પશ્ર્ચિમ રેલવેની સેવાઓ
એસી ડબલ ડેકર ટ્રેનમાં બેસીને મુંબઇ આવવાનું થયું. પશ્ર્ચિમ રેલવેએ આ ટ્રેનને સારી- સ્વચ્છ રાખી છે. ઝડપ પણ ઘણી સારી છે. ટીસીઓ પણ ઘણા વિનયી લાગ્યા. પ. રે.ને આ સેવાઓ બદલ ધન્યવાદ. ટ્રેનના ડબ્બાઓમાં મુસાફરો વાંચી શકે એ રીતે ડેશ બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં વારંવાર ટ્રેનની ઝડપ, આગલું સ્ટોપ કેટલા કિ. મી. દૂર છે, સીટની નીચે કોઇ વાંધાજનક ચીજવસ્તુ અંગે સાવધાની રાખવી. બસ આવી જ માહિતી વારંવાર દર્શાવવામાં આવે છે. એકની એક માહિતી અનેક વાર વાંચી મુસાફર કંટાળી જાય તેમ પણ બને. આ સીસ્ટમનો ઉપયોગ લેખકો, નેતાઓ, કવિઓના કવોટેશનો, આજના તાજા સમાચાર, સારી કવિતા, ગઝલો પ્રસારિત કરવામાં પણ નહીં થઇ શકે અને આ બાબત માત્ર અંગ્રેજી અને હિંદીમાં રજૂ થવી જોઇએ. કારણ કે ટ્રેનો માત્ર પ્રાદેશિક સ્વરૂપની છે. તેમાં હિન્દી લિપિમાં ગુજરાતી આઇટમો પણ રજૂ થઇ શકે. ટ્રેનો જયારે શરૂ થઇ ત્યારે માનવ સંપર્કના અગત્યના સાધન તરીકે આ સીસ્ટમ ગણાવાઇ હતી. આજે પ્રસારણના સાધનો વધ્યાં છે તો રેલવેના ડબ્બાઓમાં વ્યક્તિના ગુણો, સંસ્કાર ખીલવવાના તરીકા પણ અપનાવવા જેવા છે. દા. ત. ગુનો ન કરો, ટ્રાફિકના નિયમો પાળો, સ્કૂટર ચલાવો ત્યારે હેલ્મેટ પહેરો. ઘરે તમારા મા-બાપ, સંતાનો તમારી રાહ જુએ છે. મા-બાપની સંભાળ રાખશો, તો તમારા દીકરા તમારી સંભાળ રાખશે. ધનલોભ તમને જેલમાં ધકેલી દેશે. વિ. વિ.
ભરતભાઇ આર. પંડયા
મુંબઈ સમાચાર તા.29મી ઓગસ્ટ 2014
No comments:
Post a Comment