલુ અન્ન ખાવુ ન જોઇએ, બીજાઓએ ( એટલેકે શુદ્રોએ ) સ્પર્શ  કર્યો હોય એવુ પાણી પીવુ જોઈએ નહીં અને બીજાઓનો પડછાયો પણ પડ્યો હોય એવુ જળ બ્રાહમણ પીએ તો તેવો બ્રાહમણ નરકમાં જશે   
             આવા માણસો દેશનેતા ગણાયા તે દેશની 85 % જનતામાટે આઘાતને વાત છે.વર્ણાશ્રમના હિમાયતિ નેતાઓ શુદ્રો એટલેકે ઓબીસીઓન અને દલિતોના દુશ્મનો ગણાવવા જોઇએ અને આ પછત લોકોએ પોતાના ઘરોમાં અગર તેમનાં ફોટા હોય તો તે ઉકરડે ફેંકી દેવા જોઇએ.              
             મદ્રાસ ઈલાકા ( તામીલનાડુ )ના બ્રહમણો સામેનું આરોપનામું  :    
મદ્રાસ ઇલાકામાં ઈ.સ. 1937 થી 1939 સુધી રાજગોપાલાચારી જેને ટૂંકમાં રાજાજી   કહેવાતા, તે મુખ્યમંત્રી પદે   ( તે સમયે પ્રધાનમંત્રી  કહેવાતા ) હતા.તેણે શું કર્યુ તે જૂઓ.  
(1)   જેવી કોંગ્રેસ સરકાર રચાઈ કે તરત એવી સ્કુલબોર્ડો જેમાં ધુદ્રો બહુમતિ માં હતા, તે બોર્ડોનુ તરત જ વિસર્જન કરી નાંખવામાં આવ્યું.અને નવી બોર્ડો રચી જેમાં બ્રાહમણો બહુમતિમાં હતા.   
(2)   જિલ્લ બોર્ડો જ્યાં શુદ્રો મોટી સંખ્યામાં મતાધિકાર ધરાવતા હતાત્યાં થોકબંધ શુદ્ર મતદારોને મતાધિકારથી વંચિત કરી દેવાયા., અને નવી ચુંટણીઓમાં બ્રાહમણો જ ચુંટાઈ આવે એવા નિયમો અને પેટા નેયમો ઘડ્યા. 
(3)   અક્ષરજ્ઞાનની ટકાવારી જૂઓ તો બ્રાહમમણોના 90 % શિક્ષીત છે.અને  93 % શુદ્રો અ-શિક્ષીત છે.રાઅજાજીની સરકારે એવો નિયમ ઘડ્યો કે જે શિક્ષીત હોય તે જ મતાધિકાર ભોગવે , આમ બ્રાહમણો માટે તો મામાને જમવાનુ અને મા પિરસનારી જેવુ થયુ, બધુ જ ઓહિયા કરી જવાનો સમો સર્જાયો.જ્યાં જુઓ ત્યાં બ્રાહમણ જ દેખાય. 
(4)   મનુસ્મ્રુતિમાં એવુ લખાયુ છે કે બ્રાહમણે જ શિક્ષણ લેવુ અને અન્યોને શિક્ષણનો અધિકાર જ ન હોઇ શકે.રાજાજી મનુસ્મ્રુતિને રસ્તે ચાલ્યા અને ગામડાઓમાં ચાલતી 2200 નિશાળો જેમાં શુદ્રોના સંતાનો ભણતા હતા તે બંધ કરાવી દીધી.  હુકમમાં એવુ જણાવાયુ કે સરકાર પાસે નિશાળો ચલાવવાના નાણાં નથી.અને તરત જ હિંદુ વેદો, પુરાણોવિ. નો અભ્યાસ કરવા એક બ્રાહમણશાહી કોલેજ શરુ કરવા રુ. 12 લાખ મંજુર કર્યા. અને શિક્ષકો તરીકે 40-50 બ્રાહમણોને માસિક રૂ. 200 થી 600 ના પગારે ભરતી કરી દેધા.( રૂ 600 ની વાત આવે ત્યારે હું 1970માં ડીએસપી તરીકે ભરતી થયો ત્યારે મારો પગાર રૂ 631 હતો તે યાદ આવે છે, તો તે જમાનામાં એ બ્રાહમણ શિક્ષકોને તો નવાબી જ મળતી લાગતી હતી )   
(5)   ન્યાયતંત્રમં જૂઓ તો 90 % વકીલો  બ્રાહમણો ,90% દાક્તરો બ્રાહમણૉ , વકીલોના  બાર મા તમામ હોદ્દાઓ પર બ્રહમણોછે તો બીજાઓએ સન્માનલાયક ધંધા કરવા કે નહીં ?  
(6)    બ્રહમણોનુ આવુ વર્ચસ્વ જોઇ મદ્રાસ ઈલાકામાં સોનીઓને  બ્રાહમણો જેવી અટકો રાખવાનો ચસકો  ઉપડ્યો અને તેઓ પોતાના નામ પાછળ બ્રાહમણોની અટકો લખાવવા માંડ્યા !આથે બ્રાહમણો ગુસ્સે ભરાયા અને સચિવાલયમાં તેમનું પ્રભુત્વ , પ્રધાનો, મુખ્યમંત્રી,સચિવો , ચીફ સેક્રેટરી બધા જ બ્રાહમણો એટલે તેમની રજુઆત પરથી મદ્રાસ સરકારે એક હુકમ બહાર પાડ્યો કે આવા સોનીઓ જેમણે પોતાના નામ પાછલ બ્રાહમણની અટક લખી હોય તેવા કોઇ પત્રો કે ફરિયાદોપર ધ્યાન આપવુ નહીં, એટલુ જ નહીં એવા કાગળિયા મળ્યા હોવાની પાવતી પણ આપવી નહીં.પછી તો આ હુકમપર ભારે ઉહાપોહ થયો અને અંતે તે પાછો ખેંચી લેવો પડેલો. ઁઉખમંત્રી રાજાજીની આ જળકતી દેશસેવા હતી.
(7)   આવા પગલ ભરનાર રાજાજે 1947માં વાઈસરોય માઉંટબેટન પછી ગાંધીના આશીર્વાદ સાથે સમગ્ર હિંદનો ગવર્નર- જનરલ બનવાનો હતો, તે દેશની પછાત જનતમાટે ભારે કમનશીબ ઘટના હતી.
(8)    હરિજનોમાતેનું મંદિરપ્રવેશાંગેનુ બીલ પન ભારે છળકપટથી ભરેલુ હતુ.મંદિરોમાં હરિજનોને પ્રવેશ કરવા દેવો કે નહીં તે બાબતે  જનમત જણવાની  સીસ્ટમ દાખલ કરાઈ પરંતુ જનમત શું છે તે નક્કી કરવાની સત્તા મંદિરના ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ, પુજારીઓને સોંપવામાં આવી.વર્ણવાદી ટ્રસ્ટીઓ અને પુજારીઓને તો  દોડવુ હતુ અને  ઢાળ મળ્યા જેવો ઘાટ રાજાજીની સરકારે કરી આપ્યો.     
(9)     શુદ્રોમાટેની નિશાળો બંધ કરવી, અને ગ્રાંટોમાં જંગી કાપ મુક્યો. આ બધા રાષ્ટ્રનિર્માણના ક્રુત્યો હતા ? તેમાં રાષ્ટ્રવાદ ક્યાંય દેખાય છે ?  અને છતાં આ માનસો મહાન દેશભક્તો ગણાયા છે.           
                  અંતિમ પ્રકરણ :    પેરિયાર મદ્રાસ ઇલાકા કોંગ્રેસના પ્રમુખપદે બે વાર અને મંત્રીપદે એક વાર રહી ચુક્યા હતા. જ્યારે મંત્રીપદે હતા ત્યારે બ્રીટનનો કોમી ચુકાદો સ્વીકારી લેવાનો ઠરાવ પેશ કર્યો, પરંતો પ્રમુખે તે દરખસ્ત જ ચર્ચામાતે હાથ ધરે નહીં. પરિણામે પેરિયારે  કોંગ્રેસમાંથે રાજીનામુ આપી દીધુ.  
                    પછી 5મી અને 12મી ડિસેમ્બર 1928ના રોજ    રિવોલ્ટ નામના સામયિકમા લખતા તેમને જણાવ્યુ કે  દેશને પુન:જિવીત કરવમાટે સામાજિક સુધારણામાં મને હવે વિશ્વાસ રહ્યો નથીદેશની પ્રગતિ હવે સામાજિક ક્રાંતિથી જ શક્ય બનશે.  ... દેશમાં ઉંચ અને નીચ એવા ભેદભાવો ઘર કરી ગયા છે.ધર્મસાથે ભગવાનો ઓક માનસમાં પ્રવેશે છે, સાથેસાથે સ્વર્ગ અને નરકના ખ્યાલો પણ પેસે છે.સમાજને સુધારણાને પંથે લઈ જવા ગૌતમ બુધ્ધે વિરાટ પુરુષાર્થ કર્યોપરંતુ તેમાં તેઓ સફળ થયા નહીં..... સામાજિક સુધારણાથી કંઈપણ હાંસલ થઈ શકશે નહીં.કારણ ભગવાન અને ધર્મ અંધશ્રધ્ધા ભયંકર રીતે જોડાઈ ગયા છે.આ પરિસ્થિતિ સમાજના બળુકા વર્ગોમાટે ફાયદાકારકે છે, આ બળુકા વર્ગોની ટકાવારી તો આંગળીને વેઢે ગણી શકાય તેટલી છે પરંતુ આ અંધશ્રધા જનતાની સુખાકારે આડે ભયંકર અવરોધ બની રહે છે.    .... જ્ઞાતિવાદનો એકમાત્ર ઉપાય સરકારના તમામ ખાતાઓમાં શુદ્રો,દલિતો, માયનોરિટીઓ  વિ. ના સંતાનોને દાખલ કરવાનો છે.   પેરિયારે છેલ્લે એવુ મંતવ્ય આપ્યુ કે ઉપલી જ્ઞાતિઓના સંતાનોને શિક્ષણ  અપાવવાનુ  જ બંધ કરવુ જોઇએ, કારણ કે ભણી ગણી તે બધા જ્ઞાતિવાદનો ઝંડો જ આગળ ધપાવવાના છે. અને એ કારણે   પછાતો પછાત જ રહેવા પામવાના  છે  
                  વાંચવા જેવુ પુસ્તક છે. સ્વાતંત્ર્ય ચળવળના સુત્રધારોના દંભ આગળનો પર્દો પેરિયારે ચીરી નંખ્યો છે. ઘણી માહિતી જે  અત્યારસુધી છુપી રખાઈ હતી તે આ પુસ્તકમાંથી જાણવા મળી છે.



નોંધ:- મેં તમીલનાડુના મહાન નેતા પેરીયારના લખાણો, ભાષણો અને ટીકાઓના સંગ્રહ  Words of Freedom “  ઘણાં સમય પહેલાં વાંચેલુ  , પછી તેનાપર એક નિબંધ તૈયાર કરી રાખેલો. આજે ફેસબુકપર  હપ્તા ગત તે નિબંધ મિત્રો સામે મુકતા મને આનંદ થાય છે. વિશ્વાસ છે કે વાંચક મિત્રો ગંભીરતાથ્યી આ સમીક્ષા વાંચશે અને પોતાની ટીકાઓ ફેસબુકપર લખશે.         

No comments:

Post a Comment