Wednesday, October 16, 2013


                                                   વ્યારામાં એક રાતે , લગભગ 10-11 વાગે એક માણસ મારા ઘરે મોટર સાયકલ પર આવી ગયો, કહે સાહેબ ચાલોને તમારી જરુર છે મેં કહ્યુ શું થયુ છે ? તો કહે મારામારી થઈ છે, એટલે મેં કહ્યુ તો ફોઝદાર સાહેબ પોઆસે જાવ ને, એક ફોઝદાર ન હોય , તો બીજાને મોકલુ, તો પેલો તો કહે સાહેબ , મારામારી તો મોટી છે, એક બાજુ હિન્દુઓ બીજી બાજુ મુસલમાનો છે અરે યાર, આ તો કોમ્યુનલ થયુ કહેવાય , વિચારી હું નાઈટ ડ્રેસ્સ્માં જ તેની મોટર સાયકલપર બેસી પોલીસ સ્ટેશને પહોંચ્યો, ( મારી જીપ ત્યાં પડી હોય, વળી ડ્રાયવરને તો મેં રજા આપીહતી અને સમય બગાડવો ન હતો) ત્યાં જેટલા પોલીસવાળા મળી શકે, ગાર્ડ ડ્યુટીવાળાઓને પણ તૈયાર કર્યા, એટલામાં પ્રાંત અધિકારી શ્રી પઠાણ આવી લાગ્યા, તેમની જીપમાં પાંચ-સાત પોલીસવાળાને બેસાડ્યા, પઠાન સાહેબ પોતે ડ્રાયવીંગ કરવા લાગ્યા અને અમે કોમ્યુનલ બન્દોબસ્તમાટે રવાના થયા. પઠાણ સા. ના ડાબા હાથમાં સ્ટીયરીંગ અને જમણા હાથમાં લાઠી ઘુમાવતા જાય , મેં પણ સાઈડે બેસી લાઠી ઘુમાવવા માંડી અમે કરફ્યુની જાહેરાત પણ કરી દીધી, , જ્યાં જ્યાં ટોળા દેખાય ત્યાં જીપ ધસે, ટોળા ભાગે , તેમનો પીછો થાય , બીજી જગ્યાએ તોફાન થાય આવુ સવારના 4/5 વાગ્યા સુધી ચાલ્યુ, લગભગ 4 વાગે સુરતથી વધુ પોલીસની કુમક લઈ જીલ્લા પોલીસ અધિકારી નીરુલા આવી લાગ્યા , દરમિયાન અમે ચાર-પાંચ હિન્દુ
Top of Form
· 
દરમિયાન અમે ચાર-પાંચ હિન્દુ તોફાનીઓને પકડી જીપમાં બેસાડી દીધા હતા, આ વિસ્તારોપર અમારો કંટ્રોલ સારો, એક વાર ગુનેગારને જોઇ લીધો, પછી તે ભાગે નહીં, અને જનતા પણ ઘણી સંસ્કારી , કોઇ ઉન્માદમાં, ઉશ્કેરણીથી ખોટુ કામ કરી પણ નાંખે, તો પાછળથી સમજી જાય, હવે બન્યુ એવુ કે પઠાણ સાહેબ જીપમાં બેઠાબેઠા તોફાનીઓ વિરુધ્ધ ( હિન્દુઓ ) કાંઈ ને કાંઈ બબડાટ કર્યા કરતા હતા, તે પેલા પકડાયેલા તોફાનીઓ સાંભળતા હતા, તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા , તેમને જામીનપર છોડાયા કેનહીં તે આજે યાદ નથી, પરંતુ એ આરોપીઓએ પઠાણ સાહેબ જેકાંઈ હિન્દુઓ વિરુધ્ધ બોલેલા તે બધુ બીજાઓને કહી દીધુ, દરમિયાન તો તોફાનો કાબુમાં આવી ગયા હતા, પણ પેલા આરોપીઓએ રાતના જીપમાં બેસીને સાંભળેલી વાતોથી લોકો ભડક્યા અને, એક મોટુ ટોળુ પોલીસ સ્ટેશનસામે આવી લાગ્યુ,પઠાણ મુર્દાબાદબોલતુ બોલતુ, હવે તો નવેસરથી તોફાનો ચાલુ થઈ જાય એવુ થઈ ગયુ, જ્યાં રાતે ચાલુ તોફાનો વેળા લાઠી થી કામ ચાલી ગયુ , તે સ્થિતિ બદલાઈ ગઈ હતી , અને લોકોનો ગુસ્સો પ્રાંત અમલદાર સામે આવી ગયો, રાતે મેં ફાયરીંગ ન કર્યુ, પરંતુ દિવસે ફાયરીંગ કરવાનો સમય આવ્યો ! અને તે પણ ક્ષુલ્લક કારણથી ! એટલે અજાણ્યા માણસોની હાજરીમાં ગમે તેવા શબ્દો કાઢવા નહીં, તે સાંભળનાર કોઇ પણ હોઇ શકે છે, અજાણ્યાની રુબરુ બોલવાનું જોખમકારક હોય છે,Bottom of Form


No comments:

Post a Comment