Tuesday, September 5, 2017

Our Teacher Par Excellence Khimji Govindji Parmar

 અમારામાં તો શિક્ષણ એટલુ ઓછુ હતું કે ફાયનલ ( 7 મું ધોરણ પાસ ) માસ્તર કહેવાતો અને એટલુ તો એનું માન કે દિવસ માં અનેક લોકો એને સલામ કરતા ! અમારા કુટુંબમાં એક 7 પાસ કોઇ સરકારી ઓફીસમાં પટાવાળા ની નોકરીએ લાગ્યા , તો એ પણ માસ્તર કહેવાયા ! જો કે ઘણાં એવા પણ નીકળ્યા કે તેમણે અમને કાંઈક શિખવાડ્યુ પણ ખરુ, એ પૈકી ના એક ખીમજી ગોવિંદ પરમાર હતા, એ સવારમાં અમને માછીવાડ ની અમારી ધર્મશાળામાં બોલાવી કસરત કરાવતા, રમતો. વોલીબોલ, કેરમ, શીખવાડતા અને વાંચનની ભૂખ જગાડતા. સામાજિક સંસ્થાઓનવી સંસ્થા કેવી રીતે બનાવવી અને કેવી રીતે ચલાવવી, એ બધુ અમને શિખવાડ્યુ, આ મને વર્ષો પછી ઉપયોગ માં આવ્યુ, જ્યારે હું મારી ગ્નાતિ ના એક મંડળ નો જનરલ સેક્રેટરી બન્યો , એક સંસ્થા પણ " આંબેડકર વિચાર ધારા મંડળ " બનાવ્યુ, અને " દક્ષિણ ગુજરાત દીન બંધુ કોંગ્રેસ નો જનરલ સેક્રેટરી અને પ્રમુખ પણ બન્યો, પછી " સહજધામ હાઉ. સોસાયટી ( 134 સભ્યો ) નો પ્રમુખ પણ બન્યો. આ બધી સામાજિક પ્રવ્રુત્તિઓમાં શ્રી ખીમજી માસ્તર ની પ્રેરણા અને શિક્ષણ જવાબદાર રહ્યા, આજે એ માસ્તર ને અંજલિ આપતા ગર્વ થાય છે. એ ખરેખર માસ્તર હતા. વધુમાં મેં લખેલી પોષ્ટો વાંચી જવ વિનંતિ છે.

No comments:

Post a Comment